Asia Cup: PAK સામે ટીમ ઈન્ડિયાનો 8 વિકેટે આસાન વિજય, ભુવી-જાધવની 3-3 વિકેટ
ટીમ ઈન્ડિયા તરફથી રોહિત શર્મા અને શિખર ધવને શાનદાર શરૂઆત કરતા 86 રનની ભાગીદારી નોંધાવી હતી. રોહિત શર્માએ(52) શાનદાર અડધી સદી નોંધાવી હતી. જ્યારે શિખર ધવન 42 રન બનાવી આઉટ થયો હતો.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appપાકિસ્તાનના કેપ્ટન સરફરાઝ 6 રન પર કેદાર જાધવની ઓવરમાં બાઉન્ડ્રી પર મનીશ પાંડેના હાથે શાનદાર કેચ આઉટ થયો હતો. પાકિસ્તાનના સૌથી વધુ અનુભવી બેટ્સેમન શોએબ માલિકને રાયડૂએ રન આઉટ કર્યો હતો. શોએબ મલિકે 43 રન બનાવ્યા હતા. આ પહેલા કુલદીપની ઓવરમાં બાબર આઝમ 47 રને આઉટ થયો હતો. શોએબ મલિક અને બાબર આઝમે 82 રનની ભાગીદારી નોંધાવી હતી.
શાનદાર બોલિંગ કરતા જાધવની ઓવરમાં (32.6 ઓવરમાં) ધોનીએ જોરદાર સ્ટંપિંગ કરતા શાદાબ ખાનને પેવેલિયન પરત મોકલી દીધો હતો. શાદાબ 19 બોલમાં 8 રન બનાવી જાધવનો ત્રીજો શિકાર બન્યો હતો. જાધવે 9 ઓવરમાં માત્ર 23 રન આપી ત્રણ વિકેટ ઝડપી છે. આસિફ અલી પણ 9 રને કેદાર જાધવની ઓવરમાં આઉટ થઈ ગયો હતો.
દુબઈ: એશિયા કપ 2018માં ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચમાં ટીમ ઈન્ડિયાએ પાકિસ્તાને 8 વિકેટથી હરાવી દીધું છે. પ્રથમ બેટિંગ કરતા પાકિસ્તાને ટીમ ઈન્ડિયાને 163 રનનો સામાન્ય લક્ષ્યાંક આપ્યો હતો. તેની સામે ટીમ ઈન્ડિયાએ 29 ઓવરમાં 2 વિકેટ ગુમાવી 164 રન બનાવી આસાન વિજય મેળવી લીધો હતો. અંબાતી રાયૂડૂ (31) અને દિનેશ કાર્તિકે (31) અણનમ રહી ટીમ ઈન્ડિયાને વિજય અપાવ્યો હતો.
પાકિસ્તાન ટીમ: ફખર ઝમાન, ઇમામ-ઉલ-હક, બાબર આઝમ, શોએબ મલિક, સરફરાઝ અહમેદ(કેપ્ટન), આસિફ અલી, શાદાબ ખાન, ફાહીમ અસરફ, મોહમ્મદ અમીર, હસન અલી, ઉસ્માન ખાન
ટીમ ઈન્ડિયા: કેપ્ટન રોહિત શર્મા, મહેન્દ્રસિંહ ધોની, શિખર ધવન, અંબાતી રાયૂડૂ, દિનેશ કાર્તિક, હાર્દિક પંડ્યા, કેદાર જાધવ, ભુવનેશ્વર કુમાર, કુલદીપ યાદવ, જસપ્રિત બુમરાહ, યુઝવેન્દર ચહલ
ટીમ ઈન્ડિયા તરફથી ભુવનેશ્વર કુમાર અને કેદાર જાદવે 3-3 વિકેટ ઝડપી છે.પાકિસ્તાન તરફથી બાબર આઝમે સર્વાધિક 47 રન, શોએબ મલિકે 43 રન અને અસરફે 21 રન બનાવ્યા હતા.
ટીમ ઈન્ડિયામાં બે ફેરફાર કરવામાં આવ્યા છે. ટીમ ઈન્ડિયામાં બે ફેરફાર કરવામાં આવ્યા હતા. ખલીલ અહમદની જગ્યાએ હાર્દિક પંડ્યા અને શાર્દુલ ઠાકુરના સ્થાને બુમરાહની ટીમમાં વાપસી થઈ છે.
ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવા આવેલી પાકિસ્તાનની ટીમને ફાસ્ટ બોલર અને સ્પિન બોલરોની શાનદાર બોલિંગની મદદથી ભારતે 43.1 ઓવરમાં 162 રન પર ઓલ આઉટ કરી દીધું હતું. અને ટીમ ઈન્ડિયાને જીત માટે 163 રનનો લક્ષ્યાંક આપ્યો હતો.
ટીમ ઈન્ડિયાના બોલરોએ પાકિસ્તાની બેટ્સમેનો પર શરૂઆતથી દબાણ બનાવ્યું હતું. ભુવનેશ્વર કુમારે મેચની શરૂઆતમાંજ પાકિસ્તાનના 3 રનના સ્કોર પર બન્ને ઓપનરોને પેવેલિયન ભેગા કરી દીધા હતા. ઇમામ-ઉલ-હકને 2 રને ધોનીના હાથે કેચ થયો હતો જ્યારે ફખર ઝમાન પણ શૂન્ય રને કેચ આઉટ થયો હતો.
- - - - - - - - - Advertisement - - - - - - - - -