Asian Games 2023 Day 10 Live: બોક્સિંગમાં પ્રીતિ પવારે જીત્યો બ્રોન્ઝ, લવલીના ફાઇનલમાં પહોંચી

Asian Games 2023 Day 10 Live: આ સિવાય સ્ક્વોશમાં દીપિકા પલિક્કલ પર નજર રહેશે. ભારતીય તીરંદાજી ટીમ સેમિફાઇનલમાં જગ્યા બનાવવાના ઇરાદા સાથે ઉતરશે

gujarati.abplive.com Last Updated: 03 Oct 2023 02:55 PM
Asian Games Live: લવલિના બોક્સિંગમાં ફાઇનલમાં પહોંચી

બોક્સિંગમાં લવલિના બોરગોહેન મહિલાઓની 75 કિગ્રા વજન વર્ગની ફાઇનલમાં પહોંચી છે. તેણે થાઈલેન્ડની બાઇસન સામેની મેચ 5-0ના માર્જિનથી જીતી હતી.  તેણે પેરિસ ઓલિમ્પિકની ટિકિટ પણ મેળવી લીધી છે. 


 


 


 





Asian Games Live: પ્રીતિએ બ્રોન્ઝ મેડલ જીત્યો

પ્રીતિ પવારે બોક્સિંગમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. પ્રીતિ સેમીફાઈનલમાં ચીનની યુઆન ચાંગ સામે હારી ગઈ હતી. આવી સ્થિતિમાં તેને બ્રોન્ઝથી સંતોષ માનવો પડ્યો હતો. જોકે, સારી વાત એ હતી કે પ્રીતિને પેરિસ ઓલિમ્પિકનો ક્વોટા પણ મળ્યો હતો.


 


 





Asian Games 2023 Live: ભારતીય પુરૂષ ક્રિકેટ ટીમ સેમિફાઈનલમાં પહોંચી

ક્વાર્ટર ફાઈનલ મેચમાં ભારતીય પુરૂષ ક્રિકેટ ટીમે નેપાળને 23 રને હરાવ્યું છે. આ સાથે ભારતીય ટીમ 2023 એશિયન ગેમ્સની સેમિફાઇનલમાં પહોંચી ગઈ છે. ભારત તરફથી બેટિંગ કરતા યશસ્વી જયસ્વાલે સદી ફટકારી હતી. જ્યારે બોલિંગમાં રવિ બિશ્નોઈ અને અવેશ ખાને ત્રણ-ત્રણ વિકેટ ઝડપી હતી.

Asian Games 2023 Live: ભારતીય મહિલા હોકી ટીમની શાનદાર જીત

એશિયન ગેમ્સ 2023માં  છેલ્લી પુલ મેચમાં ભારતીય મહિલા હોકી ટીમે હોંગકોંગને  હરાવ્યું છે. જો કે ટીમ ઈન્ડિયા પહેલાથી જ સેમિફાઈનલમાં પ્રવેશી ચૂકી છે, પરંતુ આ જીત ટીમનું મનોબળ વધુ વધારશે. ભારતીય ટીમે હોંગકોંગ પર 13-0થી જીત મેળવી હતી





Asian Games 2023 Live: ભારતે નેપાળને 203 રનનો ટાર્ગેટ આપ્યો હતો

એશિયન ગેમ્સ 2023ની ક્વાર્ટર ફાઈનલ મેચમાં ભારતે નેપાળને 203 રનનો ટાર્ગેટ આપ્યો છે. ભારત માટે ઓપનર યશસ્વી જયસ્વાલે 49 બોલમાં 100 રન બનાવ્યા હતા. રિંકુ સિંહે માત્ર 15 બોલમાં 37 રનની અણનમ ઇનિંગ રમી હતી.

