Asian Games Day 13 Live: ટીમ ઇન્ડિયાએ તીરંદાજીમાં જીત્યો સિલ્વર મેડલ, ફાઇનલમાં મળી હાર

Asian Games Day 13 Live:એશિયન ગેમ્સ 2023માં 12 દિવસ પૂર્ણ થયા છે, જેમાં ભારતે કુલ 86 મેડલ (21 ગોલ્ડ, 32 સિલ્વર અને 33 બ્રોન્ઝ) જીત્યા છે.

gujarati.abplive.com Last Updated: 06 Oct 2023 02:56 PM
ભારતે તીરંદાજીમાં સિલ્વર મેડલ જીત્યો

ભારતે તીરંદાજીમાં સિલ્વર મેડલ જીત્યો હતો. તેને મેન્સ રિકર્વ ટીમ ઈવેન્ટની ફાઇનલમાં હારનો સામનો કરવો પડ્યો હતો. દક્ષિણ કોરિયાએ 1-5થી મેચ જીતી લીધી હતી. ભારત પાસે હવે કુલ 90 મેડલ છે





એચએસ પ્રણયે બેડમિન્ટનમાં બ્રોન્ઝ મેડલ જીત્યો

એચએસ પ્રણયે બેડમિન્ટનમાં બ્રોન્ઝ મેડલ જીત્યો છે. પ્રણય પુરૂષ સિંગલ્સની સેમિફાઇનલ મેચમાં ઓલ ઇંગ્લેન્ડ ચેમ્પિયન ચીનના લી શિફેંગ સામે 16-21, 9-21થી હારી ગયો હતો. ભારતીય બેડમિન્ટન ખેલાડી પ્રણયને મેન્સ સિંગલ્સની સેમિફાઇનલ મેચમાં હારનો સામનો કરવો પડ્યો હતો. આ સાથે ગોલ્ડ મેડલ જીતવાનું સપનું ચકનાચૂર થઈ ગયું. પરંતુ પ્રણયે ઈતિહાસ રચ્યો હતો. ભારતે 41 વર્ષ બાદ મેન્સ સિંગલ્સમાં બ્રોન્ઝ મેડલ જીત્યો છે.




બજરંગ પુનિયાને સેમિફાઇનલમાં હારનો સામનો કરવો પડ્યો

ભારતની આશાઓને જોરદાર ફટકો પડ્યો છે. બજરંગ પુનિયાને સેમિફાઇનલમાં હારનો સામનો કરવો પડ્યો હતો. તેને વિશ્વ ચેમ્પિયન રહેમાને 1-8થી પરાજય આપ્યો હતો. બજરંગ હવે બ્રોન્ઝ મેડલ માટે મેચ રમશે. આજે ચાર ભારતીય કુસ્તીબાજોને હારનો સામનો કરવો પડ્યો હતો. બજરંગની સાથે અમન, સોનમ અને કિરણ સેમિફાઇનલમાં હારી ગયા હતા.

Asian Games 2023 Live: મહિલા કબડ્ડીની ફાઇનલમાં ચીની તાઈપેઈ ભારત સામે ટકરાશે

મહિલા કબડ્ડીની સેમીફાઈનલમાં ચીની તાઈપેઈએ ઈરાનને 35-24થી હરાવ્યું છે. આ જીત સાથે ચીની તાઈપે ફાઇનલમાં એન્ટ્રી મારી છે.  હવે ફાઇનલમાં તેનો મુકાબલો ભારત સામે થશે. શનિવારે મહિલા કબડ્ડીની ફાઇનલ મેચ રમાશે.

એશિયન ગેમ્સની સેમિફાઇનલ મેચમાં ભારતે બાંગ્લાદેશને હરાવ્યું

એશિયન ગેમ્સની સેમિફાઇનલ મેચમાં ભારતે બાંગ્લાદેશને નવ વિકેટે હરાવ્યું હતું. કેપ્ટન રૂતુરાજ ગાયકવાડ (35) અને તિલક વર્મા (55)એ વિસ્ફોટક ઇનિંગ્સ રમી હતી. ભારતે 97 રનનો ટાર્ગેટ 9.2 ઓવરમાં હાંસલ કરી લીધો હતો.





મહિલા તીરંદાજી ટીમે બ્રોન્ઝ મેડલ જીત્યો

ભારતની મહિલા તીરંદાજી ટીમે બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. મહિલા રિકર્વ ટીમ ઈવેન્ટમાં ભારતે વિયેતનામને 6-2થી હરાવ્યું હતું. અંકિતા, ભજન અને સિમરનજીતે શાનદાર પ્રદર્શન કર્યું હતું. 




Asian Games 2023 Live: ભારતની મહિલા કબડ્ડી ટીમ ફાઇનલમાં પહોંચી

ભારતની મહિલા કબડ્ડી ટીમે શાનદાર પ્રદર્શન કરીને ફાઇનલમાં પ્રવેશ કર્યો છે. તેણે સેમિફાઇનલમાં નેપાળને 61-17થી હરાવ્યું હતું. ભારતીય ટીમ શનિવારે ફાઈનલ મેચ માટે મેદાનમાં ઉતરશે. બીજી સેમિફાઇનલ મેચ ઈરાન અને ચીની તાઈપેઈ વચ્ચે રમાવાની છે. આમાં જે ટીમ જીતશે તે ભારતનો સામનો કરશે.

