Asian Games 2023 Day 11 Live: એશિયન ગેમ્સમાં ભારતનું શાનદાર પ્રદર્શન, નીરજ ચોપડાએ જીત્યો ગૉલ્ડ, જેનાને પણ મળ્યો સિલ્વર
Asian Games 2023 Day 11 Live: નીરજ ચોપરાએ એશિયન ગેમ્સ 2018માં ગોલ્ડ મેડલ જીત્યો હતો
ચીનમાં રમાઈ રહેલી એશિયન ગેમ્સ 2023ની ભાલા ફેંકની ફાઈનલ મેચમાં ભારતને બે મેડલ મળ્યા. આ ઈવેન્ટમાં જ્યાં ભારતના ગૉલ્ડન બૉય નીરજ ચોપરાએ ગૉલ્ડ મેડલ જીત્યો હતો. ભારતના કિશોર કુમાર જેના સિલ્વર જીતવામાં સફળ રહ્યા હતા. ખાસ વાત છે કે, એશિયન ગેમ્સમાં નીરજનો આ સતત બીજો ગૉલ્ડ મેડલ હતો. કિશોરે પણ વ્યક્તિગત શ્રેષ્ઠ પ્રદર્શન કરીને સિલ્વર કબજે કર્યો હતો. આ બંને ખેલાડીઓના મેડલના કારણે એશિયન ગેમ્સમાં ભારતના મેડલની સંખ્યા હવે 80 પર પહોંચી ગઈ છે.
ભારતના સ્ટાર એથ્લેટ નીરજ ચોપરાએ ફરી એકવાર ભાલા ફેંકમાં શાનદાર પ્રદર્શન કર્યું છે. તેણે ટીમ ઈન્ડિયાને ગૉલ્ડ મેડલ અપાવ્યો. નીરજની સાથે કિશોર જેનાએ પણ સારું પ્રદર્શન કર્યું છે. તેણે પેરિસ ઓલિમ્પિક માટે ક્વૉલિફાય કર્યું છે. કિશોર બીજા ક્રમે રહ્યો. તેને સિલ્વર મેડલ મળ્યો છે.
કિશોર જેનાએ શાનદાર થ્રો કર્યો છે. તેણે 86.77 મીટરનું અંતર કવર કર્યુ છે. કિશોર ભાલા ફેંકના વર્તમાન સ્ટેન્ડિંગમાં ટોચ પર આવી ગયો છે. નીરજ બીજા નંબર પર છે. આ કિશોરનું અત્યાર સુધીનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન છે. કિશોર પેરિસ ઓલિમ્પિક માટે પણ ક્વૉલિફાય થઈ ગયો છે.
ભારતીય એથ્લેટ અવિનાશ સાબલે સિલ્વર મેડલ જીત્યો હતો. તેણે 5000 મીટરની દોડમાં ભાગ લીધો હતો.
નીરજે પ્રથમ પ્રયાસમાં 82.38 મીટરનું અંતર કવર કર્યુ હતું. આ પછી બીજો પ્રયાસ પણ શાનદાર રહ્યો. તેણે બીજા પ્રયાસમાં 84.38 મીટરનું અંતર કાપ્યું.
ભારતીય દિગ્ગજ નીરજ ચોપરાએ પ્રથમ પ્રયાસમાં 82.38 મીટરનું અંતર કવર કર્યુ છે. વાસ્તવમાં, નીરજ ચોપરાનો એક પ્રયાસ ટેક્નિકલ ખામીને કારણે અમાન્ય થઈ ગયો હતો.
ભારત મેડલ ટેલીમાં ચોથા સ્થાન પર છે. અત્યાર સુધી ભારતીય ખેલાડીઓ 74 મેડલ જીતી ચૂક્યા છે. 16 ગૉલ્ડ મેડલ ઉપરાંત ભારતે 27 સિલ્વર મેડલ અને 31 બ્રોન્ઝ મેડલ જીત્યા છે. આ સાથે જ ચીન નંબર વન પર યથાવત છે. અત્યાર સુધીમાં ચીને 166 ગૉલ્ડ સહિત કુલ 304 મેડલ જીત્યા છે. જ્યારે બીજા ક્રમે રહેલા જાપાને 34 ગૉલ્ડ સહિત 135 મેડલ કબજે કર્યા છે. આ પછી દક્ષિણ કોરિયા ત્રીજા સ્થાને છે. દક્ષિણ કોરિયાના નામે 32 ગૉલ્ડ સહિત કુલ 142 મેડલ છે.