Asian Games Live:યશસ્વી જયસ્વાલે સદી ફટકારી

મેન્સ ક્રિકેટમાં ભારત અને નેપાળની ટીમ રમી રહી છે. . આ ક્વાર્ટર ફાઈનલ મેચમાં ભારતના યશસ્વી જયસ્વાલે  માત્ર 48 બોલમાં સદી ફટકારી હતી. આ દરમિયાન યશસ્વી જયસ્વાલે 8 ફોર અને 7 સિક્સર ફટકારી હતી.

Asian Games 2023: જ્યોતિ પછી અદિતિ ગોપીચંદ પણ સેમિ ફાઇનલમાં

જ્યોતિ બાદ અદિતિ ગોપીચંદે પણ તિરંદાજીમાં સેમિફાઇનલમાં પ્રવેશ કર્યો છે. અદિતિએ ક્વાર્ટર ફાઇનલમાં ફિલિપાઇન્સની અમાયા સામે જીત મેળવી હતી





Asian Games 2023: કબડ્ડીમાં ભારતની વિજયી શરૂઆત

કબડ્ડીમાં ભારતે વિજય સાથે શરૂઆત કરી છે. ભારતની પુરૂષ કબડ્ડી ટીમે તેની પ્રથમ પુલ મેચમાં બાંગ્લાદેશને ખરાબ રીતે હરાવ્યું અને 37 પોઈન્ટ મેળવ્યા હતા.  ભારતે બાંગ્લાદેશને 55-18ના સ્કોરથી હરાવ્યું.

Asian Games 2023: જ્યોતિએ તિરંદાજીમાં મેડલ નિશ્વિત કર્યો

ભારતની જ્યોતિએ તિરંદાજીમાં સેમિફાઇનલમાં પ્રવેશ કર્યો છે. તેણે મેડલ નિશ્વિત કર્યો હતો. જ્યોતિએ ક્વાર્ટર ફાઇનલમાં જેક્સેનબિનોવાને હરાવી હતી. જ્યોતિએ 147-144થી મેચ જીતી હતી.

Asian Games 2023 Live:ક્રિકેટમાં નેપાળ અને ભારત વચ્ચે ક્વાર્ટર ફાઈનલ મેચ

2023 એશિયન ગેમ્સમાં પુરુષોની ક્રિકેટમાં નેપાળ સામે ભારતની મેચ શરૂ થઇ ગઇ છે.  ભારતીય કેપ્ટન ઋતુરાજ ગાયકવાડે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો છે. ભારતીય ટીમ માટે આજે ઘણા યુવા ખેલાડીઓ ડેબ્યુ કરી રહ્યા છે. જેમાં જીતેશ શર્મા અને આ સાંઈકિશોરનો સમાવેશ થાય છે.





આજે ભારતના આ ખેલાડીઓ પર રહેશે નજર

પ્રથમ ક્વાર્ટર ફાઇનલમાં નેપાળ સામે ભારત પ્રથમ બેટિંગ કરશે

બ્રેકગ્રાઉન્ડ

Asian Games 2023 Day 10 Live: એશિયન ગેમ્સના દસમા દિવસે ભારતીય ક્રિકેટ ટીમે નેપાળ સામે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો છે. તે સિવાય એશિયન ગેમ્સમાં કબડ્ડી ટીમ પ્રથમ વખત મેદાનમાં ઉતરશે. ઋતુરાજ ગાયકવાડના નેતૃત્વમાં ભારતીય ક્રિકેટ ટીમ નેપાળના પડકારનો સામનો કરશે. આ સિવાય ભારતીય કબડ્ડી ટીમ પોતાના અભિયાનની શરૂઆત બાંગ્લાદેશ સામેની મેચથી કરશે.


