Asian Games 2023 Live Day 12: સ્ક્વોશમાં ભારતને મળ્યો ગોલ્ડ, દીપિકા-હરિંદર પાલે ફાઇનલમાં મેળવી જીત
Asian Games 2023 Live Day 12: અત્યાર સુધી ભારતીય ખેલાડીઓએ 18 ગોલ્ડ મેડલ સિવાય 31 સિલ્વર અને 32 બ્રોન્ઝ જીત્યા છે
એશિયન ગેમ્સ 2023માં ટીમ ઈન્ડિયાને 20મો ગોલ્ડ મેડલ મળ્યો છે. ભારતે સ્ક્વોશની ફાઇનલમાં જીત મેળવી હતી. દીપિકા અને હરિન્દર પાલે મિક્સ્ડ ડબલ્સ સ્ક્વોશમાં શાનદાર પ્રદર્શન કર્યું અને ફાઇનલમાં મલેશિયાની ટીમને 2-0થી હરાવ્યું
પૂજા ગેહલોતને સેમિફાઇનલમાં હારનો સામનો કરવો પડ્યો હતો. ભારતીય રેસલર પૂજા હવે બ્રોન્ઝ મેડલ માટે લડશે. સેમિફાઇનલમાં તેણીને જાપાની કુસ્તીબાજે હાર આપી હતી
ભારતની કબડ્ડી ટીમે શાનદાર પ્રદર્શન કર્યું અને ચીની તાઈપેઈને 50-27થી હરાવ્યું. ટીમ ઈન્ડિયાએ ગ્રુપ સ્ટેજની મેચ જીતી લીધી છે. તેની આગામી મેચ જાપાન સામે છે. આ મેચ બપોરે 1.30 વાગ્યાથી રમાશે.
એશિયન ગેમ્સ 2023માં ટીમ ઈન્ડિયાએ 19મો ગોલ્ડ મેડલ જીત્યો હતો. મહિલા કમ્પાઉન્ડ ટીમ ઈવેન્ટની ફાઈનલમાં ભારતે જીત મેળવી છે. ભારતની જ્યોતિ, અદિતિ અને પ્રણીતે શાનદાર પ્રદર્શન કરીને ચીની તાઈપેઈની ટીમને 230-288થી હરાવી હતી. ભારતે અત્યાર સુધીમાં કુલ 82 મેડલ જીત્યા છે.
12મા દિવસની શરૂઆત ભારતની જીત સાથે થઈ હતી. જ્યોતિ, અદિતિ અને પરિણીતીએ તીરંદાજીમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું. આ ભારતીય ટીમે હોંગકોંગને હરાવીને સેમીફાઈનલમાં સ્થાન મેળવ્યું. તેઓએ કમ્પાઉન્ડ વ્યક્તિગત સ્પર્ધા જીતી છે.
બ્રેકગ્રાઉન્ડ
Asian Games 2023 Live Day 12: એશિયન ગેમ્સના 11માં દિવસે ભારતીય ખેલાડીઓએ 12 મેડલ જીત્યા હતા. ભારતે મંગળવારે 3 ગોલ્ડ મેડલ જીત્યા હતા. આ સિવાય ભારતીય ખેલાડીઓએ 5 સિલ્વર મેડલ અને 4 બ્રોન્ઝ મેડલ જીત્યા હતા. અત્યાર સુધી ભારતીય ખેલાડીઓએ 18 ગોલ્ડ મેડલ સિવાય 31 સિલ્વર અને 32 બ્રોન્ઝ જીત્યા છે. આ રીતે ભારતના મેડલની સંખ્યા વધીને 81 થઈ ગઈ છે.
ભારતે તેના જૂના રેકોર્ડને પાછળ છોડી દીધો
એશિયન ગેમ્સમાં ભારતનું આ સર્વશ્રેષ્ઠ પ્રદર્શન છે. વાસ્તવમાં એશિયન ગેમ્સના 72 વર્ષના ઈતિહાસમાં આ પહેલીવાર છે જ્યારે ભારતીય ખેલાડીઓએ 18 ગોલ્ડ મેડલ જીત્યા છે. આ સાથે જ ભારતે એશિયન ગેમ્સમાં સૌથી વધુ મેડલ જીતવાના પોતાના જૂના રેકોર્ડને પણ પાછળ છોડી દીધો છે. અગાઉ એશિયન ગેમ્સ 2018માં ભારતીય ખેલાડીઓએ 70 મેડલ જીત્યા હતા, જે ભારતનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન હતું. એશિયન ગેમ્સ 2018માં ભારતે 16 ગોલ્ડ મેડલ ઉપરાંત 24 સિલ્વર મેડલ અને 30 બ્રોન્ઝ મેડલ જીત્યા હતા. પરંતુ હવે ભારતે તેના જૂના રેકોર્ડને પાછળ છોડી દીધો છે. આ એશિયન ગેમ્સમાં ભારતે અત્યાર સુધીમાં 81 મેડલ જીત્યા છે.
ચીનનો દબદબો યથાવત, ભારત મેડલ ટેલીમાં ચોથા સ્થાને
જો કે મેડલ ટેલીમાં ભારત ચોથા સ્થાને યથાવત છે. આ સાથે જ ચીન નંબર વન પર છે. ચીને 166 ગોલ્ડ મેડલ સહિત કુલ 304 મેડલ જીત્યા છે. આ પછી જાપાન 35 ગોલ્ડ સહિત 135 મેડલ સાથે બીજા સ્થાને છે. જ્યારે દક્ષિણ કોરિયા 33 ગોલ્ડ સહિત 144 મેડલ સાથે ત્રીજા સ્થાને છે.
ભારતના સ્ટાર એથ્લેટ નીરજ ચોપરાએ ફરી એકવાર ભાલા ફેંકમાં શાનદાર પ્રદર્શન કર્યું છે. તેણે ટીમ ઈન્ડિયાને ગોલ્ડ મેડલ અપાવ્યો. ભારતીય દિગ્ગજ ખેલાડી નીરજ ચોપરાએ ભાલા ફેંકમાં ગોલ્ડ મેડલ જીત્યો છે. જ્યારે કિશોર જેનાએ ભાલા ફેંકમાં ભારતને સિલ્વર મેડલ અપાવ્યો હતો. તે સિવાય ભારતને પુરુષોની 4x400 મીટર રિલે રેસમાં ગોલ્ડ જીત્યો છે. મુહમ્મદ અનસ, અમોજ, મુહમ્મદ અજમલ અને રાજેશે ભારત માટે ગોલ્ડ મેડલ જીત્યો હતો.
- - - - - - - - - Advertisement - - - - - - - - -