આજે એશિયાના ટાઇટલ માટે ટકરાશે ભારત-બાંગ્લાદેશ, કેટલા વાગે ને કઈ ચેનલ પર થશે લાઈવ ટેલિકાસ્ટ? જાણો વિગત
બાંગ્લાદેશ ટીમઃ- મસરેપી બિન મુર્તજા (કેપ્ટન), મોહમ્મદ મિથુન, લિટ્ટન કુમાર દાસ, મુશફિકુર રહીમ, અરુફૂલ હક, મહમુદુલ્લાહ, મોસદેક હુસેન, નજમુલ હુસેન શાનો, મેહદી હસન મિરાઝ, નજમુલ ઇસ્લામ અપુ, રુબેલ હુસેન, મુસ્તફિઝૂર રહેમાન, અબુ હૈદર રોની, સૌમ્યા સરકાર, મોમિનુલ હક, ઇમુરુલ કાયેસ.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appમેચનું ઓનલાઇન લાઇવ સ્ટ્રીમિંગ જોવા માગતા હોય તો ભારતીય યૂઝર Hotstar, Now TV, SuperSport Live, Willow TV Online, Rabbithole પરથી જોઇ શકે છે.
ટીમ ઇન્ડિયા આ પહેલા વર્ષ 1984, 1988, 1990-91, 1995, 2010 અને 2016માં એશિયા કપ જીતી ચૂકી છે. જ્યારે બાંગ્લાદેશ ત્રીજીવાર ફાઇનલમાં પહોંચી છે. જોકે, એકપણ વખત ચેમ્પિયન બનવાનો મોકો નથી મળ્યો, 2012 અને 2016માં બાંગ્લાદેશ ફાઇનલ સુધી પહોંચી હતી. આજની ફાઇનલ મેચ ક્યારે અને કેટલા વાગે જોઇ શકાશે, અને ક્યાંથી થશે લાઇવ બ્રૉડકાસ્ટિંગ તેની માહિતી આપવામાં આવી છે.
ભારતીય વનડે ટીમઃ- રોહિત શર્મા (કેપ્ટન), શિખર ધવન, લોકેશ રાહુલ, અંબાતી રાયુડુ, મનિષ પાંડે, કેદાર જાદવ, મહેન્દ્ર સિંહ ધોની, દિનેશ કાર્તિક, હાર્દિક પંડ્યા, કુલદીપ યાદવ, યજુવેન્દ્ર ચહલ, અક્ષર પટેલ, ભુવનેશ્વર કુમાર, જસપ્રિત બુમરાહ, શાર્દુલ ઠાકુર, કે.ખલિલ અહેમદ.
એશિયા કપની ફાઇનલ મેચનું લાઇવ બ્રૉડકાસ્ટિંગ ભારતમાં Star Sports 1 HD, Star Sports 1, Star Sports Select HD, DD National, DD Sports પરથી નિહાળી શકાશે. ઉપરાંત Geo Super, PTV Sports, Ten Sports પરથી પણ દેખાશે.
એશિયા કપની ફાઇનલ મેચ ભારત અને બાંગ્લાદેશ વચ્ચે યુએઇના દુબઇ ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં રમાશે. મેચ ભારતીય સમયાનુસાર સાંજે 5.00 વાગે શરૂ થશે, ટૉસ 4.30 કલાકે થશે.
નવી દિલ્હીઃ એશિયા કપ 2018ના ફાઇનલ મુકાબલા માટે રોહિતની કેપ્ટનશીપ હેઠળ ભારતીય ટીમ આજે બાંગ્લાદેશનો સામનો કરવા મેદાને ઉતરશે. કૉમ્બિનેશન પ્રમાણે જોઇએ તો ભારતીય ટીમ ટાઇટલની પ્રબળ દાવેદાર મનાય છે. જો આજની મેચ ભારતીય ટીમ જીતે છે તો સાતમીવાર એશિયાની ચેમ્પિયન બની જશે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -