Asian Games 2023 Live: ભારતના ખાતામાં વધુ એક મેડલ, સેલિંગમા ઇબાદ અલીએ જીત્યો બ્રોન્ઝ
Asian Games 2023 Live Day 3: બીજા દિવસે ભારતે એશિયન ગેમ્સ 2023નો પ્રથમ ગોલ્ડ મેડલ જીત્યો હતો.
એશિયન ગેમ્સમાં આજે ત્રીજા દિવસે સેલિંગમાં ઇબાદ અલીએ મેન્સ ઇવેન્ટમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. ઇબાદ અલી ત્રીજા નંબર પર રહ્યો હતો. કોરિયાના ખેલાડીએ ગોલ્ડ અને થાઇલેન્ડના ખેલાડીએ સિલ્વર મેડલ જીત્યો હતો.
ભારતની પુરુષોની સ્વિમિંગ ટીમે 4x100 મેડલે રિલે ઇવેન્ટની ફાઇનલમાં સ્થાન મેળવ્યું છે. ટીમે ઓવરઓલ હીટ્સમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું. તેણે હીટ્સ માટે 3.40.84નો સમય લીધો હતો.
નેહા ઠાકુરે ભારતને વધુ એક મેડલ અપાવ્યો. તેણે સેલિંગમાં શાનદાર પ્રદર્શન કર્યું અને સિલ્વર મેડલ જીત્યો હતો.
એશિયન ગેમ્સ 2023ના ત્રીજા દિવસે મંગળવારે, ભારતની સ્ક્વોશ ટીમે શાનદાર પ્રદર્શન કર્યું. ટીમ ઈન્ડિયાએ સ્ક્વોશમાં પાકિસ્તાનને 3-0થી હરાવ્યું હતું. ભારતની તન્વી ખન્ના, જોશના ચિનપ્પા અને અનાહત સિંહે શાનદાર જીત નોંધાવી હતી. ટીમ ઈન્ડિયા પાસે હાલમાં કુલ 11 મેડલ છે. જેમાં 2 ગોલ્ડ મેડલનો સમાવેશ થાય છે.
ભારતની સ્ટાર તલવારબાજ ભવાની દેવીએ એશિયન ગેમ્સમાં મહિલા સેબર ઈવેન્ટમાં પોતાના પુલમાં ટોચના સ્થાને રહીને પ્રી-ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ કર્યો છે. એશિયન ગેમ્સમાં ફેન્સિંગમાં ભારતના પ્રથમ મેડલની આશા રાખતી ઓલિમ્પિયન ભવાની દેવીએ તેના પાંચેય હરીફોને હરાવી પુલમાં પ્રથમ સ્થાન મેળવ્યું હતું
શૂટિંગમાં ભારત એક મેડલ ચૂકી ગયું. રમિતા જિંદાલ અને દિવ્યાંશ પવાર 10 મીટર એર રાઈફલ મિશ્રિત ટીમ ઈવેન્ટ જીતી શક્યા ન હતા. આ ભારતીય જોડીએ શરૂઆતમાં 8-0ની સરસાઈ મેળવી લીધી હતી. પરંતુ આ પછી તે 18-20થી પાછળ રહી ગઈ અને મેડલ ચૂકી ગઈ હતી. જો રમિતા-દિવ્યાંશ જીત્યા હોત તો ભારતને વધુ એક બ્રોન્ઝ મેડલ મળ્યો હોત.
ભારતે હોકીમાં સિંગાપોરને હરાવ્યું છે. ટીમ ઈન્ડિયાએ 16-1નો રેકોર્ડ નોંધાવ્યો હતો. ભારત તરફથી હરમનપ્રીત સિંહે 4 ગોલ કર્યા હતા. મનદીપ સિંહે 3 ગોલ કર્યા હતા. વરુણ અને અભિષેકે પણ શાનદાર પ્રદર્શન કર્યું અને 2-2 ગોલ કર્યા હતા. મનપ્રીત સિંહ, ગુરજંત, લલિત, શમશેર અને વિવેકે પણ એક-એક ગોલ કર્યા હતા.
ભારતની ભવાની દેવીએ તલવારબાજીમાં શાનદાર પ્રદર્શન કરીને જીત મેળવી હતી. તેણે પુલ સ્ટેજમાં સારું પ્રદર્શન કર્યું છે. હવે ભવાની દેવી નોકઆઉટ રાઉન્ડમાં પહોંચી ગઈ છે.
એશિયન ગેમ્સના ત્રીજા દિવસે ભારતીય હૉકી ટીમ સિંગાપોર સામે ટકરાશે. મેન્સ પુલ-એની આ મેચમાં ટીમે અત્યાર સુધી શાનદાર પ્રદર્શન કર્યું છે. તેની પાસે 6-0ની લીડ છે.
બ્રેકગ્રાઉન્ડ
Asian Games 2023 Live Day 3: સોમવાર એશિયન ગેમ્સ 2023નો બીજો દિવસ હતો. બીજા દિવસે ભારતે એશિયન ગેમ્સ 2023નો પ્રથમ ગોલ્ડ મેડલ જીત્યો હતો. ભારતની 10 મીટર મેન્સ રાઈફલ ટીમે ગોલ્ડ કબજે કર્યો હતો. તેમજ ભારતની 10 મીટર મેન્સ રાઈફલ ટીમે 1893.7 પોઈન્ટ મેળવીને વર્લ્ડ રેકોર્ડ તોડ્યો હતો. ભારતીય મહિલા ક્રિકેટ ટીમે ફાઇનલમાં શ્રીલંકાને હરાવીને ગોલ્ડ મેડલ જીત્યો હતો. સોમવારે પુરુષોની ટીમે રોઈંગ ઈવેન્ટ રોઈંગ-ફોર અને ક્વાડ્રપલમાં બ્રોન્ઝ જીત્યો હતો.
બીજા દિવસ પછી મેડલ ટેલીમાં કેટલો બદલાવ આવ્યો?
10 મીટર શૂટિંગ ઈવેન્ટ ઉપરાંત ભારતીય શૂટર ઐશ્વર્યા પ્રતાપ સિંહે 25 મીટર રેપિડ ફાયર પિસ્તોલ ટીમમાં પણ બે બ્રોન્ઝ મેડલ જીત્યા હતા. અત્યાર સુધીમાં ભારતીય ટીમે 11 મેડલ જીત્યા છે. ભારત 11 મેડલ સાથે મેડલ ટેલીમાં છઠ્ઠા સ્થાને છે. જ્યારે ચીન 39 ગોલ્ડ, 21 સિલ્વર, 9 બ્રોન્ઝ સહિત કુલ 69 મેડલ સાથે પ્રથમ સ્થાને છે. ચીન પછી રિપબ્લિક ઓફ કોરિયા બીજા ક્રમે, જાપાન ત્રીજા ક્રમે, ઉઝબેકિસ્તાન ચોથા ક્રમે અને હોંગકોંગ પાંચમા ક્રમે છે.
ભારતીય શૂટરોએ દિવસની શરૂઆત શાનદાર શૈલીમાં કરી હતી
ભારત માટે બીજા દિવસની શરૂઆત શાનદાર રહી. ભારતની 10 મીટર મેન્સ રાઈફલ ટીમે 1893.7 પોઈન્ટ મેળવીને ગોલ્ડ જીત્યો હતો. ભારતીય શૂટર રુદ્રાંક્ષ પાટીલ, ઓલિમ્પિયન દિવ્યાંશ પંવાર અને ઐશ્વર્યા પ્રતાપ સિંહ તોમરની ટીમે 1893.7નો સ્કોર કર્યો હતો. તેણે ક્વોલિફિકેશન રાઉન્ડમાં આ સ્કોર બનાવ્યો હતો. આ સાથે ચીનના નામે અગાઉનો 1893.3નો રેકોર્ડ તૂટી ગયો છે.
પુરુષોની ચાર-રોઇંગ ઇવેન્ટમાં બ્રોન્ઝ મેડલ જીત્યો
ભારતે પુરુષોની ચાર-રોઇંગ સ્પર્ધામાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. જસવિન્દર, ભીમ, પુનીત અને આશિષની ટીમે 6:10.81ના સમયમાં ભારતને જીત અપાવી હતી. આ સિવાય રોશિબિના દેવીએ મહિલા વુશુમાં વધુ એક બ્રોન્ઝ મેડલ નિશ્ચિત કર્યો છે. રોશિબિના દેવીએ 60 કિગ્રા વર્ગમાં ક્વાર્ટર ફાઈનલ મેચમાં કઝાકિસ્તાનની ઈમાન કારશાઈગને હરાવી હતી. આ રીતે ભારતીય દિગ્ગજ ટીમ સેમીફાઈનલમાં પહોંચી ગઈ છે
- - - - - - - - - Advertisement - - - - - - - - -