Asian Games 2023 Live: ભારતે તીરંદાજીની સેમિફાઈનલમાં જગ્યા બનાવી છે

ભારતે તીરંદાજીની સેમીફાઈનલમાં સ્થાન મેળવ્યું છે. રિકર્વ મહિલા ટીમ ઈવેન્ટમાં ભારતીય ખેલાડીઓએ શાનદાર પ્રદર્શન કર્યું હતું. અંકિતા, ભજન કૌર અને સિમરનજીતે ભારતને જીત અપાવી હતી.  ટીમ ઈન્ડિયાએ ક્વાર્ટર ફાઇનલમાં જાપાનને 6-2થી હરાવ્યું હતું.





IND vs BAN Live Updates:શાહબાઝને પ્લેઇંગ ઇલેવનમાં સ્થાન મળ્યું

ભારતે પ્લેઈંગ ઈલેવનમાં ફેરફાર કર્યા છે. અવેશ ખાનને પ્લેઈંગ ઈલેવનમાંથી બહાર કરવામાં આવ્યો છે. શાહબાઝ અહેમદને ટીમમાં સામેલ કરાયો છે.  શાહબાઝ ટીમ ઈન્ડિયા માટે ટી20 ડેબ્યૂ મેચ રમશે. તે ભારત માટે 3 વન-ડે મેચ રમી ચૂક્યો છે.

બાંગ્લાદેશ સામેની મેચમાં ભારતીય પ્લેઇંગ ઇલેવન

એશિયન ગેમ્સમાં આજના દિવસનો સંપૂર્ણ કાર્યક્રમ

બ્રેકગ્રાઉન્ડ

Asian Games Day 13 Live: એશિયન ગેમ્સ 2023માં 12 દિવસ પૂર્ણ થયા છે, જેમાં ભારતે કુલ 86 મેડલ (21 ગોલ્ડ, 32 સિલ્વર અને 33 બ્રોન્ઝ) જીત્યા છે. આજે એશિયન ગેમ્સના 13માં દિવસે ભારતીય હૉકી ટીમ ગોલ્ડ મેડલ માટે જાપાન સામે ટકરાશે. ભારતીય કબડ્ડી ટીમ ફાઈનલ માટે સેમિફાઈનલ મેચમાં પાકિસ્તાન સામે ટકરાશે. આ સિવાય ભારતીય ક્રિકેટ ટીમે બાંગ્લાદેશ સામે સેમિફાઇનલ મેચમાં ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો છે. 


એશિયન ગેમ્સમાં 12મા દિવસે ભારતની પુરૂષ અને મહિલા કમ્પાઉન્ડ ટીમે તીરંદાજીમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. ભારતે સ્ક્વોશ મિક્સ ડબલ્સમાં પણ ગોલ્ડ જીત્યો હતો. આ સિવાય સૌરવ ઘોષાલે મેન્સ સિંગલ સ્ક્વોશમાં સિલ્વર અને મહિલા રેસલર અંતિમ પંઘાલે (53 કિગ્રા) બ્રોન્ઝ મેડલ જીત્યો હતો.


આ ખેલાડીઓએ ત્રણ ગોલ્ડ જીત્યા હતા


મહિલા કમ્પાઉન્ડ ટીમની જ્યોતિ, અદિતિ અને પરનીતે તીરંદાજીમાં ભારત માટે ગોલ્ડ જીત્યો હતો. આ ઉપરાંત તીરંદાજી મેન્સ કમ્પાઉન્ડ ટીમના ઓજસ દેવતલે, અભિષેક વર્મા અને પ્રથમેશે ગોલ્ડ જીત્યો હતો. દરમિયાન, મિક્સ્ડ ડબલ્સ સ્ક્વોશમાં દીપિકા પલ્લીકલ અને હરિન્દરપાલ સિંહે ભારતને ગોલ્ડ મેડલ અપાવ્યો હતો. અત્યાર સુધીમાં ભારતના કુલ ગોલ્ડ મેડલની સંખ્યા 21 થઈ ગઈ છે.


સાત્વિક અને ચિરાગે બેડમિન્ટન મેન્સ ડબલ્સમાં સેમિફાઇનલમાં સ્થાન મેળવીને ભારત માટે વધુ મેડલ સુનિશ્ચિત કર્યા છે. આવતીકાલે સેમિફાઈનલમાં સાત્વિક અને ચિરાગની જોડી આરોન ચિયા અને સોહ વુઈ યિકની જોડી સામે ટકરાશે. ભારતીય મહિલા હોકી ટીમ શનિવારે જાપાન સામે બ્રોન્ઝ મેડલ મેચ રમશે

- - - - - - - - - Advertisement - - - - - - - - -

TRENDING NOW

© Copyright@2024.ABP Network Private Limited. All rights reserved.