વિરાટ કોહલીએ કોને વન ડેનો સર્વશ્રેષ્ઠ ખેલાડી ગણાવ્યો, જાણો વિગત
abpasmita.in | 08 Jul 2019 08:15 PM (IST)
મેચ પહેલાની પૂર્વ સંધ્યાએ પત્રકારો સાથે વાત કરતાં કોહલીએ કહ્યું, મને આશા છે કે તે વધુ બે સદી લગાવશે અને આ રીતે અમે મેચ જીતી શકીએ છીએ. તે દરેક પ્રકારના શ્રેયનો હકદાર છે અને મારા પ્રમાણે તે હાલ દુનિયામાં વન ડેનો સર્વશ્રેષ્ઠ ખેલાડી છે.
માંચેસ્ટરઃ ન્યૂઝીલેન્ડ સામે મંગળવારે રમાનારી વર્લ્ડકપ 2019ની સેમિ ફાઈનલ પહેલા ટીમ ઈન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલીએ જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. પ્રેસ કોન્ફરન્સમાં કોહલીએ કહ્યું, ટીમ ઈન્ડિયા આત્મવિશ્વાસથી ભરેલી છે. દબાણમાં ટીમ ઈન્ડિયા હંમેશા અપેક્ષા પર ખરી ઉતરી છે. ન્યૂઝીલેન્ડ સામે ટીમ જીતની રણનીતિ સાથે ઉતરશે. મેચ પહેલાની પૂર્વ સંધ્યાએ પત્રકારો સાથે વાત કરતાં કોહલીએ કહ્યું, મને આશા છે કે તે વધુ બે સદી લગાવશે અને આ રીતે અમે મેચ જીતી શકીએ છીએ. તે દરેક પ્રકારના શ્રેયનો હકદાર છે અને મારા પ્રમાણે તે હાલ દુનિયામાં વન ડેનો સર્વશ્રેષ્ઠ ખેલાડી છે. રોહિતે હાલ આઠ મેચમાં 647 રન બનાવ્યા છે અને તે સચિન તેંડુલકરના વર્લ્ડકપમાં સૌથી વધુ રનના રેકોર્ડને તોડવાથી 27 રન જ દૂર છે. કોહલીએ એમ પણ કહ્યું કે, આ વર્લ્ડકપમાં મારે અલગ પ્રકારની ભૂમિકા નિભાવવી પડી રહી છે. ટીમનો કેપ્ટન હોવાના કારણે જરૂરિયાત પ્રમાણે કોઈપણ ભૂમિકા નિભાવવા તૈયાર છું. રોહિત સતત સારું પ્રદર્શન કરી રહ્યો છે તેથી તેની ઈનિંગ બાદ બેટિંગ કરતી વખતે તમારે અલગ પ્રકારની ભૂમિકા ભજવવી પડે છે. ઈનિંગ પર નિયંત્રણ રાખવાથી હાર્દિક પંડ્યા, કેદાર જાધવ, ધોની, પંત તેમની નૈસર્ગિક રમત રમી શકે છે. નોકઆઉટ માટે ટીમની તૈયારીને લઈ કોહલીએ કહ્યું, લીગ મેચમાં ટીમ રિલેક્સ રહેછે. નોકઆઉટ ગેમમાં તમારે તણાવની સાથે ખૂબ ફોક્સ કરવું પડે છે. ડિસિજન મેકિંગ મહત્વનું રહેશે. બંને ટીમો પાસે અનુભવ છે. ન્યૂઝીલેન્ડ ગત વખતે પણ ફાઇનલમાં પહોંચી હતી. નોકઆઉટમાં કેવી રીતે રમવાનું છે તેની તેમને ખબર છે. તે દિવસે જે વધારે સારું પ્રદર્શન કરે છે તેમના જીતવાની શક્યતા વધારે હોય છે. કર્ણાટક સંકટઃ કૉંગ્રેસ-JDSના બળવાખોર ધારાસભ્યોએ બદલ્યું ઠેકાણું, મુંબઈથી ગોવા જવા થયા રવાના કેન્દ્ર સરકારે ત્રણ વર્ષમાં સિંહોના સંવર્ધન માટે કેટલા રૂપિયા ફાળવ્યા, જાણો વિગત મિલિંદ દેવડાના સમર્થનમાં આવી બોલીવુડની આ હોટ એક્ટ્રેસ, મુંબઈ કોંગ્રેસ માટે આશાનું કિરણ ગણાવ્યા, જાણો વિગત જામનગરઃ પોલીસપુત્રે પત્નીને જાહેરમાં માર્યો ઢોર માર, જુઓ LIVE VIDEO