Asian Para Games 2023:  એશિયન પેરા ગેમ્સ 2023 22 થી 28 ઓક્ટોબર દરમિયાન ચીનના  હાંગઝોઉમાં રમાશે. ભારતે એશિયન પેરા ગેમ્સની ચોથી આવૃત્તિમાં 303 એથ્લેટ - 191 પુરૂષો અને 112 મહિલા - મોકલ્યા છે. 2018 એશિયન પેરા ગેમ્સમાં, ભારતે 190 એથ્લેટ્સ મોકલ્યા હતા અને 15 ગોલ્ડ સહિત 72 મેડલ સાથે પરત ફર્યા હતા.


પ્રવીણ કુમારે મેન્સ હાઈ જમ્પ-T64માં 2.02 મીટર (ગેમ્સ રેકોર્ડ)ના શ્રેષ્ઠ જમ્પ સાથે ગોલ્ડ જીત્યો, ઉન્ની રેણુએ 1.95 મીટરના શ્રેષ્ઠ જમ્પ સાથે બ્રોન્ઝ જીત્યો


ભારતીય ટીમ માટે વધુ એક ગોલ્ડ


ભારતે હવે એશિયન પેરા ગેમ્સમાં ગોલ્ડ જીત્યો છે. તે મુજબ 6 ગોલ્ડ,  7 સિલ્વર અને 5 બ્રોન્ઝ મેડલ સહિત કુલ 18  મેડલ સાથે પોઈન્ટ ટેબલમાં ત્રીજા સ્થાને છે.


પ્રાચી યાદવે એશિયન પેરા ગેમ્સમાં ભારતને પહેલો મેડલ અપાવ્યો હતો. પ્રાચી યાદવે કેનો VL2 ઇવેન્ટમાં સિલ્વર મેડલ જીત્યો હતો. જે બાદ ભારત માટે મેડલનો વરસાદ થયો હતો.


પ્રણવ સુરમાએ F51 ક્લબ થ્રો ઈવેન્ટમાં 30.01 મીટરના પ્રયાસ સાથે સુવર્ણ ચંદ્રક જીત્યો અને એશિયન પેરા ગેમ્સનો નવો રેકોર્ડ બનાવ્યો, જ્યારે ધરમબીર (28.76m) અને અમિત કુમાર (26.93m) અનુક્રમે બીજા અને ત્રીજા સ્થાને રહ્યા. ઈવેન્ટમાં માત્ર ચાર સ્પર્ધકો હતા, જેમાં સાઉદી અરેબિયાની રાધી અલી અલાર્થી 23.77 મીટરના થ્રો સાથે છેલ્લા સ્થાને રહી હતી.


સુરમાને 16 વર્ષની ઉંમરે અકસ્માત થયો હતો જેમાં તેની કરોડરજ્જુમાં ઈજા થઈ હતી અને તે લકવો થઈ ગયો હતો. આ પછી તેણે પેરા સ્પોર્ટ્સમાં હાથ અજમાવવાનું નક્કી કર્યું, 29 વર્ષીય ખેલાડીએ 2019 બેઇજિંગ વર્લ્ડ પેરા એથ્લેટિક્સ ગ્રાં પ્રી ઇવેન્ટમાં સિલ્વર મેડલ જીત્યો. F51 ક્લબ થ્રો ઇવેન્ટ એથ્લેટ્સ માટે છે જેમની કમર, પગ અને હાથની આસપાસની હિલચાલ નોંધપાત્ર રીતે પ્રભાવિત છે. આમાં, સ્પર્ધકો બેસીને સ્પર્ધા કરે છે અને ખભા અને હાથની તાકાત પર આધાર રાખે છે.


ચીનના હાંગઝોઉમાં રમાઈ રહેલી એશિયન પેરા ગેમ્સ 2023માં સોમવારે ભારતના અંકુર ધામાએ ગોલ્ડ મેડલ જીત્યો હતો. તેણે 5000 મીટરની દોડ 16:37.29 મિનિટમાં પૂરી કરીને ગોલ્ડ મેડલ જીત્યો હતો. 29 વર્ષીય અંકુર ધમા અર્જુન પુરસ્કાર વિજેતા છે. અંકુર ઉત્તર પ્રદેશના બાગપતના ખેકરા નગરનો રહેવાસી છે. બાળપણમાં જ તેણે આંખોની રોશની ગુમાવી દીધી હતી. અંકુર 2016 રિયો પેરાલિમ્પિક્સમાં ભાગ લેનાર ભારતનો પ્રથમ અંધ એથ્લેટ હતો.