એશિયા કપની સુપર-4માં ફરી ભારત-પાકિસ્તાન થશે આમને-સામને, જાણો સંપૂર્ણ કાર્યક્રમ
સુપર-4નો કાર્યક્રમઃ 21 સપ્ટેમ્બરે ભારત વિરૂદ્ધ બાંગ્લાદેશ અને પાકિસ્તાન વિરૂદ્ધ અફઘાનિસ્તાન, 23 સપ્ટેમ્બરે ભારત વિરૂદ્ધ પાકિસ્તાન અને બાંગ્લાદેશ વિરૂદ્ધ અફઘાનિસ્તાન, 25 સપ્ટેમ્બરે ભારત વિરૂદ્ધ અફઘાનિસ્તાન, 26 સપ્ટેમ્બરે પાકિસ્તાન વિરૂદ્ધ બાંગ્લાદેશ રમશે અને 28 સપ્ટેમ્બરે ફાઈનલ રમાશે.
સુપર-4 કાર્યક્રમની વાત કરીએ તો 21 અને 23 સપ્ટેમ્બરના રોજ બે-બે મેચ રમાશે, જ્યારે 25 અને 26 સપ્ટેમ્બરના રોજ એક એક મેચ રમાશે. આ દરમિયાન ભારતીય ટીમ પોતાની પ્રથમ મેચ 21 સપ્ટેમ્બરે બાંગ્લાદેશ સામે રશે જ્યારે બીજી મેચ 23 સપ્ટેમ્બરે પાકિસ્તાન વિરૂદ્ધ અને ત્રીજા મેચ 25 સપ્ટેમ્બરે અફઘાનિસ્તાન વિરૂદ્ધ રમશે. શક્યતા છે કે આગામી 28 સપ્ટેમ્બરે રમાનારા ફાઈનલમાં ભારત અને પાકિસ્તાન ફરી આમને સામને જોવા મળે.
નવી દિલ્હીઃ એશિયા કપમાં સુપર-4 ટીમ નક્કી થયા બાદ તેનો કાર્યક્રમ જાહેર થઈ ગયો છે. આ વખતે ફરી 23 સપ્ટેમ્બરે ભારત અને પાકિસ્તાન આમને સામને જોવા મળશે. આ પહેલા દુબઈમાં યોજાયેલા મેચમાં ભારતે પાકિસ્તાનને 8 વિકેટથી હરાવ્યું હતું.