જે મુજબ તેની પતિ 8 ફેબ્રુઆરીએ બપોરે 1.30 થી ગુમ થતાં પરિચિતોમાં તપાસ કરતાં મળી આવી નહોતી. આધારસ્વામી પત્નિને લઈને ભાગી ગયો હોવાનો આક્ષેપ પણ અરજીમાં કરાયો છે. ખેડા જિલ્લાના ચકલાસી પોલીસમથકે 10 ફેબ્રુઆરીએ ગુમન થયાની જાણવા જોગ અજી આપી હતી. જે બાદ તેને જાણ થઈ કે પત્નીને મંદિરના કોઠારનો વહીવટ કરતાં સ્વામી આધારાસ્વરૂપ ગુરુસ્વામી હરિવલ્લભદાસજી પૈસાની લાલચ આપી મોહજાળમાં ફસાવી ફરાર થઈ ગયો હોવાના આક્ષેપ સાથે રજુઆત કરી છે. ઉપરાંત હવસ સંતોષ્યા બાદ પત્નિને જાનથી મારી નાંખીને લાશ પણ સગેવગે કરી દેશે તેવી પણ આશંકા વ્યક્ત કરી છે.
આ અંગે આધારસ્વામીના ફોન પર સંપર્ક કરવાનો પ્રયત્ન કરતાં બંધ આવતો હતો. ચકલાસીના પીએસઆઈ જીગર પટેલે કહ્યું, મંદિરના કોઇ સ્વામી મહિલાને ભગાડી ગયાની અરજી મળી નથી માત્ર મહિલાના પરિવારજનોની રજૂઆતના આધારે ગુમ કે ખોવાયાની નોંધ કરી શોધખોળ શરૂ કરવામાં આવી છે.