મુંબઈઃ બિગ બોસ સીઝન 9ના વિનર ટીવી એક્ટર પ્રિન્સ નરુલાના ઘરમાં હાલ શોકનો માહોલ છે. પ્રિન્સના ઘરમાં થયેલી એક દુર્ઘટનાથી સમગ્ર પરિવાર શોકમય છે. પ્રિન્સના ભાઈ રૂપેશ નરુલાની કેનેડાના ટોરેન્ટોમાં મોત થયું છે. મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે રૂપેશ નરુલા કેનેડામાં રહે છે. 1 જુલાઈના રોજ કેનેડના એક બીચ પર તે કેનેડા ડે મનાવી રહ્યો હતો ત્યારે જ દરિયામાં ડૂબી ગયો. દુર્ભાગ્યવશ તેને તરતાં પણ નહોતું આવડતું, આ કારણે તે પાણીમાંથી બહાર ન આવી શક્યો અને ડૂબવાથી તેનું મોત થઈ ગયું.



પ્રિન્સે કહ્યું, તેનો ભાઈ સોમવારે મિત્રો સાથે દરિયા કાંઠે ગયા હતા. થોડીવાર પછી તેના મિત્રોને પાર્કિંગમાંથી કાર બહાર કાઢવાની હતી તેથી ત્યાંથી નીકળતા હતા, ત્યારે રૂપેશે કહ્યું તમે જાવ હું આવું છું. થોડીવારમાં રૂપેશના મિત્રોને ડૂબી ગયો ડૂબી ગયો તેવો અવાજ સંભળાયો. તે ગયો પરંતુ 20 મિનિટ સુધી રૂપેશ ન મળ્યો અને જ્યારે મળ્યો ત્યારે મોત થઈ ગયું હતું. રૂપેશના મિત્રો જ તેને હોસ્પિટલ લઈ ગયા હતા.



પ્રિંસે જણાવ્યું, મુંબઈમાં જ તેના ભાઈના અંતિમ સંસ્કાર થશે. મારી માતા અને પપ્પા ભાઈની બોડી લેવા ગયા છે. યુવિકા અને ભાભી પણ સાથે ગયા છે, આટલું કહેતા જ પ્રિન્સ રડી પડ્યો હતો. એક મીડિયા હાઉસ સાથે વાત કરતાં પ્રિન્સે કહ્યું, રૂપેશ 25 વર્ષનો હતો. બે મહિના પહેલા જ રૂપેશના લગ્ન થયા હતા, પરંતુ તેની પત્નીના વિઝા થયા નહોતા જેથી તે અમારી સાથે રહેતી હતી. ભાભી વિઝા મળ્યા બાદ તરત જ ત્યાં શિફ્ટ થવાના હતા.



પ્રિન્સ નરુલા હાલ નચ બલિયે 9માં પત્ની યુવિકા ચૌધરી સાથે તૈયારીમાં વ્યસ્ત છે. શોના શૂટિંગ દરમિયાન તેને આ દુઃખદ ખબર મળી અને તે સેટ પર જ રડી પડ્યો હતો.

 મિલિંદ દેવડાના સમર્થનમાં આવી બોલીવુડની આ હોટ એક્ટ્રેસ, મુંબઈ કોંગ્રેસ માટે આશાનું કિરણ ગણાવ્યા, જાણો વિગત

વર્લ્ડકપઃ ન્યૂઝીલેન્ડ સામેની સેમિ ફાઇનલ પહેલા કોહલીએ કહી આ મોટી વાત, જાણો વિગત

શેરબજારના રોકાણકારોને પસંદ ન આવ્યું બજેટ, જાણો બે દિવસમાં કેટલા લાખ કરોડ રૂપિયા ડૂબ્યા