એશિયન ગેમ્સ 2018: 20 વર્ષ બાદ દુતી ચંદે 100 મીટરની દોડમાં અપાવ્યો મેડલ
આ પહેલા હિમા દાસે રવિવારે મહિલાઓની 400 મીટર સ્પર્ધામાં સિલ્વર મેડલ જીત્યો છે. હિમાએ ફાઇનલમાં 50.79 સેકન્ડના રાષ્ટ્રીય રેકોર્ડ સાથે બીજા સ્થાને રહી હતી. જ્યારે મોહમ્મદ અનસ યાહિયાએ મેન્સ 400 મીટરની સ્પર્ધામાં સિલ્વર મેડલ જીત્યો હતો.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appદુતી સેમીફાઈનલમાં 11.43 સેકેન્ડે ત્રીજા સ્થાન સાથે ફાઈનલ માટે ક્વાલીફાઈ કર્યું હતું. ભારતે એશિયાઈ ગેમ્સની 100 મીટર મહિલા દોડમાં છેલ્લા વખત 1998માં મેડલ જીત્યો હતો. ત્યારે રિચા મિસ્ત્રીએ બ્રોન્ઝ મેડલ જીત્યો હતો.
દોડમાં સાતમાં નંબરની લાઈથી શરૂ કરનારી દુતી ગોલ્ડ જીતવાના ખૂબજ નજીક હતી પણ બહેરીનની ઇડિડોંગ ઓડિયોંગથી માત્ર બે સેકન્ડ પાછળ રહી ગઈ હતી. જ્યાં દુતી ચંદે 11.32 સેકન્ડમાં બીજો નંબર આવ્યો હતો. જ્યારે ઓડિયોંગે 11.30 સેકન્ડમાં રેસ પૂર્ણ કરી ગોલ્ડ મેડલ જીત્યો હતો અને ચીનની વેંગલી યોઈએ 11.33 સેકન્ડે બ્રોન્ઝ મેડલ પોતાના નામે કર્યો હતો.
નવી દિલ્હી: ઇન્ડોનેશિયામાં ચાલી રહેલી 18મી એશિયન ગેમ્સના આઠમાં દિવસે 400 મીટરની રેસમાં પુરુષ અને મહિલાઓએ સિલ્વર મેડલ જીત્યા બાદ દેશની શાન દુતી ચંદે 100 મીટર દોડમાં સિલ્વર મેડલ જીત્યો છે. 20 વર્ષ બાદ ભારતે આ 100 મીડરની રેસમાં કોઈ મેડલ જીત્યો છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -