Asian Games 2023: ભારતે પુરુષોની 1500 મીટર દોડમાં બે મેડલ જીત્યા છે. આ ઈવેન્ટમાં ભારતના અજય કુમારે સિલ્વર મેડલ અને જોન્સન જોન્સને બ્રોન્ઝ મેડલ જીત્યો છે. આ સાથે ભારત પાસે હવે કુલ 13 ગોલ્ડ, 18 સિલ્વર અને 17 બ્રોન્ઝ મેડલ ગયા છે. મેડલની કુલ સંખ્યા વધીને 48 થઈ ગઈ છે. કતારના મોહમ્મદ અલ ગરનીએ આ ઈવેન્ટમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો.


 






તજિન્દરપાલ સિંહે ગોળા ફેંકમાં કરી કમાલ


 ભારતના તજિન્દરપાલ સિંહ તૂરે શોર્ટ પુટ એટલે કે ગોળા ફેંકમાં કમાલ કરી છે. તેણે એશિયન ગેમ્સમાં સતત બીજી વખત ગોલ્ડ મેડલ જીત્યો છે. આ પહેલા તજિંદરે 2018 જકાર્તા એશિયન ગેમ્સમાં પણ ગોલ્ડ મેડલ જીત્યો હતો.


તેજિન્દર પાલ સિંહ તૂરે ગોલ્ડ જીત્યો
ભારતીય એથ્લેટ તેજિન્દર પાલ સિંહ તૂરે ભારત માટે શોટ પુટ એટલે ગોળા ફેંકમાં ગોલ્ડ મેડલ જીત્યો છે. એશિયન ગેમ્સમાં ભારતનો આ 13મો ગોલ્ડ મેડલ છે. તેજિન્દર પાલ સિંહ તૂરે 20.36 મીટરના થ્રો સાથે આ મેડલ જીત્યો છે.


આજે 19મી એશિયન ગેમ્સની એથ્લેટિક્સ ઈવેન્ટમાં ભારત પ્રથમ ગોલ્ડ મેડલ જીતવામાં સફળ રહ્યું હતું. પુરુષોની 3,000 મીટર વિધ્ન દોડમાં (steeplechase)  રેસમાં ભારતના અવિનાશ સાબલે 8:19:53ના સમય સાથે પ્રથમ સ્થાન મેળવીને ગોલ્ડ મેડલ જીત્યો હતો. આ એશિયન ગેમ્સમાં ભારતનો આ 12મો ગોલ્ડ મેડલ છે અને એથ્લેટિક્સ ઈવેન્ટમાં તેનો ત્રીજો મેડલ છે.


 






આ વખતે ભારત એશિયન ગેમ્સમાં એથ્લેટિક્સમાં એટલે કે ટ્રેક અને ફિલ્ડ ઈવેન્ટ્સમાં સૌથી વધુ મેડલ જીતે તેવી અપેક્ષા છે. અવિનાશ સાબલે ગોલ્ડ મેડલ જીતીને એ અપેક્ષાઓ અકબંધ રાખી છે. અવિનાશ સાબલે એશિયન ગેમ્સના ઈતિહાસમાં 3000 મીટર સ્ટીપલચેસમાં ગોલ્ડ મેડલ જીતનાર પ્રથમ ભારતીય પુરૂષ ખેલાડી પણ બન્યો છે.



એશિયન ગેમ્સ 2023માં ભારતે શરૂઆતના સાત દિવસમાં ખૂબ જ સારું પ્રદર્શન કર્યું હતું. મેડલની સંખ્યા 38 પર પહોંચી હતી, જેમાં 10 ગોલ્ડ અને 14 સિલ્વર અને 14 બ્રોન્ઝ મેડલનો સમાવેશ થાય છે. 8માં દિવસે ભારતની બેગમાં અત્યાર સુધીમાં 2 ગોલ્ડ, 2 સિલ્વર અને 2 બ્રોન્ઝ આવ્યા છે, જેનાથી મેડલની કુલ સંખ્યા 44 થઈ ગઈ છે. 



ચીનના હાંગઝોઉમાં 19મી એશિયન ગેમ્સનો આજે 8મો દિવસ છે. સાતમા દિવસે, ભારતે કુલ 5 મેડલ જીત્યા હતા, જેમાં સ્ક્વોશ મેન્સ ટીમ અને ટેનિસ મિક્સ ડબલ્સમાં ગોલ્ડ પણ સામેલ હતો. હવે સુપર સન્ડે પર ઘણી ફાઈનલ અને મેડલ ઈવેન્ટ્સ યોજાવાની છે. આવી સ્થિતિમાં આજનો દિવસ મહત્વનો બની શકે છે અને મેડલની લાઇન લાગી શકે છે. ગોલ્ફ અને બોક્સિંગ પર વિશેષ ધ્યાન આપવામાં આવશે.