નવી દિલ્હીઃ હાલમાં ઓસ્ટ્રેલિયા અને ઇંગ્લેન્ડ વચ્ચે એશીઝ સીરીઝ ચાલી રહી છે. ગુરુવારે ત્રીજી ટેસ્ટ શરૂ થવાની છે, આ પહેલા ઇંગ્લેન્ડના ફેન્સ માટે ખરાબ સમાચાર સામે આવ્યા છે. સ્ટાર ઓપનર જેસન રૉયને માથામાં બૉલ વાગતા ઘાયલ થયો છે.


રિપોર્ટ પ્રમાણે, ટેસ્ટ મેચના એક દિવસ પહેલા ઇંગ્લિશ બેટ્સમેન નેટ પ્રેક્ટિસ કરી રહ્યો હતો. આ દરમિયાન તેને માથામાં બૉલ વાગતા ઇજાગ્રસ્ત થયો હતો. ગુરુવારે ઓસ્ટ્રેલિયા અને ઇંગ્લેન્ડ વચ્ચે ત્રીજી ટેસ્ટ મેચ રમાવવાની છે.



જ્યારે જેસન રૉય પ્રેક્ટિસ કરી રહ્યો હતો ત્યારે અસ્થાઇ કૉચિંગ આપી રહેલા ઇંગ્લેન્ડના પૂર્વ ક્રિકેટર માર્ક્સ ટેસ્કૉથિકે એક થ્રૉ ફેંક્યો હતો, આ થ્રૉ સીધો રૉયના માથામાં જઇને વાગતા રૉયને ઇજા પહોંચી હતી. જોકે, બાદમાં ચક્કર આવવા સહિતના ટેસ્ટ રૉયે આસાનીથી પાસ કરી લીધા હતા. હવે ત્રીજી ટેસ્ટ રમના માટે મોટાભાગે ફીટ થઇ ગયો છે.