ગાંધીનગરઃ ગુજરાતમાં શિયાળામાં ચોમાસા જેવો માહોલ સર્જાયો છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યના 129 તાલુકાઓમાં વરસાદ ખાબક્યો હતો. સૌથી વધુ સુરતના ઉમરપાડામા 6 ઈંચ વરસાદ પડ્યો હતો. જ્યારે વલસાડમાં પારડી ખેરગામમા પણ 4 ઈંચ જેટલો વરસાદ પડ્યો હતો. દક્ષિણ ગુજરાતમા સૌથી વધુ વરસાદી માહોલ છે. સૌરાષ્ટ્રના ઉનામા એક ઈંચ જેટલો વરસાદ પડ્યો હતો.
સુરતમાં બીજા દિવસે સાર્વત્રિક વરસાદ પડ્યો હતો. અઠવા, પાર્લે પોઈન્ટ, વેસુ વિસ્તારમાં વરસાદ પડવાનો શરૂ થયો છે. ધીમી ધારે વરસાદ શરૂ થયો છે. ખેડૂતો માટે ચિંતાજનક વરસાદ પડી રહ્યો છે. શાકભાજીના પાકને ભારે નુકસાન થયું છે. દીવના દરિયા કિનારે લાગરેલી બોટો હિલોળે ચડી છે. ભારે પવન અને દરિયા ના કરન્ટ ના કારણે લાગરેલી બોટો અથડાઈ રહી છે. માછીમારો ને ભારે નુકશાન થવાની આશંકા છે.
બોટાદ શહેરમાં ખેડૂતોના તુવેરના પાકને નુકસાન થયું છે. મોડી રાત્રીના ભારે પવન આવતા પાકને થયું નુકશાન થયુ છ. સતત ઝરમર વરસાદથી ખેડૂતોના પાકને નુકશાન થયું છે. સમગ્ર વિસ્તારમાં હાલ વાદળ છાયું વાતાવરણ છે. સતત વાદળછાયા વાતાવરણ અને વરસતા ઝરમર વરસાદના કારણે ખેડૂતો ચિંતામાં છે.
અમરેલીમાં કમોસમી વરસાદના કારણે ખેતીને વ્યાપક નુકસાન થયું છે. ભારે પવનના કારણે શિયાળુ પાક, બાગાયતી પાકને નુકસાન થયું છે. બાગાયતી પાક કેળ, ઘઉં, ચણા, કપાસ, ડુંગળી વિવિધ પાકોમાં ભારે નુકસાન થયું છે. મોડી રાતે પવનની ગતિ વધવાના કારણે ખેતી પાકોને નુકસાન થયું છે. રાજુલા જાફરાબાદ પંથકમાં ખેડુતોને નુકસાન થયું છે.
ડભોઇમાં બીજા દિવસે પણ માવઠાણી અસર જોવા મળી રહી છે. રાત્રીના 12 કલાક ઝરમર વરસાદ પડ્યો હતો. ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. ડાંગર, કપાસ, તુવેર સહિત રવિ સિઝનના પાક ને ભારે નુકશાનની ભીતિ છે. પંથકમાં સતત વરસાદ ચાલુ છે. ટાવર, મહુડી ગેટ, એસ.ટી.ડેપો. શિનોર ચાર રસ્તા સહિત ના વિસ્તારો મા વરસાદી માવઠું પડ્યું. ગ્રામ્ય વિસ્તારો મા પણ માવઠાની અસર છે.