નવી દિલ્હી: ઈન્ડિન પ્રીમિયર લીગ(IPL)ની સિઝન 14 માટે તૈયારીઓ શરુ થઈ ગઈ છે. ત્યારે 18 ફેબ્રુઆરીએ થયેલી ખેલાડીઓની હરાજીમાં આ વખતે ક્રિસ મોરિસ, મેક્સવેલ, કાઈલ જેમીસન જેવા ખેલાડીઓ પર મોટી બોલી લાગી હતી જ્યારે કેટલાક દિગ્ગજ ખેલાડીઓ સાવ ઓછી બોલી લાગી હતી. ભારતના અનુભવી ફાસ્ટ બોલર ઉમેશ યાદવને માત્ર એક કરોડ રૂપિયામાં જ ખરીદવામાં આવ્યો હતો. ત્યારે ઉમેશ યાદવ પર લગાવેલી બોલી પર ભારતના દિગ્ગજ ક્રિકેટર આશીષ નેહરાએ પોતાની નારજગી વ્યક્ત કરી છે.



આશિષ નેહરાએ સ્ટાર સ્પોર્ટ્સના એક કાર્યક્રમમાં કહ્યું હતું કે, જ્યારે રિચર્ડસન, કાયલ જેમીસન જેવા ખેલાડીઓની વાત આવે છે ત્યારે તેઓએ ન્યૂઝીલેન્ડ માટે સારું પ્રદર્શન કર્યું છે. પરંતુ ઉમેશ યાદવ જેવા ભારતીય ફાસ્ટ બોલરને માત્ર 1 કરોડમાં ખરીદવું તે ખુબજ નિરાશાજનક છે અને આ અનુભવી ખેલાડી સાથે ન્યાય નથી.

તેમણે કહ્યું, 'મેં પહેલેથી જ કહ્યું હતું કે મિશેલ સ્ટાર્ક, મલિંગા જેવા ખેલાડીઓ લીગ અને વર્લ્ડ ક્રિકેટમાં સારું પ્રદર્શન કરી રહ્યા છે. પરંતુ અમે અહીં કોઈ નવા ખેલાડી વિશે વાત નથી કરી રહ્ય. ઉમેશ યાદવ સાથે આવું કેમ થયું તે મને સમજાતું નથી.

ગૌતમ ગંભીરે પણ આ કાર્યક્રમ દરમિયાન કહ્યું કે, ઉમેશ યાદવ જેવા ખેલાડીને મળેલી રકમથી હું પણ આશ્ચર્યમાં છું. ઉમેશ યાદવ આ વખતે દિલ્હી કેપિટલ્સ માટે રમશે. તેની સાથે ઈશાંત શર્મ અને રબાડા પણ જોવા મળશે.