સ્ક્વોશમાં દીપિકા પલ્લિકલ પર નજર


મંગળવારે ભારતીય બેડમિન્ટન ખેલાડી પીવી સિંધુ, કિંદામી શ્રીકાંત અને અન્ય ઘણા ખેલાડીઓ મેદાનમાં ઉતરશે. આ સિવાય સ્ક્વોશમાં દીપિકા પલિક્કલ પર નજર રહેશે. ભારતીય તીરંદાજી ટીમ સેમિફાઇનલમાં જગ્યા બનાવવાના ઇરાદા સાથે ઉતરશે. આ પહેલા એશિયન ગેમ્સના 9મા દિવસે ભારતીય ખેલાડીઓએ 7 મેડલ જીત્યા હતા. ભારતે અત્યાર સુધીમાં 60 મેડલ જીત્યા છે. જેમાં 13 ગોલ્ડ મેડલ ઉપરાંત 24 સિલ્વર મેડલ અને 23 બ્રોન્ઝ મેડલ સામેલ છે.


એશિયન ગેમ્સમાં સોમવારનો દિવસ ભારત માટે શાનદાર રહ્યો. સોમવારે ભારતીય ખેલાડીઓએ 7 મેડલ જીત્યા હતા. આ 7 મેડલમાંથી એથ્લેટ્સે ભારત માટે 5 મેડલ જીત્યા હતા. આજની રમતના અંત સુધી, તેજસ્વિન શંકર 4260 પોઈન્ટ સાથે ડેકાથલોનમાં ટોચ પર છે. ભારતીય ટીમને 400 મીટર મિક્સ્ડ રિલેમાં સિલ્વર મેડલ મળ્યો. આજે અગાઉ, સ્કેટરોએ 2 બ્રોન્ઝ મેડલ જીત્યા હતા. આ પછી બપોરે ટેબલ ટેનિસની મહિલા ડબલ્સ સ્પર્ધામાં બ્રોન્ઝ જીત્યો હતો. જ્યારે સાંજથી એથ્લેટિક્સ ઈવેન્ટ્સનો પ્રારંભ થયો હતો.


સ્કેટિંગમાં ભારતે બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. મહિલા ટીમે સ્કેટિંગ 3000 મીટર રિલેમાં 4:34.861ના સમય સાથે મેડલ જીત્યો હતો. આ પછી, પુરુષોની ટીમે 4:10.128ના સમય સાથે રિલે ઇવેન્ટમાં ભારત માટે બ્રોન્ઝ મેડલ જીત્યો હતો.


સુતીર્થ મુખર્જી અને આહિકા મુખર્જીને બ્રોન્ઝ


જો કે, ટેબલ ટેનિસમાં સુતીર્થ મુખર્જી અને આહિકા મુખર્જીને સેમિફાઇનલમાં કોરિયન જોડી સામે હારનો સામનો કરવો પડ્યો હતો. આ રીતે સુતીર્થ મુખર્જી અને આહિકા મુખર્જીએ બ્રોન્ઝ મેડલ મેળવ્યા હતા. કોરિયન ખેલાડીએ ભારતીય જોડીને 1-7, 8-11, 11-7, 8-11, 9-11, 11-5, 2-11થી હરાવી હતી.


સ્ટીપલચેઝ ઈવેન્ટમાં સિલ્વર અને બ્રોન્ઝ મેળવ્યો


પારુલ ચૌધરીએ મહિલાઓની 3000 મીટર સ્ટીપલચેઝ સ્પર્ધામાં ભારત માટે સિલ્વર જીત્યો હતો. જ્યારે આ ઈવેન્ટમાં પ્રીતિએ બ્રોન્ઝ કબજે કર્યો હતો. સોજને વિમેન્સ લોંગ જમ્પમાં સિલ્વર મેડલ જીત્યો હતો.તેણે મહિલાઓની લોંગ જમ્પમાં 6.63 મીટરના જમ્પ સાથે સિલ્વર જીત્યો હતો. આ સિવાય ભારતના મુહમ્મદ અનસ, જિસ્ના મેથ્યુ, ઐશ્વર્યા મિશ્રા, સોનિયા બૈશ્યા, મુહમ્મદ અજમલે મિશ્ર રિલેમાં સિલ્વર મેડલ જીત્યો હતો.

- - - - - - - - - Advertisement - - - - - - - - -

TRENDING NOW

© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.