Asian Games 2023:  એશિયન ગેમ્સમાં આજે ભારતને વધુ બે મેડલ મળ્યા હતા. પલકે મહિલાઓની 10 મીટર એર પિસ્તોલ સ્પર્ધામાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. જ્યારે ઈશા સિંહે સિલ્વર મેડલ જીત્યો હતો. પાકિસ્તાનની કિશ્માલા તલતને બ્રોન્ઝ મેડલથી સંતોષ માનવો પડ્યો હતો. પલકે 242.1 અને ઈશાએ 239.7નો સ્કોર કર્યો હતો. જ્યારે કિશ્માલાએ 218.2નો સ્કોર કર્યો હતો. સ્પર્ધામાં ઈશાનો આ ચોથો મેડલ છે.










મેન્સ ડબલ્સ ઇવેન્ટમાં રામકુમાર રામનાથન અને સાકેત માઇનેનીની ભારતીય જોડીએ સિલ્વર મેડલ જીત્યો છે. ભારતીય જોડીને ફાઇનલમાં ચીની તાઇપેઇ સામે 4-6, 4-6થી હારનો સામનો કરવો પડ્યો હતો. 


અગાઉ એશિયન ગેમ્સના છઠ્ઠા દિવસે ભારતે 10 મીટર એર પિસ્તોલ મહિલા ટીમ ઈવેન્ટમાં સિલ્વર મેડલ જીત્યો હતો. ભારતીય મહિલા ટીમની ખેલાડીઓ ઈશા સિંહ, પલક અને દિવ્યાએ આ સિદ્ધિ હાંસલ કરી હતી. ઈશા સિંહ, પલક અને દિવ્યાની ટીમ 1731-50xના સ્કોર સાથે બીજા ક્રમે રહી હતી. ચીનની રેન્કસિંગ, લી અને નાનની જોડીએ ગોલ્ડ કબજે કર્યો હતો.


ભારતીય ટીમે 50 મીટર રાઈફલ ઈવેન્ટમાં ગોલ્ડ મેડલ જીત્યો છે. ભારતની ટીમ સ્વપ્નિલ, ઐશ્વર્ય તોમર અને અખિલે ગોલ્ડ મેડલ જીત્યો છે. 7 ગોલ્ડ સાથે ભારત હવે મેડલ ટેબલમાં ચોથા સ્થાને આવી ગયું છે.


ઐશ્વર્ય પ્રતાપ સિંહ, સ્વપ્નિલ અને અખિલની ભારતીય જોડીએ શૂટિંગમાં કમાલ કર્યો હતો. ત્રણેય સાથે મળીને 50 મીટર રાઇફલ 3 પોઝિશન મેન્સ ટીમ ઇવેન્ટમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. ત્રણેએ મળીને 1769નો સ્કોર કર્યો હતો. ચીનની લિશુ, હાઓ અને જિયા મિંગની જોડીએ સિલ્વર મેડલ મેળવ્યો હતો. આ સાથે જ કોરિયન ખેલાડીઓએ બ્રોન્ઝ મેડલ જીત્યો હતો.