Asian Games 2023 Day 5 Live: પાંચમા દિવસે ભારતની શાનદાર શરૂઆત, વુશુમાં સિલ્વર બાદ શૂટિંગમાં જીત્યો ગોલ્ડ મેડલ
asian games 2023 day 5 Live: એશિયન ગેમ્સ 2023માં ટીમ ઈન્ડિયા માટે ચોથો દિવસ પણ સારો રહ્યો હતો
એશિયન ગેમ્સ 2023માં સ્ક્વોશ મહિલા ટીમ ઇવેન્ટમાં ભારતે મલેશિયા સામે 3-0થી હાર છતાં સેમિફાઇનલમાં સ્થાન મેળવવાની સાથે સાથે મેડલ નિશ્વિત કર્યો હતો. હવે સેમિફાઇનલમાં મહિલા ટીમનો મુકાબલો હોંગકોંગની ટીમ સામે થશે.
પીવી સિંધુ પાસેથી મેડલની આશા વધી ગઈ છે. પીવી સિંધુએ પ્રી-ક્વાર્ટર ફાઈનલ મેચમાં શાનદાર જીત મેળવી છે. સિંધુએ હવે ક્વાર્ટર ફાઇનલમાં સ્થાન મેળવ્યું છે.
શરથ કમલ અને સાથિયાને મેન્સ ડબલ્સના 32 રાઉન્ડમાં મોંગોલિયાની જોડીને 3-0 (11-5, 11-3, 11-3)થી આસાનીથી પરાજય આપ્યો હતો. આ સાથે ભારતીય જોડી અંતિમ 16માં પહોંચી ગઈ છે.
મનિકા બત્રા અને સાથિયાન રાઉન્ડ ઓફ 16માં સિંગાપોરના ક્લેરેન્સ અને ઝેંગ જિયાન સામે હારી ગયા હતા. ભારતીય ટીમ 2-0થી આગળ હતી અને ક્વાર્ટર ફાઈનલ તરફ આગળ વધી રહી હોય તેવું લાગી રહ્યું હતું, પરંતુ સિંગાપોરના ખેલાડીઓએ અંતે જોરદાર વાપસી કરી અને મેચ 13-11, 12-10, 11-3થી જીતી લીધી
એશિયન ગેમ્સના પાંચમાં દિવસે ભારતના ખાતામાં પ્રથમ ગોલ્ડ મેડલ આવ્યો છે. ભારતને શૂટિંગમાં ગોલ્ડ મેડલ જીત્યો છે. ભારતે પુરુષોની 10 મીટર એર પિસ્તોલ ટીમ ગોલ્ડ મેડલ જીત્યો છે. સરબજોત સિંઘ, શિવા નરવાલ અને અર્જુન સિંહ ચીમાની ભારતીય ત્રિપુટીએ કુલ 1734નો સ્કોર પૂરો કર્યો અને ટીમ ગોલ્ડ માટે ચીનને એક પોઇન્ટથી હાર આપી છે
ભારતીય વુશુ ખેલાડી રોશિબિના દેવીએ સિલ્વર મેડલ જીત્યો છે. રોશિબિના દેવીને 60 કિલોગ્રામ મહિલા વર્ગમાં ચીનની ખેલાડીએ હરાવી હતી. આ રીતે ચીને ગોલ્ડ મેડલ જીત્યો હતો. જ્યારે રોશિબિના દેવીને સિલ્વર મેડલથી સંતોષ માનવો પડ્યો હતો. વાસ્તવમાં એશિયન ગેમ્સમાં ભારત ક્યારેય વુશુમાં મેડલ જીતી શક્યું નથી. રોશિબિના દેવી પાસે ગોલ્ડ મેડલ જીતવાની તક હતી, પરંતુ તે ચૂકી ગઈ હતી.
જોકે, આજે ભારતીય વુશુ ખેલાડી રોશિબિના દેવી ઈતિહાસ રચવા ઉતરશે. રોશિબિના દેવી 60 કિલોગ્રામમાં વુશુની ફાઇનલમાં પહોંચી છે. આ રીતે રોશિબિના દેવી પાસે ગોલ્ડ મેડલ જીતવાની તક છે. એશિયન ગેમ્સના ઈતિહાસમાં અત્યાર સુધી ભારત ક્યારેય વુશુમાં ગોલ્ડ મેડલ જીતી શક્યું નથી.
