PAK કેપ્ટને કહ્યું- કુલદીપ, ચહલ માટે કરી હતી તૈયારી, પણ આ ખેલાડીએ બગાડ્યો ખેલ
સરફરાજે કહ્યું કે, બાબર આજને છોડીને અમે સરળતાથી વિકેટ ગુમાવી. માટે અમારે જોવાનું રહેશે કે ભવિષ્યમાં કેવી બેટિંગ કરવાની છે. અમે બે સ્પિનરો માટે તૈયારી કરી હતી, પરંતુ ત્રીજા સ્પિનર (કેદાર જાધવ)એ અમારો ખેલ બગાડ્યો. સુપર કોર પહેલા આ આંખો ખોલાનારો મેચ રહ્યો.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appદુબઈઃ ભારતીય કેપ્ટન રોહિત શર્માએ એશિયા કપમાં પાકિસ્તાન પર આઠ વિકેટે મળેલી જીતનો શ્રેય બોવરોને આપતા બુધવારે કહ્યું કે, ટીમ હોંગકોંગ વિરૂદ્ધના મેચમાંથી મળેલ પાઠમાંથી કંઈક શીખીને સુધારો કરવામાં સફળ રહી છે.
પાકિસ્તાનના કેપ્ટન સરફરાજ અહમદે કહ્યું કે, પ્રથમ પાંચ ઓવરમાં જ બે વિકેટ ગુમાવવી તેની ટીમ પર ભારે પડી. તેમણે હાર માટે બેટ્સમેનોને જવાબદાર ગણાવ્યા.
રોહિત શર્માએ કેદાર જાધના વખાણ કરતાં કહ્યું કે, કેદારે પોતાની બોલિંગ પર કામ કરી રહ્યો છે અને પોતાની બોલિંગને ગંભીરતાથી લઈ રહ્યો છે. તેણે જે વિકેટ લીધે તે અમારા માટે બોનસ જેવી હતી. ખાસ કરીને હાર્દિક પંડ્યા ઇજાગ્રસ્ત થયા બાદ વચ્ચેની તેમની ઓવર મહત્ત્વની હતી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -