ઇંગ્લેન્ડનો ફાસ્ટ બોલર ઇજાના લીધે ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ લોર્ડ્સ ખાતેની બીજી ટેસ્ટમાંથી બહાર થઇ ગયો છે. 37 વર્ષીય એન્ડરસને પહેલી ટેસ્ટમાં એજબેસ્ટન ખાતે રમાયેલી પ્રથમ ટેસ્ટમાં માત્ર 4 ઓવર નાખી હતી. તે પછી ઈજાના લીધે મેદાનની બહાર જતો રહ્યો હતો અને મેચમાં બોલિંગ કરી ન હતી.
બે MRI સ્કેન કરાવ્યા પછી ખબર પડી છે કે જે ઇજા તેને ક્રિકેટથી દૂર રાખશે. ઇંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયા 14 ઓગસ્ટના રોજ લોર્ડ્સ ખાતે બીજી ટેસ્ટ રમશે. એન્ડરસનની ગેરહાજરીમાં ઓસ્ટ્રેલિયાએ ઇંગ્લેન્ડને હંફાવ્યું હતું. સ્ટીવ સ્મિથે બંને દાવમાં સદી મારી હતી અને કાંગારુંએ 251 રને મેચ જીતી સિરીઝમાં 1-0ની લીડ મેળવી હતી. એન્ડરસન બંને ઇનિંગ્સમાં બેટિંગ કરવા આવ્યો હતો પરંતુ રન દોડ્યો ન હતો.
એન્ડરસનની ગેરહાજરીમાં જોફ્રા આર્ચરનો ટીમમાં સમાવેશ થઈ શકે છે. વર્લ્ડકપ ફાઇનલ પછી ઇજાના લીધે કોઈ પણ પ્રકારનું ક્રિકેટ રમ્યો નથી. આર્ચર ફિટનેસ પુરવાર કરવા માટે સસેક્સ માટે રમી શકે છે.
ભારતના બોલિંગ કોચની રેસમાં છે આ પૂર્વ સ્પિન બોલર, કહ્યું- ટીમ ઈન્ડિયાને સ્પિન એક્સપર્ટની જરૂર
આગામી 8,9 અને 10 તારીખે ગુજરાતના આ વિસ્તારોમાં રેડ એલર્ટ, જાણો કેમ ?
IND v WI ટીમ ઈન્ડિયા તરફથી આજે ડેબ્યૂ કરી શકે છે આ ખેલાડીઓ, જાણો વિગત
ગુજરાત કોંગ્રેસના કયા બે દિગ્ગજ નેતાએ કલમ 370 રદ કરવાના કેન્દ્ર સરકારના નિર્ણયનું કર્યુ સમર્થન, નામ જાણીને ચોંકી જશો