Asian Games 2023, Day 6 : એશિયન ગેમ્સમાં છઠ્ઠા દિવસે ભારતને પ્રથમ ગોલ્ડ મેડલ મળ્યો છે. શૂટિંગમાં ભારતીય પુરુષ ટીમે ગોલ્ડ મેડલ જીત્યો હતો. આ અગાઉ ઈશા, પલક અને દિવ્યાની ટીમે 10 મીટર એર પિસ્તોલ ઈવેન્ટમાં ભારત માટે સિલ્વર મેડલ જીત્યો છે.
ભારતને શૂટિંગમાં વધુ એક મેડલ મળ્યો છે. ભારતીય ટીમે 50 મીટર રાઈફલ ઈવેન્ટમાં ગોલ્ડ મેડલ જીત્યો છે. ભારતની ટીમ સ્વપ્નિલ, ઐશ્વર્ય તોમર અને અખિલે ગોલ્ડ મેડલ જીત્યો છે. 7 ગોલ્ડ સાથે ભારત હવે મેડલ ટેબલમાં ચોથા સ્થાને આવી ગયું છે.
ઐશ્વર્ય પ્રતાપ સિંહ, સ્વપ્નિલ અને અખિલની ભારતીય જોડીએ શૂટિંગમાં કમાલ કર્યો હતો. ત્રણેય સાથે મળીને 50 મીટર રાઇફલ 3 પોઝિશન મેન્સ ટીમ ઇવેન્ટમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. ત્રણેએ મળીને 1769નો સ્કોર કર્યો હતો. ચીનની લિશુ, હાઓ અને જિયા મિંગની જોડીએ સિલ્વર મેડલ મેળવ્યો હતો. આ સાથે જ કોરિયન ખેલાડીઓએ બ્રોન્ઝ મેડલ જીત્યો હતો.
અગાઉ એશિયન ગેમ્સમાં પાંચ દિવસે સરબજોત સિંહ, અર્જુન સિંહ ચીમા અને શિવા નરવાલની ભારતીય પુરૂષ ટીમે 10 મીટર એર પિસ્તોલ સ્પર્ધામાં ગોલ્ડ જીત્યો હતો. રોશિબિના દેવીએ 5માં દિવસે સિલ્વરના રૂપમાં દેશ માટે પહેલો મેડલ જીત્યો હતો. રોશિબિનાને વુશુમાં 60 કિગ્રા વજન વર્ગમાં ચીન સામે હારનો સામનો કરવો પડ્યો હતો. આ રીતે તેણે સિલ્વર જીત્યો હતો.
ભારતે પાંચમા દિવસ સુધી કુલ 25 મેડલ જીત્યા છે. આ મેડલમાં 6 ગોલ્ડ, 8 સિલ્વર અને 11 બ્રોન્ઝ સામેલ છે. સરબજોત દ્વારા ભારત માટે વધુ એક ગોલ્ડ જીતવાની તક હતી. 10 મીટર એર પિસ્તોલ ઈવેન્ટમાં સરબજોતે સારી શરૂઆત બાદ ચોથું સ્થાન મેળવ્યું હતું. આ પછી ભારત માટે 5માં દિવસે ત્રીજો મેડલ ઘોડે સવારીમાં બ્રોન્ઝના રૂપમાં આવ્યો. અનુષ અગ્રવાલે આ મેડલ જીત્યો હતો.