Bhadarvi Poonam Fair: અંબાજી ભાદરવી પૂનમ મહામેળાનો આજે 7 મો દિવસ છે. અરવલ્લીના ડુંગરાઓ ‘જય જય અંબે’ ના નાદથી ગૂંજી ઉઠ્યા હતા. રસ્તાઓ પર મોટી સંખ્યામાં પગપાળા સંઘોનું અંબાજી તરફ આગમન થયું છે. છેલ્લા છ દિવસમાં ભાદરવી મેળામાં 38 લાખ 36 હજાર યાત્રિકોએ માતાજીના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. 15 લાખ 9 હજાર પ્રસાદના પેકેટનું વિતરણ કરવામાં આવ્યું છે.

Continues below advertisement




ભાદરવી મેળાના 6 દિવસમાં 216 ગ્રામ સોનાના દાનની આવક થઇ છે જ્યારે 56 હજાર ચીક્કી પેકેટનું વિતરણ થયું છે. અંબાજીમાં વહેલી સવારથી ભક્તોની મોટી સંખ્યામાં ભીડ ઉમટી હતી. મહામેળાના 6 દિવસમાં અંદાજે 40 લાખ ભક્તોએ મા અંબાના દરબારમાં શીશ ઝૂંકાવ્યું છે. આજે પણ મોટી સંખ્યામાં ભક્તો ઉમટે તેવી શક્યતા છે.



આ સાથે જ યાત્રાધામ અંબાજી સ્થિત મેળાનો અંતિમ દિવસ છે. છઠ્ઠા દિવસમાં મા અંબાના દરબારમાં 38 લાખથી વધુ માઈભક્તો દર્શન કરી ચૂક્યા છે. આજે ભાદરવી પૂનમના દિવસે 10 લાખથી વધુ લોકો મા અંબાના ધામમાં દર્શન કરવા પહોંચે તેવી શક્યતા છે. અંબાજીમાં વર્ષ 2023નો ભાદરવી પૂનમનો મેળો વર્લ્ડ રેકોર્ડ બની શકે છે. વિશ્વમાં કોઈ પણ સ્થળે આટલી સંખ્યામાં પગપાળા પહોંચી ભરાતો મેળો કોઈ સ્થળે નથી. અંબાજીમાં જ ભાદરવી પૂનમનો મેળા દરમિયાન 40 લાખ જેટલા પદયાત્રીઓ સાત દિવસમાં પહોંચતા હોય છે. ભાદરવી પૂનમની પૂર્વ સંધ્યાએ મા અંબાના મંદિરને રંગબેરંગી રોશનીના શણગાર કરાયા હતાં.



મહામેળાના છ દિવસમાં 15 લાખથી વધુ મોહનથાળના પ્રસાદનું વિતરણ કરાયું છે. ભંડાર, ગાદી અને ધાર્મિક કેન્દ્ર પર અત્યાર સુધીમાં 5 કરોડથી વધુની આવક છે. 6 દિવસમાં 216 ગ્રામ સોનું ભેટમાં આપવામા આવ્યું છે.


મા અંબાના વર્ચ્ચુઅલી દર્શન કરી ભક્તોએ પણ ધન્યતા અનુભવી હતી. 6 દિવસમાં 3 હજારથી વધુ ભક્તોએ વર્ચ્ચુઅલી દર્શનનો લાભ લીધો હતો. મહામેળામાં ભક્તો માટે તમામ સુવિધાઓને લઈ પ્રશાસને સારુ આયોજન કર્યું હતું. અંબાજીમાં 7 હજારથી વધુ પોલીસ જવાનો સુરક્ષા કરી રહ્યા છે. 


ભાદરવી પૂનમ-૨૦૨૩ મહામેળા દરમિયાન એક યુવકને હાર્ટ અટેક આવતા બેભાન થઇને ઢળી પડ્યો હતો. દરમિયાન સ્થળ પર હાજર પોલીસ દ્વારા CPR આપીને યુવકને ભાનમાં લાવી જિલ્લા ટ્રાફિકના સરકારી વાહનમાં બેસાડીને તાત્કાલિક અંબાજી સિવિલ હોસ્પિટલ ખાતે પહોંચાડવામાં આવ્યો હતો.