Asian Games Live Update: Asian Games 2023, Day 7 Live:ટીમ ઇન્ડિયાનું ટેનિસમાં શાનદાર પ્રદર્શન, જીત્યો ગોલ્ડ, જાણો અપડેટ્સ
ભારતે ટેનિસ ગોલ્ડ જીતીને ભારતને નવમો ગોલ્ડ અપાવ્યો છે તો મીરા ચાનુ ઇજાગ્રસ્ત થઇ હોવાથી મેડલ ચૂકી ગઇ
ભારતની મહિલા 33 બાસ્કેટબોલ ટીમે ક્વાર્ટર ફાઇનલમાં જગ્યા બનાવી લીધી છે. ટીમ ઈન્ડિયાએ મલેશિયા પર શાનદાર જીત નોંધાવી છે. તેણે મલેશિયાને 16-6થી હરાવ્યું છે.
ભારતની સ્ટાર એથ્લેટ મીરાબાઈ ચાનુ મેડલ ચૂકી ગઇ હોવાથી નિરાશ છે. મીરાબાઈ પણ અંતિમ લિફ્ટ દરમિયાન ઈજાગ્રસ્ત થઈ હતી. તેણે ક્લીન એન્ડ જર્કમાં પ્રથમ પ્રયાસમાં 108 કિલો વજન ઉપાડ્યું હતું. આ પછી, તે બીજા પ્રયાસમાં 117 કિલો વજન ઉપાડવામાં નિષ્ફળ રહી. ત્રીજા પ્રયાસમાં પણ તે સફળ થઈ શકી નહીં.
ભારતે ટેનિસમાં ગોલ્ડ મેડલ જીત્યું છે. રોહન બોપન્ના અને રુતુજા ભોસલેએ મિક્સ ડબલ્સની ફાઇનલમાં શાનદાર પ્રદર્શન કરીને તાઈપેઈની જોડીને 2-6, 6-3 અને 10-4થી હરાવી હતી.
ચીનના હાંગઝોઉમાં એશિયન ગેમ્સ 2023નું આયોજન કરવામાં આવી રહ્યું છે. તેના 7મા દિવસે શનિવારે પણ ભારતીય ખેલાડીઓએ શાનદાર પ્રદર્શન કર્યું છે. ભારતીય શૂટરોએ ત્રિરંગો લહેરાવ્યો છે. ટીમ ઈન્ડિયાએ શનિવાર સવાર સુધી શૂટિંગમાં કુલ 19 મેડલ જીત્યા છે. જેમાં 6 ગોલ્ડ, 8 સિલ્વર અને 5 બ્રોન્ઝ મેડલ સામેલ છે. સરબજોત સિંહ અને દિવ્યાએ શૂટિંગમાં શાનદાર પ્રદર્શન કર્યું અને શનિવારે સવારે ટીમ ઈન્ડિયા માટે સિલ્વર જીત્યો. જોકે તે ગોલ્ડ ચૂકી ગયો હતો.
એશિયન ગેમ્સ 2023માં ભારતને શૂટિંગમાં વધુ એક મેડલ મળ્યો છે. ભારતની સરબજોત અને દિવ્યાએ 10 મીટર એર પિસ્તોલ મિશ્રિત ટીમ ઈવેન્ટમાં સિલ્વર જીત્યો હતો. ભારતીય ટીમ પાસેથી ગોલ્ડની અપેક્ષા હતી, પરંતુ ફાઇનલમાં હાર્યા બાદ તેમને સિલ્વરથી સંતોષ માનવો પડ્યો હતો. ભારત માટે શૂટિંગમાં આ 8મો સિલ્વર મેડલ છે. એકંદરે, શૂટિંગમાં ભારત માટે આ 19મો મેડલ હતો. શૂટિંગમાં ભારતનું સતત શાનદાર પ્રદર્શન જોવા મળી રહ્યું છે.
ભારતીય એથ્લેટ જેસવિન એલ્ડ્રિન પણ ફાઈનલ માટે ક્વોલિફાઈ થઈ ગયો છે. તેણે લાંબી કૂદમાં શાનદાર પ્રદર્શન કર્યું છે. એલ્ડ્રિને 7.67 મીટરની છલાંગ લગાવી હતી.
ભારતીય એથ્લેટ જ્યોતિ યારાજી ફાઈનલમાં પહોંચી ગઈ છે. તેણે 100 મીટર હર્ડલ્સ રેસ 13.03 સેકન્ડમાં પૂરી કરી હતી. હવે તે રવિવારે સાંજે ગોલ્ડ મેડલના ટ્રેક પર ઉતરશે.
ભારત માટે સારા સમાચાર છે. મુરલી શ્રીશંકરે લાંબી કૂદની ફાઇનલમાં જગ્યા બનાવી લીધી છે. તેણે પ્રથમ પ્રયાસમાં 7.97 મીટરના નિશાનને સ્પર્શ કર્યો હતો. મુરલીને ક્વોલિફાય થવા માટે 7.90 મીટરની જરૂર હતી.
ભારતે અત્યાર સુધીમાં શૂટિંગમાં કુલ 19 મેડલ જીત્યા છે. જેમાં 9 ગોલ્ડ, 8 સિલ્વર અને 5 બ્રોન્ઝ મેડલ સામેલ છે. ટીમ ઈન્ડિયાને સરબજોત અને દિવ્યા પાસેથી ગોલ્ડ મેડલની આશા હતી. પરંતુ તેઓ ફાઈનલ જીતી શક્યા ન હતા.
ભારતીય ટીમે સિલ્વર મેડલ જીત્યો હતો. દિવ્યા અને સરબજોતને ફાઇનલમાં હારનો સામનો કરવો પડ્યો હતો. દિવ્યા અને સરબજોતે 10 મીટર એર પિસ્તોલ મિક્સ્ડ ટીમ ઈવેન્ટમાં સિલ્વર જીત્યો છે.
ટીમ ઈન્ડિયાના ઘણા ખેલાડીઓ ટેબલ ટેનિસ મેચ રમશે. ભારતીય બોક્સર પ્રીતિ સવારે 11.30 વાગ્યે તેની મેચ માટે રિંગમાં હશે. લવલીના તેની મેચ બપોરે 12.15 કલાકે રમશે. સચિન, નરેન્દ્ર અને નિશાંત પણ અલગ-અલગ મેચ માટે રિંગમાં હશે.
Asian Games 2023 Live: વેઈટલિફ્ટિંગમાં ભારતને મીરાબાઈ ચાનુ પાસેથી ગોલ્ડની આશા રહેશે. તેમની મેચ બપોરે 12.30 વાગ્યાથી છે. આજની હાઈલાઈટ્સ પર નજર કરીએ તો ભારતનું પ્રદર્શન અત્યાર સુધી સારું રહ્યું છે.
જેસવિન અને મુરલી: લોંગ જમ્પ ફાઈનલ
સરબજોત/દિવ્યા: ફાઈનલ (શૂટિંગ)
જ્યોતિ અને નિત્યા: 100 મીટર હર્ડલ્સ ફાઈનલ
જિનસન અને અજય: 1500 ફાઈનલ
જિનસન જોન્સન અને અજય કુમાર સરોજે 1500 મીટર રેસની ફાઇનલમાં જગ્યા બનાવી હતી. અજયે 3:51.93નો સમય લીધો. જ્યારે જિનસને 3:56.22નો સમય લીધો હતો.
ભારતીય એથ્લેટ જેસવિન એલ્ડ્રિન પણ ફાઈનલ માટે ક્વોલિફાઈ થઈ ગયો છે. તેણે લાંબી કૂદમાં શાનદાર પ્રદર્શન કર્યું છે. એલ્ડ્રિને 7.67 મીટરની છલાંગ લગાવી હતી.
બ્રેકગ્રાઉન્ડ
Asian Games 2023: છઠ્ઠા દિવસના અંત સુધીમાં ભારતે એશિયન ગેમ્સમાં કુલ 34 મેડલ જીત્યા છે. જેમાં 8 ગોલ્ડ મેડલનો સમાવેશ થાય છે. ટીમ ઈન્ડિયાને 7મા દિવસે પણ મેડલની આશા છે.
