ભારત કેટલા સ્પિનરો અને ફાસ્ટરો સાથે બાંગ્લાદેશ સામે મેદાનમાં ઉતરશે, જાણો વિગત
ભારતીય ટીમ 14માં એશિયા કપમાં કુલ 10મી ફાઈનલ રમશે. અગાઉની 9માંથી છ ફાઈનલમાં ભારત ચેમ્પિયન બન્યું હતું. જ્યારે ત્રણ વખત ભારતને રનર્સ અપ ટાઈટલથી સંતોષ માનવો પડ્યો હતો. ભારત ટાઈટલ જાળવવા માટે ફેવરિટ છે તો બાંગ્લાદેશ નવો ઈતિહાસ રચવા માટે ઉત્સુક છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appબાંગ્લાદેશ ત્રીજી વખત એશિયા કપની ફાઈનલમાં રમશે. જોકે તેઓને હજુ પ્રથમ વખત એશિયન ચેમ્પિયન બનવાની આશા છે. તેઓ 2016ની ફાઈનલમાં ભારત સામે પરાજય મેળવ્યો હતો. જ્યારે વર્ષ 2012માં વન-ડે ફોર્મેટમાં એશિયા કપ રમાયો ત્યારે તેઓ ફાઈનલમાં પાકિસ્તાન સામે હાર્યા હતા.
ભારત અને બાંગ્લાદેશ વચ્ચે સતત બીજા એશિયા કપની ફાઈનલ રમાઈ રહી છે. વર્ષ 2016માં ટ્વેન્ટી-20ના ફોર્મેટમાં એશિયા કપ રમાયો ત્યારે ફાઈનલમાં ભારતે બાંગ્લાદેશને આઠ વિકેટથી પરાજય આપ્યો હતો.
એશિયા કપની ફાઈનલમાં આજે બાંગ્લાદેશ સામેના મુકાબલામાં ભારત સાતમી વખત એશિયન ચેમ્પિયન બનવાના ઈરાદા સાથે ઉતરશે. ભારત ડિફેન્ડિંગ ચેમ્પિયન હોવાની સાથે ટાઈટલ જાળવી રાખવા ફેવરિટ પણ છે.
રવિન્દ્ર જાડેજા અને કુલદીપ યાદવ પોતાનું સ્થાન જાળવી રાખશે તેવી શક્યતા છે. એશિયા કપ 2018માં ભારત તરફથી સૌથી વધુ 7-7 વિકેટો બુમરાહની સાથે કુલદીપ યાદવ અને જાડેજાએ ઝડપી છે. ભારતના ફાસ્ટ બોલરોએ કુલ 18 અને સ્પિનરોએ કુલ 23 બેટ્સમેનોને પેવેલિયન ભેગા કર્યાં છે.
બાંગ્લાદેશ સામેની ફાઈનલમાં ભારત ત્રણ સ્પિનર અને બે ફાસ્ટરો સાથે ઉતરશે તેવું લાગી રહ્યું છે. અફઘાનિસ્તાન સામેની મેચમાં આરામ ફરમાવ્યા બાદ બુમરાહ અને ભુવનેશ્વરની ફાસ્ટ બોલિંગ જોડીની સાથે ચહલ પણ પ્લેઈંગ ઈલેવનમાં પુનરાગમન કરે તેવું લાગી રહ્યું છે.
દુબઈ: ટીમ ઈન્ડિયા અજેય આગેકૂચનો સિલસિલો જાળવી રાખવાની સાથે એશિયન ચેમ્પિયન તરીકેનો તાજ જાળવી રાખવાના ઈરાદા સાથે આજે એશિયા કપની ફાઈનલમાં બાંગ્લાદેશ સામે ટકરાશે. ભારત એશિયા કપની આ સિઝનમાં હજુ સુધી એક પણ મેચ હાર્યું નથી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -