આ ભારતીય બોક્સરે કરી કમાલ, ચાર કલાકમાં બે કિલો વજન ઘટાડ્યું અને ગોલ્ડ મેડલ જીત્યો
મેરીકોમ પોલેન્ડમાં યોજાયેલી બોક્સિંગ ટુર્નામેન્ટમાં સિનિયર કેટેગરીમાં ગોલ્ડ જીતનારી એકમાત્ર ભારતીય બોક્સર રહી. જોકે તેણે કહ્યું હતું કે મને મારા પ્રદર્શનથી ક્યારેય સંતોષ થતો નથી. હું પ્રત્યેક મેચ અગાઉ નવી રણનીતિ અંગે વિચાતરી રહું છું. હું ઝનૂની છું પરંતુ વધારે પડતી આક્રમક નથી. હું હંમેશા મારી હરીફ ખેલાડીનો અભ્યાસ કરૂ છું અને બાદમાં મારી રમત શરૂ કરું છું.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appમેરીકોમે જણાવ્યું હતું કે અમે પોલેન્ડમાં સવારે 3 કે 3.30 કલાકે ઉતર્યા હતા અને સવારે 7.30 વાગ્યે વજન કરવાનું હતું. મારૂ વજન મારી 48 કિલોની કેટેગરી કરતા થોડું વધારે હતું. તેથી મારી પાસે વધારાનું વજન ઉતારવા માટે ફક્ત ચાર કલાકનો સમય હતો. જો હું તેમ ન કરૂ તો મને ડિસ્ક્વોલિફાઈ કરી દેવામાં આવે તેવી સ્થિતિ હતી.
તેથી મેં એક કલાક સુધી દોરડા કૂદ્યા હતા અને બાદમાં વજનની તૈયારી કરી હતી. નસીબજોગે અમે જે વિમાનમાં પ્રવાસ કરી રહ્યા હતા તે મોટા ભાગે ખાલી હતું. તેથી મને પગ લાંબા કરીને ઊંઘવાની તક મળી હતી જેથી કરીને હું પોલેન્ડ પહોંચું ત્યારે વધારે થાકેલી ન હોવ. નહીંતર મને ખબર ન હતી કે હું ટુર્નામેન્ટમાં ભાગ લઈ શકી હોત કે નહીં, તેમ પાંચ વખતની વર્લ્ડ ચેમ્પિયન બોક્સરે જણાવ્યું હતું.
નવી દિલ્હીઃ ચાર કલાકમાં બે કિલો વજન ઉતરાવનું એ સાંભલમાં થોડું વિચિત્ર લાગે પરંતુ લાંબા પ્રવાસ બાદ પોલેન્ડ પહોંચેલ ભારતીય બોક્સર એમસી મૈરીકોમને થાક હોવા છતાં આ પડકારનો સામનો કર્યો. પોલેન્ડની ગિલવાઈસમાં હાલમાં પૂરા થયેલા 13મા સિલેસિયન બોક્સિંગ ટૂર્નામેન્ટ માટે મૈરીકોમ જ્યારે ત્યાં પહોંચી ત્યારે તેનું વજન બે કિલો વધારે હતું અને વજન ઉતારવા માટે તેની પાસે વધુમાં વધુ ચાલ કલાકનો સમય હતો.
- - - - - - - - - Advertisement - - - - - - - - -