બ્રેકગ્રાઉન્ડ
asian games 2023 day 5 Live: એશિયન ગેમ્સ 2023માં ટીમ ઈન્ડિયા માટે ચોથો દિવસ પણ સારો રહ્યો હતો. હવે ભારત પાસે કુલ 22 મેડલ છે. ભારતીય ખેલાડીઓએ 5 ગોલ્ડ, 7 સિલ્વર અને 10 બ્રોન્ઝ મેડલ જીત્યા છે. ભારતે શૂટિંગ, મહિલા ક્રિકેટ અને ઘોડેસવારીમાં ગોલ્ડ મેડલ જીત્યા છે. ઐશ્વર્યા તોમર, રૂદ્રાંક્ષ પાટીલ અને દિવ્યાંશ પવારે 10 મીટર એર રાઈફલ ટીમ ઈવેન્ટમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. મનુ ભાકર, ઈશા સિંહ અને રિધમ સાંગવાને 25 મીટર પિસ્તોલ ટીમ ઈવેન્ટમાં ગોલ્ડ જીત્યો હતો. સિફ્ટ કૌર સમરાએ 50 મીટર રાઇફલ 3 પોઝિશન (મહિલા)માં ગોલ્ડ મેડલ જીત્યો હતો. ભારતના કુલ 22 મેડલ્સમાં પાંચ ગોલ્ડ, સાત સિલ્વર અને 10 બ્રોન્ઝ મેડલનો સમાવેશ થાય છે.
ભારતના ગોલ્ડ મેડલ્સ
-ઐશ્વર્યા તોમર, રૂદ્રાંક્ષ પાટીલ અને દિવ્યાંશ પંવાર, 10 મીટર એર રાઈફલ ટીમ ઈવેન્ટ (શૂટીંગ)
-મહિલા ક્રિકેટ ટીમ
-ઘોડેસવારીમાં ભારતે ડ્રેસેજ ટીમ ઇવેન્ટ (દિવ્યકીર્તિ સિંહ, , હૃદય વિપુલ છેડા અને અનુષ અગ્રવાલ, સુદીપ્તિ હજેલા)
-મનુ ભાકર, ઈશા સિંહ, રિધમ સાંગવાન (25 મીટર પિસ્તોલ ટીમ ઈવેન્ટ)
- સિફ્ટ કૌર સમરા 50 મીટર રાઇફલ 3 પોઝિશન્સ (મહિલા)
ભારતના સિલ્વર મેડલ્સ
-ઈશા સિંહ, 25 મીટર પિસ્તોલ શૂટિંગ (મહિલા વર્ગ)
-અનંત જીત સિંહ, શૂટિંગ (સ્કીટ)
-નેહા ઠાકુર સેલિંગ (ડીંગી – ILCA4 ઇવેન્ટ)
-મેહુલી ઘોષ, આશી ચોકસે અને રમિતા જિંદાલ - 10 મીટર એર રાઈફલ ટીમ ઈવેન્ટ (શૂટિંગ)
-અર્જુન લાલ જાટ અને અરવિંદ સિંહ, પુરુષોની લાઇટવેઇટ ડબલ સ્કલ્સ (રોઇંગ)
-સિફ્ટ કૌર સમરા, આશિ ચૌકસી અને માનિની કૌશિક (50 મીટર રાઇફલ 3P ટીમ ઇવેન્ટ)
-મેન્સ કોક્સેડ 8 ટીમ – (રોઇંગ)
ભારતનો બ્રોન્ઝ મેડલ્સ
-બાબુ લાલ અને લેખ રામ, મેન્સ કોક્સલેસ ડબલ્સ - (રોઇંગ)
-રમિતા જિંદાલ- મહિલા 10 મીટર એર રાઈફલ (શૂટિંગ)
-આશિષ, ભીમ સિંહ, જસવિન્દર સિંહ અને પુનીત કુમાર - મેન્સ કોક્સલેસ 4 (રોઈંગ)
-પરમિન્દર સિંઘ, સતનામ સિંઘ, જકાર ખાન અને સુખમીત સિંહ - મેન્સ ક્વાડ્રુપલ સ્કલ્સ (રોઇંગ)
-ઐશ્વર્યા પ્રતાપ સિંહ તોમર - પુરુષોની 10 મીટર એર રાઈફલ (શૂટિંગ)
-અનીશ, વિજયવીર સિદ્ધુ અને આદર્શ સિંહ - પુરુષોની 25 મીટર રેપિડ ફાયર પિસ્તોલ (શૂટિંગ)
-ઇબાદ અલી સેલિંગ (RS:X)
-આશી ચોકસી 50 મીટર રાઇફલ 3 પોઝિશન્સ (મહિલા)
-અંગદ, ગુરજોત અને અનંત જિત: સ્કીટ ટીમ ઈવેન્ટ (શૂટીંગ)
-વિષ્ણુ સરવણન, સેલિંગ (ILCA7): ILCA7
- - - - - - - - - Advertisement - - - - - - - - -