Ashes Series 2021: ઇંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયા વચ્ચે સૌથી મોટી સીરીઝ એશીઝ ટેસ્ટ સીરીઝ 8 ડિસેમ્બરથી શરૂ થઇ રહી છે. પાંચ ટેસ્ટ મેચોની સીરીઝમાં ઓસ્ટ્રેલિયા અને ઇંગ્લેન્ડ વચ્ચે જબરદસ્ત ટક્કર જોવા મળી શકે છે. જોકે આ બધાની વચ્ચે ઇંગ્લિશ ક્રિકેટરોએ બેટિંગ, બૉલિંગ અને ફિલ્ડિંગની તાબડતોડ પ્રેક્ટિસ શરી કરી દીધી છે. આ પ્રેક્ટિસમાં ઇંગ્લેન્ડનો સ્ટાર ક્રિકેટર અને ડાબોડી સ્પીનર જેક લીચ ગુજરાતી ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના વીડિયો જોઇને પ્રેક્ટિસ કરી રહ્યો છે, આ વાતનો તેને ખુદ ખુલાસો કર્યો છે. 


જેક લીચે ખુલાસો કર્યો કે તે ખુદ હાલમાં રવિન્દ્રા જાડેજાના બૉલિંગ વીડિયો જોઇ રહ્યો છે, અને પ્રેક્ટિસ કરી રહ્યો છે, કેમ કે, ગત ગરમીની સિઝનમાં ટેસ્ટ સીરીઝમાં ભારતીય ટીમના શાનદાર પ્રદર્શનમાં રવિન્દ્ર જાડેજાની બૉલિંગનુ મોટુ યોગદાન રહ્યું હતુ. જાડેજાની બૉલિંગે લીચને ખુબ પ્રભાવિત કર્યો હતો. ઇંગ્લિશ ક્રિકેટરો માને છે કે, ઓસ્ટ્રેલિયાને ભારતે જે રીતે હરાવ્યુ તે માટે તેમની સ્ટાઇલ ખુબ જ મહત્વપૂર્ણ સાબિત થઇ શકે છે. 


ઇંગ્લેન્ડ માટે જેક લીચે 16 ટેસ્ટ મેચમાં 62 વિકેટો ઝડપી છે, પરંતુ તેને ઓસ્ટ્રેલિયામાં અત્યાર સુધી એકપણ ટેસ્ટ મેચ નથી રમી. તેને કહ્યું કે મને લાગે છે કે જાડેજા ભારતમાં જે કરે છે તેનાથી ઘણુબધુ અલગ કર્યુ. આ જોઇને સારુ લાગ્યુ. તેને સામાન્ય રીતે જે કરે છે તેને તે કર્યુ અને તેને સફળતા મળી. લીચે આગળ કહ્યું કે, હું આ રીતે જે વસ્તુઓને મારી બૉલિંગમાં સામેલ કરવાનો પ્રયાસ કરી રહ્યો છુ, પરંતુ સાથે જ પોતાના મજબૂત પક્ષો પર પણ કાયમ છું. વળી, લીચે ખુદને અને બેન સ્ટૉક્સને પણ ફિટ જાહેર કર્યા છે, લીચનુ માનવુ છે કે આનાથી ટીમને વધુ મજબૂતાઇ મળશે. ઇંગ્લિશ ક્રિકેટરોનુ માનવુ છે કે, ભારતની જેમ રમીશુ તો એશીઝ ટેસ્ટ સીરીઝ પર કબજો જમાવવામાં સરળતા રહેશે.