એશિયા કપઃ રવિન્દ્ર જાડેજાએ તોડ્યો સચિન તેંડુલકરનો આ રેકોર્ડ, જાણો વિગત
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
25 Sep 2018 09:11 PM (IST)
1
હાર્દિક પંડ્યા ઇજાગ્રસ્ત થતાં તેના સ્થાને ટીમમાં રવિન્દ્ર જાડેજાનો સમાવેશ કરવામાં આવ્યો હતો. એક વર્ષ કરતાં વધારે સમય બાદ ટીમમાં પુનરાગન કરનારા જાડેજાએ બાંગ્લાદેશ સામેની મેચમાં જ 4 વિકેટ લીધી હતી.
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
દુબઈઃ એશિયા કપમાં અફઘાનિસ્તાન સામેની મેચમાં ગુજરાતના ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાએ 10 ઓવરમાં 1 મેડન નાંખી 46 રન આપી 3 વિકેટ લીધી હતી. અફઘાનિસ્તાનના ઓપનરો આક્રમક બેટિંગ કરતાં હતા ત્યારે બાપુએ આવીને ભારતને પ્રથમ સફળતા અપાવી હતી.
3
આ દરમિયાન જાડેજાએ એક ખાસ રેકોર્ડ પણ બનાવ્યો હતો. જાડેજાએ એશિયા કપમાં સચિનના 17 વિકેટના રેકોર્ડને તોડી નાંખ્યો હતો. સચિને 23 મેચમાં 17 વિકેટ લીધી હતી. જ્યારે જાડેજા 13 મેચમાં જ 18 વિકેટ ઝડપી ચુક્યો છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -