એશિયન ગેમ્સ 2018: દીપક કુમારે 10 મીટર એર રાઈફલમાં જીત્યો સિલ્વર મેડલ
ભારત તરફથી રવિ કુમાર અને દીપક કુમાર બન્નેએ ફાઈનલમાં સ્થાન મેળવ્યું હતું. રવિ કુમારે આ પહેલા અપૂર્વ ચંદેલા સાથે મળીને મિક્સ્ડ ડબલ્સ ટીમ ઇવેન્ટમાં બ્રોન્ઝ મેડલ જીતીને ભારત માટે આ એશિયાઈ રમતમાં પ્રથમ મેડલ જીત્યો હતો. ક્વોલિફિકેશન રાઉન્ડમાં રવિ ચોથા સ્થાન પર 626.7 પોઈન્ટ સાથે જ્યારે દીપક કુમાર પાંચમાં સ્થાન પર રહ્યા હતા હતા. તેમનો સ્કોર 626.3 રહ્યો હતો.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appદીપક કુમાર 247.7 પોઈન્ટ સાથે બીજા સ્થાન પર રહ્યા જ્યારે ચીનના શૂટર યંગ હોરાનએ એશિયન ગેમ્સમાં રેકોર્ડ 249.1 પોઈન્ટ સાથે ગોલ્ડ મેડલ જીત્યો છે
નવી દિલ્હીઃ દીપક કુમારે એશિયન ગેમ્સ 2018માં ભારતને ત્રીજો મેડલ અપાવ્યો છે. સોમવારે જકાર્તામાં 30 વર્ષીય શૂટરે 10 મીટર એર રાઈફલમાં સિલ્વર મેડલ જીત્યો છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -