પાકિસ્તાનને હરાવી એશિયા કપની ફાઇનલમાં પહોંચ્યું બાંગ્લાદેશ, શુક્રવારે ભારત સામે મુકાબલો
એબીપી અસ્મિતા વેબ ટીમ | 27 Sep 2018 07:33 AM (IST)
1
દુબઈઃ મુશફિકર રહીમ અને મોહમ્મદ મિથુનની અડધી સદી બાદ મુસ્તફિઝુર રહમાનની કાતિલ બોલિંગ વડે બાંગ્લાદેશે એશિયાકપની સુપર-4 મેચમાં પાકિસ્તાનને 37 રને હાર આપીને ફાઇનલમાં પ્રવેશ કરી લીધો છે. જ્યાં તેનો મુકાબલો શુક્રવારે ભારત સામે થશે.
2
જેના જવાબમાં પાકિસ્તાનની ટીમ 50 ઓવરમાં 9 વિકેટના નુકસાન પર 202 રન બનાવી શકી હતી. બાંગ્લાદેશ વતી મુસ્તુફિઝુર રહમાને 43 રનમાં 4 વિકેટ લીધી હતી. ઈમામ ઉલ હકે 83 રનનું યોગદાન આપ્યું હતું.
3
ભારતે સુપર 4માં પાકિસ્તાન અને બાંગ્લાદેશને હાર આપી હતી, જ્યારે અફઘાનિસ્તાન સામેની મેચ ટાઇ પડી હતી.
4
બુધવારે અબુધાબીના શેખ જાયદ સ્ટેડિયમમાં બાંગ્લાદેશની ટીમ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતાં 48.5 ઓવરમાં 239 રન પર ઓલઆઉટ થયું હતું. બાંગ્લાદેશ તરફથી મુશફિકરે રહીમે 99 અને મોહમ્મદ મિથુને 60 રન બનાવ્યા હતા.