Asian Para Games 2023: એશિયન પેરા ગેમ્સ 2023 માં ભારતે શુક્રવારે સારી શરૂઆત કરી હતી. બેડમિન્ટનમાં પ્રમોદ ભગતે ભારતને 21મો ગોલ્ડ મેડલ અપાવ્યો હતો. ભગતે મેન્સ એસએલ 3 કેટેગરીમાં ભારતના જ નિતેશ કુમારને 22-20, 18-21, 21-19થી પરાજય આપીને ગોલ્ડ મેડલ જીત્યો હતો જ્યારે નિતેશને સિલ્વર મેડલ મળ્યો હતો.






આજે અગાઉ પેરા એથ્લેટ રમણ શર્માએ પુરૂષોની 1500 મીટર T38 સ્પર્ધામાં ફાઇનલ રેસ 4:20.80 મિનિટમાં પૂરી કરીને ગોલ્ડ મેડલ જીતવા માટે નવો એશિયન અને ગેમ્સ રેકોર્ડ બનાવ્યો હતો. તીરંદાજ શીતલ દેવીએ પણ મહિલા વ્યક્તિગત કમ્પાઉન્ડ ઓપન ઈવેન્ટમાં સિંગાપોરની અલીમ નુર સ્યાહિદાહને 144-142થી હરાવીને ટુનામેન્ટ્સમાં તેણીનો ત્રીજો ગોલ્ડ મેડલ મેળવ્યો હતો.






તે સિવાય કૃષ્ણ નાગરે પેરા બેડમિન્ટન મેન્સ સિંગલ્સ એસએચ6 કેટેગરીમાં હોંગકોંગના ખેલાડીને હરાવીને સિલ્વર મેડલ જીત્યો હતો.


તે સિવાય આજે પુરુષોની ભાલા ફેંક એફ-54 ઇવેન્ટમાં ભારતે શાનદાર પ્રદર્શન કર્યું હતું. પ્રદીપ કુમારે આ ઇવેન્ટમાં 25.94 મીટરના થ્રો સાથે સિલ્વર મેડલ તો અભિષેક ચમોલીએ 25.04 મીટરના થ્રો સાથે બ્રોન્ઝ મેડલ જીત્યો હતો.  


ભારતે 26 ઓક્ટોબર 2023ની સવારે હોંગઝોઉમાં ઈતિહાસ રચ્યો હતો. હોંગઝોઉમાં એશિયન પેરા ગેમ્સમાં ચોથા દિવસે ભારતની મેડલ સંખ્યા 75 પર પહોંચી ગઈ છે. જેમાં 17 ગોલ્ડ, 21 સિલ્વર અને 37 બ્રોન્ઝ મેડલ સામેલ છે. આ સાથે ભારતે અગાઉની તમામ એશિયન પેરા ગેમ્સમાં જીતેલા મેડલની સંખ્યાનો રેકોર્ડ તોડી નાખ્યો હતો. 


ભારતે અગાઉ 2018માં જાકાર્તા એશિયન પેરા ગેમ્સમાં સૌથી વધુ 72 મેડલ જીત્યા હતા. ગુરુવારે 26 ઓક્ટોબરના રોજ, શોટ પુટર સચિન ખિલારીએ દેશ માટે ગોલ્ડ જીત્યો હતો. 34 વર્ષીય સચિન ખિલારીએ 2018માં ચીનના વેઈ એનલોંગ દ્વારા ગોલ્ડ મેડલની મેચમાં 15.67 મીટરના ગેમ્સ રેકોર્ડને પણ તોડ્યો હતો. રસપ્રદ વાત એ છે કે સચિન પછી ચીનનો એથ્લેટ બીજા ક્રમે રહ્યો હતો. આ ઈવેન્ટમાં અન્ય એક ભારતીય એથ્લેટ રોહિત કુમાર ત્રીજા સ્થાને રહ્યો હતો. તેણે 14.56 મીટર થ્રો કર્યો હતો