એશિયા કપ: ભારતને ભારે પડ્યું છે પાકિસ્તાન, જાણો વિગત
વિશ્વકપમાં પાકિસ્તાન સામે દબદબો રાખનારી ભારતીય ટીમ પર પાકિસ્તાન એશિયા કપમાં ભારે પડ્યું છે. જો આ વખતે ભારત પાકિસ્તાનને હરાવવામાં સફળ રહેશે તો ટુર્નામેન્ટમાં જોરદાર મુકાબલો જોવા મળશે તેમાં શંકા નથી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appનવી દિલ્હીઃ એશિયા કપ 2018 શરૂ થવાને હવે ગણતરીના જ દિવસો બાકી રહ્યા છે. એશિયાની છ મોટી ક્રિકેટ ટીમો વચ્ચે 15 થી 28 સપ્ટેમ્બર વચ્ચે યુએઈમાં મુકાબલા રમાશે. યુએઈના દુબઈ ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમ, દુબઈ અને શેખ જાયદ સ્ટેડિયમમાં આ ટીમો વચ્ચે ટક્કર થશે.
2016માં એશિયા કપ પ્રથમ વખત ટી20 ફોર્મેટમાં રમાયો હતો. ભારતે આ ટુર્નામેન્ટમાં પાકિસ્તાનને 5 વિકેટથી હાર આપી હતી. એટલું જ નહીં અંતિમ વખતે 2016માં રમાયેલી ટુર્નામેન્ટમાં ભારત વિજેતા બન્યું હતું.
અશિયા કપમાં અત્યાર સુધી ભારત સામે પાકિસ્તાનનું પલડું ભારે રહ્યું છે. બંને ટીમો વચ્ચે અત્યાર સુધી કુલ 12 વખત મુકાબલા થયા છે. જેમાં ભારતનો 5 અને પાકિસ્તાનના 6માં વિજય થયો છે. જ્યારે એક મુકાબલાનું કોઈ પરિણામ આવ્યું નથી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -