Asian Games 2023 Day 9 Live: બાંગ્લાદેશને હરાવીને ભારતીય પુરુષ હૉકી ટીમ સેમિફાઇનલમાં પહોંચી, બાંગ્લાદેશને 12-0થી હરાવ્યું
Asian Games 2023 Live Updates:એશિયન ગેમ્સ 2023માં 8મા દિવસ સુધી ભારતે કુલ 53 મેડલ જીત્યા હતા.
ભારતીય હોકી ટીમે શાનદાર પ્રદર્શન કરીને સેમિફાઈનલમાં સ્થાન મેળવ્યું છે. ભારતે બાંગ્લાદેશને 12-0થી હરાવ્યું હતું. હરમન અને મનદીપ સિંહે હેટ્રિક ગોલ કર્યા હતા
ભારતીય સ્ક્વોશ ખેલાડી જોશના ચિનપ્પાને હારનો સામનો કરવો પડ્યો હતો. તેને કોરિયન ખેલાડી સામે 1-3થી હાર મળી હતી
સ્ક્વોશમાં ભારતનો વિજય થયો હતો. અનહત અને અભય સિંહે ગ્રુપ સ્ટેજની ત્રીજી મેચ જીતી હતી. અનહત અને અભયે મિક્સ ડબલ્સની મેચમાં 2-0થી જીત મેળવી છે.
ટેબલ ટેનિસમાં ભારતીય મહિલા ટીમને સેમિફાઇનલ મેચમાં હારનો સામનો કરવો પડ્યો છે. અહકિયા મુખર્જી અને સુતીર્થાની જોડીને સાઉથ કોરિયા સામે 4-3ના માર્જીનથી પરાજય આપ્યો હતો. આ હાર સાથે ભારતીય જોડીને બ્રોન્ઝ મેડલથી સંતોષ માનવો પડ્યો હતો.
ભારતીય મહિલા એથ્લેટ વિથ્યા રામરાજે કમાલ કર્યો હતો. તેણે 400 મીટર હર્ડલ્સમાં રાષ્ટ્રીય રેકોર્ડની બરાબરી કરી છે. આ રેકોર્ડ લેજન્ડ પીટી ઉષાના નામે નોંધાયેલો છે. તેમણે 55.42 સેકન્ડનો સમય લીધો હતો.
મેન્સ 400 મીટર હર્ડલ્સમાંથી ભારત માટે સારા સમાચાર છે. સંતોષ કુમાર અને યશસ પલાક્ષે ફાઇનલમાં સ્થાન મેળવ્યું છે. સંતોષ 49.28 સેકન્ડના સમય સાથે બીજા સ્થાને રહ્યો. યશ પોતાની હીટમાં 49.61 સેકન્ડના સમય સાથે બીજા ક્રમે રહ્યો હતો.
ભારતીય ખેલાડીઓએ ઉંચી કૂદમાં સારું પ્રદર્શન કર્યું હતું. સંદેશ જેસી અને સર્વેશ કુશારે ફાઇનલમાં સ્થાન મેળવ્યું છે. બંનેએ ક્વોલિફિકેશનમાં 2.10 મીટરનો શ્રેષ્ઠ ગુણ હાંસલ કર્યો હતો.
સ્પીડ સ્કેટિંગમાં ભારતને આજે બીજો મેડલ મળ્યો છે. ભારતના આર્યનપાલ ઘુમન, આનંદકુમાર વેલકુમાર, સિદ્ધાંત કાંબલે, વિક્રમ ઈંગલે 4:10.128ના સમય સાથે ત્રીજા સ્થાને રહ્યા હતા. ચીની તાઈપેએ ગોલ્ડ મેડલ જીત્યો હતો તો દક્ષિણ કોરિયાએ સિલ્વર મેડલ જીત્યો હતો.
ભારતે એશિયન ગેમ્સમાં નવમા દિવસે શાનદાર શરૂઆત કરી હતી. સ્કેટિંગમાં ભારતને પ્રથમ મેડલ મળ્યો હતો. સંજના ભટુલા, કાર્તિકા જગદીશ્વરન, હિરલ સાધુ અને આરતી કસ્તુરીએ મહિલાઓની સ્પીડ સ્કેટિંગ 3000 મીટરમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. તેણે પોતાની રેસ 4:34:861 મિનિટમાં પુરી કરી હતી.
એશિયન ગેમ્સ 2023ના 9મા દિવસે ભારતીય ખેલાડીઓ પણ મેદાનમાં ઉતરશે. ટીમ ઈન્ડિયાના ચાહકો તેની પાસેથી મેડલની આશા રાખશે. ભારતે અત્યાર સુધીમાં કુલ 53 મેડલ જીત્યા છે. તેમાં 13 ગોલ્ડ છે.
બ્રેકગ્રાઉન્ડ
Asian Games 2023 Live Updates: એશિયન ગેમ્સ 2023માં 8મા દિવસ સુધી ભારતે કુલ 53 મેડલ જીત્યા હતા. ચીનના હાંગઝોઉમાં રમાઇ રહેલી 19મી એશિયન ગેમ્સમા ભારતે 8માં દિવસે કુલ 15 મેડલ જીત્યા. જેમાં ત્રણ ગોલ્ડ મેડલનો પણ સમાવેશ થાય છે. ભારતે એથ્લેટિક્સમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું. ભારતે 50 મેડલનો આંકડો પણ પાર કરી લીધો છે.
ભારતના આ ખેલાડીઓએ મેડલ જીત્યા
- ટીમ ઈન્ડિયા: પુરુષ ટ્રૈપ(શૂટિંગ),ગોલ્ડ
- ટીમ ઈન્ડિયા: મહિલા ટ્રૈપ(શૂટિંગ) સિલ્વર
- કિનાન ચેનાઈ: પુરુષ ટ્રૈપ(શૂટિંગ),બ્રોન્ઝ
- અદિતિ અશોક: ગોલ્ફ, સિલ્વર
- નિકહલ જરીન: મહિલા 50 કેજી (બોક્સિંગ),બ્રોન્ઝ
- અવિનાશ સાબલે: પુરુષોની 3000મીટર સ્ટીપલચેંજ, ગોલ્ડ
- તજીંદરપાલ સિંહ નૂર: પુરુષ ગોળા ફેંક, ગોલ્ડ
- હર્મિલન બૅન્સ: વિમેન્સ 1500m, સિલ્વર
- અજય કુમાર સરોજ: મેન્સ 1500m, સિલ્વર
- જિનસન જોન્સન: મેન્સ 1500 મીટર,બ્રોન્ઝ
- નંદની અગાસરા: મહિલા હેપ્ટાલોન, કાંસ્ય
- મુરલી શ્રીશંકર : મેન્સ લોંગ જમ્પ, સિલ્વર
- સીમા પુનિયાઃ વિમેન્સ ડિસ્કસ થ્રો, બ્રોન્ઝ
- જ્યોતિ યારાજીઃ મહિલાઓની 100 મીટર વિઘ્ન દોડ, સિલ્વર
- ટીમ ઈન્ડિયાઃ મેન્સ બેડમિન્ટન ટીમ, સિલ્વર
પુરુષોની બેડમિન્ટન ટીમને સિલ્વર
એશિયન ગેમ્સની ફાઇનલમાં ભારતની પુરુષ બેડમિન્ટન ટીમને ચીન સામે હારનો સામનો કરવો પડ્યો છે. ભારતીય ટીમને ચીન સામે 3-2થી હાર મળી હતી. જેના કારણે તેને સિલ્વર મેડલથી સંતોષ માનવો પડશે. ભારતે હવે કુલ 53 મેડલ જીત્યા છે.
100 મીટર રિલે રેસમાં સિલ્વર
ભારતે મહિલાઓની 100 મીટર રિલે રેસમાં સિલ્વર મેડલ જીત્યો છે. જ્યોતિ યારાજી 12.91 સેકન્ડ સાથે બીજા ક્રમે રહી હતી. ચીનની એથ્લેટ પ્રથમ ક્રમે રહી હતી. ભારતનો આ 52મો મેડલ હતો.
સીમા પુનિયાએ બ્રોન્ઝ જીત્યો હતો
સીમા પુનિયાએ ભારત માટે ડિસ્કસ થ્રોમાં બ્રોન્ઝ મેડલ જીત્યો છે. ભારતનો આ 51મો મેડલ હતો. તેણે આ મેડલ જીતવા માટે 58.62નો થ્રો કર્યો છે. ભારત પાસે હવે કુલ 13 ગોલ્ડ, 19 સિલ્વર અને 19 બ્રોન્ઝ મેડલ છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -