શારજહાંઃ કોરોનાનો કેર ફરી એકવાર હવે ક્રિકેટમાં સામે આવ્યો છે. તાજેતરમાં જ કોરોનાના કારણે ક્રિકેટ મેચનો અડધેથી પડતી મુકવામાં આવી છે. હાલમાં યુએઈમાં ચાલી રહેલા એશિયા કપ અંડર-૧૯ વન ડે ટૂર્નામેન્ટમાં બાંગ્લાદેશ અને શ્રીલંકા વચ્ચેની મેચમાં કોરોના વિલન બન્યો અને એમ્પાયરે મેચને અડધેથી પડતી મુકવાનો નિર્ણય કર્યો હતો.


એશિયા કપમાં કોરોના વાયરસને કારણે અધિકારીઓએ મેચ રદ્દ કરી દીધી હતી. હવે સેમિફાઇનલ ગુરુવારે રમાશે, જેમાં ભારતની ટક્કર બાંગ્લાદેશ સામે થશે, ગૃપ બીની અંતિમ મેચમાં 32.4 ઓવર રમાઇ હતી આ દરમિયાન બે અધિકારીઓને કૉવિડ-19 પૉઝિટીવ આવ્યો હતો, આ પછી એમ્પાયરોએ આ મેચને રદ્દ કરવાનો ફેંસલો કર્યો હતો. 


આ મેચ રદ્દ થતાં હવે એશિયા કપ અંડર-૧૯ વન ડેમાં ૩૦મી ડિસેમ્બરના રોજ ભારત અને બાંગ્લાદેશ વચ્ચે સેમિ ફાઈનલ મેચ રમાશે. જ્યારે અન્ય સેમિ ફાઈનલમાં પાકિસ્તાન અને શ્રીલંકા વચ્ચે ટક્કર થશે. બન્ને સેમિ ફાઈનલ ૩૦મી ડિસેમ્બરે જ સવારે ૧૧.૦૦થી શરૂ થશે. 


અધિકારીઓએ જણાવ્યું છે કે, બન્ને અધિકારીઓની સ્થિતિ સારી છે અને સારવાર ચાલી રહી છે. આ મેચની સાથે જોડાયેલા તમામનો કોરોના ટેસ્ટ કરવામાં આવી રહ્યો છે, પરિણામ ન આવે ત્યાં સુધી બધા આઇસોલેશનમાં રહેશે. જે પછી આગળની માહિતી આપવામાં આવશે.


મેચ પડતી મૂકાતાં બાંગ્લાદેશની ટીમનો રનરેટ વધુ સારો હોવાથી તેઓ પ્રથમ સેમિ ફાઈનલમા ભારત સામે ટકરાશે. જ્યારે બીજી સેમિ ફાઈનલમાં શ્રીલંકા પાકિસ્તાન સામે ટકરાશે. ફાઈનલ મેચ ૩૧મી ડિસેમ્બરે દુબઈમાં રમાશે.


 


આ પણ વાંચો..........


આવતા વર્ષથી ઓફિસ વર્ક કલ્ચર બદલાશે, હવે સપ્તાહમાં 4 દિવસ જ કામ કરવું પડશે, ત્રણ દિવસની રજા મળશે


જો PAN-LIC લિંક ન હોય તો આવતા વર્ષે LIC IPOમાં રોકાણ નહી કરી શકો, જાણો કઈ રીતે ઓનલાઇન કરી શકો


Upcoming Smartphones: જાન્યુઆરીમાં લોન્ચ થશે Redmi વીવો OnePlus Realme ના આ સ્માર્ટફોન, મળશે આ ફિચર્સ


ગુજરાતનો આ સ્ટાર ક્રિકેટર બન્યો પિતા, પત્નીએ આપ્યો દીકરાને જન્મ, જાણો વિગતે


Yellow Alert In Delhi : કોરોનાનું સંક્રમણ વધતાં દિલ્લીમાં જાહેર કરી દેવાયું યલો એલર્ટ, જાણો શું શું લાગ્યા પ્રતિબંધો?


રાજ્યના 10 જિલ્લામાં બે દિવસ માવઠાની આગાહી, જાણો ક્યાં પડશે કમોસમી વરસાદ ?


યુરોપના આ બે મોટા સમૃદ્ધ દેશમાં ઓમિક્રૉને મચાવ્યો કોહરામ, લાખોમાં કેસ નોંધાતા લોકોમાં ફફડાટ