ભારતીય પુરૂષ હોકી ટીમે શાનદાર પ્રદર્શન કરીને ફાઈનલની ટિકિટ મેળવી લીધી છે. ભારતે સેમિફાઇનલ મેચમાં કોરિયાને 5-3થી હરાવ્યું હતું. મેચની શરૂઆતથી અંત સુધી ભારતે કોરિયા પર લીડ જાળવી રાખી અને ફાઇનલમાં પ્રવેશ મેળવી લીધો. ભારતીય ટીમની નજર હવે ગોલ્ડ મેડલ પર છે.
આજે ભારતને 2023 એશિયન ગેમ્સમાં પાંચમો મેડલ મળ્યો છે. લવલીના બોરગોહેને મહિલાઓની 75 કિગ્રા વજન વર્ગમાં સિલ્વર મેડલ જીત્યો હતો. ફાઈનલ મેચમાં લવલીના હારી ગઈ હતી અને પછી તેને સિલ્વર મળ્યો હતો.
બોક્સિંગમાં પરવીન હુડ્ડાને બ્રોન્ઝ મેડલથી સંતોષ માનવો પડ્યો હતો. મહિલાઓની 57 કિગ્રા વજન વર્ગમાં તેને ચીની તાઈપેની લિન સામે હારનો સામનો કરવો પડ્યો હતો
સ્ક્વોશમાં ભારતે બ્રોન્ઝ મેડલ જીત્યો છે. અનાહત સિંહ અને અભય સિંહની મિક્સ ડબલ્સની જોડી સેમિફાઈનલમાં હારી ગઈ હતી. જેના કારણે તેઓને બ્રોન્ઝ મેડલથી સંતોષ માનવો પડ્યો હતો. મિક્સ્ડ ડબલ્સની સેમિફાઇનલમાં મલેશિયાની જોડીએ ભારતીય જોડીને 11-8, 2-11, 9-11થી પરાજય આપ્યો હતો.
ભારતની દીપિકા પલ્લીકલ અને હરિન્દર પાલ સિંહે મિક્સ્ડ ડબલ્સ સ્ક્વોશની ફાઇનલમાં પ્રવેશ કર્યો છે. ભારતીય જોડીએ જોરદાર વાપસી કરી હતી અને પ્રથમ સેટ ગુમાવ્યા બાદ સેમિફાઇનલમાં હોંગકોંગ સામે જીત મેળવી હતી. આ સાથે ભારતીય ટીમે મેડલ નિશ્ચિત કરી લીધો છે.
જ્યોતિ વેનમ અને ઓજસ દેવતાલેની ભારતીય મિશ્રિત ટીમે કમ્પાઉન્ડ તીરંદાજીમાં ગોલ્ડ મેડલ જીત્યો છે. જ્યોતિ અને ઓજસ દેવતાલેની જોડીએ ફાઈનલમાં કોરિયન જોડીને 159-158થી હરાવીને કમ્પાઉન્ડ મિક્સ્ડ ટીમ ઈવેન્ટમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. આ સાથે ભારતે જાકાર્તામાં 70 મેડલ જીતવાના રેકોર્ડને પાછળ છોડી દીધો છે
એશિયન ગેમ્સમાં 11મા દિવસે ભારતને એથ્લેટિક્સમાં મેડલ મળ્યો છે. મંજૂ રાની અને રામ બાબુની જોડીએ મિક્સ્ડ 35 કિમીની રેસમાં બ્રોન્ઝ મેડલ જીત્યો છે. આ ભારતીય જોડીએ 35 કિલોમીટર વૉકિંગ રેસ ઈવેન્ટમાં દેશ માટે બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. 2023 એશિયન ગેમ્સમાં ભારતનો આ 70મો મેડલ છે. મંજુ રાની અને રામ બાબુએ 35 કિમી રેસ વોક મિક્સ્ડ ટીમ ઈવેન્ટમાં બ્રોન્ઝ જીત્યો છે.
બ્રેકગ્રાઉન્ડ
Asian Games 2023 Day 11 Live: એશિયન ગેમ્સના દસમા દિવસે ભારતે 9 મેડલ જીત્યા હતા જેમાં બે ગોલ્ડ મેડલનો સમાવેશ થાય છે. આ રીતે ભારતના મેડલની સંખ્યા વધીને 69 થઈ ગઈ છે. 15 ગોલ્ડ મેડલ ઉપરાંત ભારતીય ખેલાડીઓએ 26 સિલ્વર મેડલ અને 28 બ્રોન્ઝ મેડલ જીત્યા છે. જો કે હવે ભારતીય ચાહકોની નજર બુધવારે રમાનારી રમતો પર છે. એશિયન ગેમ્સના અગિયારમા દિવસે ભારતીય ખેલાડીઓ અનેક ઈવેન્ટ્સમાં મેડલ જીતવા માટે સ્પર્ધા કરશે.
નીરજ ચોપરા અને ભારતીય હોકી ટીમ પર નજર
ભારતીય દિગ્ગજ નીરજ ચોપરા બુધવારે મેદાનમાં ઉતરશે. નીરજ ચોપરાએ એશિયન ગેમ્સ 2018માં ગોલ્ડ મેડલ જીત્યો હતો. આ રીતે નીરજ ચોપરા પોતાના ટાઈટલનો બચાવ કરશે. આ સાથે જ ભારતીય પુરૂષ હૉકી ટીમ સેમિફાઇનલમા રમશે. ભારતીય પુરૂષ હૉકી ટીમ સેમિફાઇનલમાં દક્ષિણ કોરિયાના પડકારનો સામનો કરશે.
આ ખેલાડીઓ જીત્યા મેડલ
ભારતીય બોક્સર નરેન્દ્રએ બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. નરેન્દ્રને 92 કિગ્રા ઈવેન્ટની સેમીફાઈનલ મેચમાં હારનો સામનો કરવો પડ્યો હતો. સેમિફાઇનલમાં હારને કારણે નરેન્દ્રને બ્રોન્ઝ મેડલથી સંતોષ માનવો પડ્યો હતો. ભારતની સ્ટાર મહિલા બોક્સર લોવલિના બોર્ગોહેને 75 કિગ્રા વજન વર્ગમાં ફાઇનલમાં પ્રવેશ કર્યો છે. લવલિનાએ મેડલ પાક્કો કર્યો છે. તેણે પેરિસ ઓલિમ્પિકનો ક્વોટા પણ હાંસલ કર્યો છે.
ભારતીય એથ્લેટ પારુલ ચૌધરીએ ગોલ્ડ મેડલ જીત્યો હતો, પારુલ ચૌધરીએ 5000 મીટર દોડમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. ભારતે 400 મીટર હર્ડલ રેસમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. ભારતની સ્ટાર એથ્લેટ વિથ્યા રામરાજે 400 મીટર હર્ડલ રેસમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. ભારતીય મહિલા ટીમે કબડ્ડીમાં શાનદાર જીત મેળવી હતી. ભારતીય ટીમે કોરિયાને 56-23થી હરાવ્યું હતું. કોરિયા ભારત સાથે સ્પર્ધા કરવામાં ખરાબ રીતે નિષ્ફળ ગયું હતું.
ભારતીય પુરૂષ ક્રિકેટ ટીમ સેમી ફાઇનલમાં પહોંચી
ક્વાર્ટર ફાઈનલ મેચમાં ભારતીય પુરૂષ ક્રિકેટ ટીમે નેપાળને 23 રને હરાવ્યું હતું. આ સાથે ભારતીય ટીમ 2023 એશિયન ગેમ્સની સેમિફાઇનલમાં પહોંચી ગઈ છે. ભારત તરફથી બેટિંગ કરતા યશસ્વી જયસ્વાલે સદી ફટકારી હતી. જ્યારે બોલિંગમાં રવિ બિશ્નોઈ અને અવેશ ખાને ત્રણ-ત્રણ વિકેટ ઝડપી હતી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -