ધોનીને શૂન્ય પર આઉટ કર્યા બાદ હોંગકોંગના બોલરે કર્યું આમ, જાણો વિગત
ધોનીએ ઓફ સ્પિનર એહસાન ખાનનો બોલ પર શોટ રમવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ તે વિકેટકિપરના હાથમાં ઝીલાઈ ગયો હતો. ધોનીને આઉટ કર્યા બાદ ઓફ સ્પિનર એહસાન ખાનની ખુશીનો પાર નહોતો રહ્યો અને તેણે પિચને કિસ કરી હતી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appધોની વન ડેમાં 9મી વખત શૂન્ય પર આઉટ થયો છે. ધોનીએ 2 વર્ષ બાદ વનડેમાં ખાતું નથી ખોલ્યું. આ પહેલા ધોની ઓસ્ટ્રેલિયામાં 2016માં શૂન્ય રન પર પેવેલિયન પરત ફર્યો હતો. ધોની શ્રીલંકા, ઓસ્ટ્રેલિયા અને બાંગ્લાદેશ સામે 2-2 વખત ઝીરો પર આઉટ થઈ ચુક્યો છે.
દુબઈઃ બેટિંગથી ખરાબ ફોર્મમાં ચાલી રહેલો ટીમ ઈન્ડિયાનો વિકેટકિપર એમએસ ધોની એશિયા કપની પ્રથમ મેચમાં શૂન્ય રન પર આઉટ થયો હતો. હોંગકોંગ સામે તે માત્ર 3 બોલ જ રમી શક્યો હતો.
ધોનીએ 2018માં માત્ર 70.47ના સ્ટ્રાઇક રેટથી રન બનાવ્યા છે. જે એક કેલેન્ડર વર્ષમાં તેનું સૌથી ખરાબ પ્રદર્શન છે. ધોની 17.50 બોલ પર ચોગ્ગો ફટકારી રહ્યો છે, જે તેના કરિયરના સૌથી ખરાબ સરેરાશ છે. ચાલુ વર્ષે આફ્રિકા પ્રવાસમાં પણ ધોનીએ માત્ર 69 રન બનાવ્યા હતા. 4 ઈનિંગમાં તેનો સ્ટ્રાઇક રેટ 81.17 હતો. ઈંગ્લેન્ડમાં બે વનડેમાં તેનો સ્ટ્રાઇક રેટ 63.20 હતો.
ધોની આઉટ થયા બાદ તેની સોશિયલ મીડિયા પર ઘણી આલોચના થઈ રહી છે. ઈંગ્લેન્ડમાં પણ ધોનીએ ધીમી ઈનિંગ રમી હતી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -