Hangzhou Asian Games: એશિયન ગેમ્સના પાંચમાં દિવસે ભારતના ખાતામાં પ્રથમ ગોલ્ડ મેડલ આવ્યો છે. ભારતને શૂટિંગમાં ગોલ્ડ મેડલ જીત્યો છે. ભારતે પુરુષોની 10 મીટર એર પિસ્તોલ ટીમ ગોલ્ડ મેડલ જીત્યો છે. સરબજોત સિંઘ, શિવા નરવાલ અને અર્જુન સિંહ ચીમાની ભારતીય ત્રિપુટીએ કુલ 1734નો સ્કોર પૂરો કર્યો અને ટીમ ગોલ્ડ માટે ચીનને એક પોઇન્ટથી હાર આપી છે. વિયેતનામ 1730 પોઈન્ટ સાથે સાથે બ્રોન્ઝ જીત્યો.


સરબજોત (580) અને અર્જુન (578) અનુક્રમે 5મું અને 8મું સ્થાન ધરાવે છે અને આજે IST સવારે 9 વાગ્યે યોજાનારી વ્યક્તિગત ફાઈનલ માટે ક્વોલિફાય છે. શિવ (576) 14મા ક્રમે છે.


ભારતીય વુશુ ખેલાડી રોશિબિના દેવીએ સિલ્વર મેડલ જીત્યો છે. રોશિબિના દેવીને 60 કિલોગ્રામ મહિલા વર્ગમાં ચીનની ખેલાડીએ હાર આપી હતી. આ રીતે ચીને ગોલ્ડ મેડલ જીત્યો હતો. જ્યારે રોશિબિના દેવીને સિલ્વર મેડલથી સંતોષ માનવો પડ્યો હતો. ખરેખર, એશિયન ગેમ્સમાં ભારત ક્યારેય વુશુમાં મેડલ જીતી શક્યું નથી. રોશિબિના દેવી પાસે ગોલ્ડ મેડલ જીતવાની તક હતી, પરંતુ તે ચૂકી ગઈ.


ટેનિસ મેન્સ ડબલ્સમાં મેડલ કન્ફર્મ...


આ સિવાય ટેનિસ મેન્સ ડબલ્સમાં સાકેત માયનેની અને રામનાથન રામકુમારની જોડીએ સેમિફાઇનલમાં પહોંચીને મેડલ નિશ્ચિત કરી લીધો છે. ભારતને ગુરુવારે શૂટિંગ, ટેનિસ, વુશુ અને ઘોડેસવારીમાં મેડલ મળી શકે છે.






એશિયન ગેમ્સના ચોથા દિવસે ભારતીય ખેલાડીઓએ જોરદાર પ્રદર્શન કર્યું. બુધવારે ભારતે 2 ગોલ્ડ મેડલ જીત્યા હતા. અત્યાર સુધીમાં 2 ગોલ્ડ મેડલ સિવાય ભારતીય ટીમે 3 સિલ્વર અને 3 બ્રોન્ઝ જીત્યા છે. આ રીતે ભારતના મેડલની સંખ્યા 22 પર પહોંચી ગઈ છે. એશિયન ગેમ્સના ચોથા દિવસે ભારતીય શૂટર્સની ચમક જોવા મળી હતી. જોકે મેડલ ટેલીમાં ચીન હજુ પણ નંબર વન પર યથાવત છે. અત્યાર સુધીમાં ચીને 140 મેડલ જીત્યા છે જેમાં 76 ગોલ્ડ મેડલનો સમાવેશ થાય છે.


એશિયન ગેમ્સમાં ભારતે અત્યાર સુધીમાં 24 મેડલ જીત્યા છે. ભારતે 6 ગોલ્ડ મેડલ જીત્યા છે. આ સિવાય ભારતે 8 સિલ્વર મેડલ જીત્યા છે. ભારતે 10 બ્રોન્ઝ મેડલ પણ જીત્યા છે.