એશિયન ગેમ્સ 2023ના છઠ્ઠા દિવસના અંત સુધી ભારતનું પ્રદર્શન શાનદાર રહ્યું હતું. ભારતીય ખેલાડીઓએ કુલ 33 મેડલ જીત્યા છે. ટીમ ઈન્ડિયાને 8 ગોલ્ડ, 12 સિલ્વર અને 13 બ્રોન્ઝ મેડલ મળ્યા છે. હવે સાતમા દિવસે પણ ભારત મેડલની આશા રાખશે. શનિવારે સાંજે ભારત અને પાકિસ્તાન વચ્ચે હોકી મેચ રમાશે. બેડમિન્ટનની સેમીફાઈનલમાં ભારતનો મુકાબલો દક્ષિણ કોરિયા સાથે થશે. આ મેચ બપોરે રમાશે. ટીમ ઈન્ડિયાના ખેલાડીઓ ટેનિસમાં પણ કોર્ટમાં ઉતરશે.
શનિવારે તમામની નજર ભારતીય ખેલાડીઓ પર રહેશે. ભારતના મુરલી શ્રીશંકર અને જેસવિન એલ્ડ્રિન લાંબી કૂદ માટે મેદાનમાં ઉતરશે. મહિલા હર્ડલ્સમાં જ્યોતિ યારાજી અને નિત્યા રામરાજ પાસેથી આશા રહેશે. જ્યારે મોહમ્મદ અજમલ 400 મીટરની ફાઈનલ મેચ માટે ટ્રેક પર રહેશે. કાર્તિક કુમાર અને કુલવીર સિંહ 10,000 મીટરની ફાઈનલમાં ટકરાશે.
ટીમ ઈન્ડિયાની સ્ટાર એથલીટ મીરાબાઈ ચાનૂ પણ શનિવારે તેની મેચમાં ભાગ લેશે. ચાનુ 49 કિગ્રા વેઈટલિફ્ટિંગમાં પોતાની તાકાત બતાવશે. બિંદિયારાની દેવી 55 કિગ્રા વર્ગ માટે સ્પર્ધા કરશે.
ભારતીય મહિલા ક્રિકેટ ટીમે ગોલ્ડ મેડલ જીત્યો હતો. 10 મીટર એર રાઈફલ ટીમ ઈવેન્ટમાં પણ ગોલ્ડ મેડલ મેળવ્યો હતો. ઐશ્વર્યા તોમર, રુદ્રાંક્ષ પાટીલ અને દિવ્યાંશ પંવારે ભારત માટે શાનદાર પ્રદર્શન કર્યું હતું. દિવ્યકીર્તિ સિંઘ, હૃદય વિપુલ છેડ, અનુષ અગ્રવાલા અને સુદીપ્તિ હજેલાએ ડ્રેસેજ ટીમ ઈવેન્ટમાં ઘોડેસવારીમાં ગોલ્ડ જીત્યો હતો. મનુ ભાકર, ઈશા સિંહ, રિધમ સાંગવાને શૂટિંગની 25 મીટર પિસ્તોલ ટીમ ઈવેન્ટમાં ગોલ્ડ જીત્યો હતો. સિફ્ટ કૌર સમરાએ મહિલાઓની 50 મીટર રાઇફલ 3 પોઝિશનમાં ગોલ્ડ જીત્યો હતો.
ટીમ ઈન્ડિયા માટે અર્જુન ચીમા, સરબજોત સિંહ અને શિવ નરવાલે પુરુષોની 10 મીટર એર પિસ્તોલ (શૂટિંગ)માં ગોલ્ડ જીત્યો હતો. પલક ગુલિયાએ મહિલાઓની 10 મીટર એર પિસ્તોલ (શૂટિંગ)માં ગોલ્ડ જીત્યો હતો. આ સાથે ભારતે શૂટિંગ અને રોઇંગ સહિતની ઘણી રમતોમાં સિલ્વર અને બ્રોન્ઝ મેડલ જીત્યા છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -