Asian Games 2023 Day 5: એશિયન ગેમ્સમાં પાંચમા દિવસે ભારતે મેન્સ 10 મીટર એર પિસ્તોલ ઇવેન્ટમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. ભારત માટે સરબજોત સિંહ, અર્જુન સિંહ ચીમા અને શિવા નરવાલે મેન્સ 10 મીટર એર પિસ્તોલ ઇવેન્ટમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો.
ભારતે આજે પોતાનો પ્રથમ ગોલ્ડ મેડલ જીત્યો છે. આ ગોલ્ડ શૂટિંગમાં મળ્યો છે. અર્જુન ચીમા, સરબજોત સિંહ અને શિવ નરવાલની ટીમે 10 મીટર એર પિસ્તોલ ઈવેન્ટમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. ભારતે યજમાન ચીનને માત્ર એક પોઈન્ટથી હરાવ્યું હતું. ભારતનો આ છઠ્ઠો ગોલ્ડ મેડલ હતો. ભારતની મેડલ સંખ્યા હવે 24 પર પહોંચી ગઈ છે.
સરબજોત સિંઘ, શિવા નરવાલ અને અર્જુન સિંહ ચીમાની ભારતીય ત્રિપુટીએ કુલ 1734નો સ્કોર પૂરો કર્યો અને ટીમ ગોલ્ડ માટે ચીનને એક પોઇન્ટથી હાર આપી છે. વિયેતનામ 1730 પોઈન્ટ સાથે સાથે બ્રોન્ઝ જીત્યો. સરબજોત (580) અને અર્જુન (578) અનુક્રમે 5મું અને 8મું સ્થાન ધરાવે છે.
ભારતીય વુશુ ખેલાડી રોશિબિના દેવીએ સિલ્વર મેડલ જીત્યો છે. રોશિબિના દેવીને 60 કિલોગ્રામ મહિલા વર્ગમાં ચીનની ખેલાડીએ હાર આપી હતી. આ રીતે ચીને ગોલ્ડ મેડલ જીત્યો હતો. જ્યારે રોશિબિના દેવીને સિલ્વર મેડલથી સંતોષ માનવો પડ્યો હતો. ખરેખર, એશિયન ગેમ્સમાં ભારત ક્યારેય વુશુમાં મેડલ જીતી શક્યું નથી.
ભારતના ગોલ્ડ મેડલ્સ
-ઐશ્વર્યા તોમર, રૂદ્રાંક્ષ પાટીલ અને દિવ્યાંશ પંવાર, 10 મીટર એર રાઈફલ ટીમ ઈવેન્ટ (શૂટીંગ)
-મહિલા ક્રિકેટ ટીમ
-ઘોડેસવારીમાં ભારતે ડ્રેસેજ ટીમ ઇવેન્ટ (દિવ્યકીર્તિ સિંહ, , હૃદય વિપુલ છેડા અને અનુષ અગ્રવાલ, સુદીપ્તિ હજેલા)
-મનુ ભાકર, ઈશા સિંહ, રિધમ સાંગવાન (25 મીટર પિસ્તોલ ટીમ ઈવેન્ટ)
- સિફ્ટ કૌર સમરા 50 મીટર રાઇફલ 3 પોઝિશન્સ (મહિલા)