બેટિંગમાં આવેલા કોહલીનો દર્શકોએ બોલાવ્યા હુરિયો તો અકળાયા ઓસ્ટ્રેલિયાના આ ક્રિકેટર, કહી દીધુ કંઇક આવુ....
ઓસ્ટ્રેલિયાના બેટ્સમેન ટ્રેવિસ હેડે પણ આ મુદ્દે નારાજગી દર્શાવી હતી. તેને કહ્યું કે, કોહલી એક શાનદાર બેટ્સમેન છે અને કદાચ એ એવો ખેલાડી નથી જેનો હુરિયો બોલાવવો જોઇએ, આની કોઇ જરૂર નથી પણ તે દર્શકો છે.
દર્શકોની આ હરકતોથી પૂર્વ કાંગુરુ કેપ્ટન રિકી પોન્ટિંગ અકળાયો, તેને કોહલી માટે કહ્યું તે એક સારો બેટ્સમેન છે, પણ મને આ જોઇને દુઃખ થયુ, એક ખેલાડી તરીકે મારી સાથે ઇંગ્લેન્ડમાં પણ આવુ થયુ હતુ પણ હુ વિચલિત ન હતો થયો.
નવી દિલ્હીઃ ઓસ્ટ્રેલિયા સામે ભારતીય ટીમના કેપ્ટન વિરાટ કોહલીને ખરાબ સ્થિતિનો સામનો કરવો પડ્યો છે, કોહલી જ્યારે બેટિંગ કરવા ઉતર્યો ત્યારે ઓસ્ટ્રેલિયન દર્શકોએ તેનો હુરિયો બોલાવવાનું શરૂ કરી દીધુ હતું, જોકે આ મામલે ઓસ્ટ્રેલિયન ખેલાડીઓએ તેનો બચાવ કર્યો હતો.
પ્રથમ ટેસ્ટના ત્રીજા દિવસે શનિવારે જ્યારે વિરાટ કોહલી બેટિંગ કરવા મેદાને આવ્યો ત્યારે સ્ટેડિયમમાં હાજર કેટલાક ઓસ્ટ્રેલિયન દર્શકોના એક વર્ગે તેનો હુરિયો બોલાવ્યો હતો.