India vs Pakistan Asia Cup Hockey 2022: ક્રિકેટ અથવા અન્ય કોઈપણ રમત, જ્યારે પણ ભારત અને પાકિસ્તાન વચ્ચે ટક્કર થાય છે, ત્યારે મેચનો રોમાંચ વધી જાય છે. ડિફેન્ડિંગ ચેમ્પિયન ભારતીય પુરુષ હોકી ટીમ આજે હોકી એશિયા કપમાં પાકિસ્તાન સામે ટકરાશે. આ ટુર્નામેન્ટમાં ભારતની સેકન્ડ ક્લાસ ટીમ પોતાના ખિતાબનો બચાવ કરવા ઉતરશે. અનુભવી બિરેન્દર લાકરાની કપ્તાની હેઠળ ભારત પોતાની A ટીમનું પ્રતિનિધિત્વ કરશે. ભારત અને પાકિસ્તાન બંનેને પૂલ Aમાં રાખવામાં આવ્યા છે.


ભારત ઉપરાંત પાકિસ્તાન, જાપાન અને યજમાન ઇન્ડોનેશિયા પણ પૂલ Aમાં છે. જ્યારે મલેશિયા, કોરિયા, ઓમાન અને બાંગ્લાદેશને પૂલ બીમાં રાખવામાં આવ્યા છે. કટ્ટર હરીફ ભારત અને પાકિસ્તાને આ ટુર્નામેન્ટ ત્રણ-ત્રણ વખત જીતી છે. પાકિસ્તાને પ્રથમ ત્રણ સિઝન 1982, 1985, 1989 અને ભારતે 2003, 2007 અને છેલ્લી સિઝન (2017) જીતી હતી. પાકિસ્તાને તેની ત્રણેય સિઝનમાં ભારતને હરાવ્યું હતું.


પૂલ A: ભારત, પાકિસ્તાન, જાપાન, ઇન્ડોનેશિયા


પૂલ B: મલેશિયા, કોરિયા, ઓમાન અને બાંગ્લાદેશ


મેચ ક્યારે રમાશે


ભારત અને પાકિસ્તાન વચ્ચે હોકી એશિયા કપની મેચ 23 મેના રોજ રમાશે.


મેચ ક્યાં રમાશે


ભારત અને પાકિસ્તાન વચ્ચે હોકી એશિયા કપની મેચ ઇન્ડોનેશિયાના જકાર્તાના ગેલોરામાં બુંગ કર્નો સ્ટેડિયમ કોમ્પ્લેક્સમાં રમાશે.


મેચ કેટલા વાગ્યે શરૂ થશે


ભારત અને પાકિસ્તાન વચ્ચે હોકી એશિયા કપની મેચ સાંજે 5 વાગ્યે શરૂ થશે.


હું આ મેચ ક્યાં જોઈ શકું


ભારત અને પાકિસ્તાન વચ્ચેની હોકી એશિયા કપની મેચ સ્ટાર સ્પોર્ટ્સ નેટવર્ક પર જોઈ શકાશે. તે જ સમયે, તેનું લાઇવ સ્ટ્રીમિંગ Disney Plus Hotstar પર જોઈ શકાય છે.


જણાવી દઈએ કે પૂર્વ કેપ્ટન સરદાર સિંહ ભારતની 20 સભ્યોની ટીમને કોચિંગ આપી રહ્યા છે. રુપિન્દર પાલ સિંહ ટીમની કમાન સંભાળી રહ્યો હતો, પરંતુ પ્રેક્ટિસ સેશન દરમિયાન ઈજાને કારણે તે હવે બહાર થઈ ગયો છે. તેમના સ્થાને બીરેન્દર લાકરાને કેપ્ટન જ્યારે એસવી સુનીલને વાઇસ કેપ્ટનની જવાબદારી સોંપવામાં આવી છે. મંગળવારે, ભારતીય ટીમ જાપાન સામે ટકરાશે, ત્યારબાદ 26 મેના રોજ તેનો સામનો ઇન્ડોનેશિયા સાથે થશે. આજે અન્ય મેચોમાં પૂલ Aમાં જાપાનની ટીમ ઈન્ડોનેશિયા સામે ટકરાશે, પૂલ બીમાં મલેશિયાની ટીમ ઓમાન સામે ટકરાશે, કોરિયાની ટીમ બાંગ્લાદેશ સામે ટકરાશે.