દુબઇઃ વનડે ક્રિકેટમાં પાંચ વારનુ ચેમ્પિયન ઓસ્ટ્રેલિયા હવે ટી20માં પણ ચેમ્પિયન બની ચૂક્યુ છે. રવિવારે દુબઇના ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં રમાયેલી મેચમાં ન્યૂઝીલેન્ડને ફાઇનલમાં હરાવીને 14 વર્ષમાં પહેલીવાર ખિતાબ પર કબજો જમાવ્યો છે. ઓસ્ટ્રેલિયાએ ટી20 ફોર્મેટમાં વર્લ્ડકપ જીતને પોતાની આઇસીસી ટ્રૉફીમાં વધુ એક વધારો કરી દીધો છે.


જોકે, આ દુબઇ વર્લ્ડકપમાં એક વાત ખાસ રહી જે છે ટૉસ, મોટાભાગની ટીમો ટૉસ પર જ આધારિત રહેતી હતી, અને ટૉસ જીતે તે મેચ જીતી જતી હતી. પરંતુ ઓસ્ટ્રેલિયાએ વર્લ્ડકપ પર કબજો જમાવ્યો તેના પાછળ એક અંધશ્રદ્ધા અને જાદુ ટોણાનો મોટો ફાળો રહ્યો છે. એટલે કહી શકાય કે બેટિંગ-બૉલિંગ કે ટૉસ નહીં પરંતુ કાંગારુનો દારો મદાર પોતાની ટીમની જર્સી પર હતો. કાંગારુઓ આ વખતે ક્રિકેટ વર્લ્ડકપમાં ઇતિહાસમાં પહેલીવાર ડબલ જર્સી સાથે મેદાનમાં ઉતર્યા હતા. જર્સી બદલવાની અંધશ્રદ્ધાના કારણે ઓસ્ટ્રેલિયા ખિતાબ જીતી ગઇ હોવાનુ સામે આવ્યુ છે. ઉલ્લેખનીય છે કે, સેમિ ફાઇનલ અને ફાઇનલ મેચમાં પણ ઓસ્ટ્રેલિયાએ જુદી જર્સી પહેરી હતી, જે જર્સી સેમિ ફાઇનલમાં પહેરી હતી તે જર્સી ફાઇનલમાં હતી પહેરી. 


ઓસ્ટ્રેલિયન ક્રિકેટ બોર્ડની સાથે ખેલાડીઓ પણ અંધશ્રદ્ધમાં દેખાયા. ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ જાદુ ટોણા અને અંધશ્રદ્ધામાં વિશ્વાસ રાખતા પોતાની પુરુષ ટીમને આ વર્લ્ડકપમાં ડબલ જર્સીમાં મેદનમાં ઉતારી, ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ વર્ષ 2020માં ભારતીય મહિલા ટીમને માત આપીને ટી20 ચેમ્પિયન બનેલી ઓસ્ટ્રેલિયન મહિલા ટીમની જર્સી આ વખતે પુરુષ ટીમને પહેરવાનો આદેશ કર્યો હતો, અને આ જાદુટોણા સફળ રહ્યું હતુ. 






જર્સીનો કમાલ-
ઓસ્ટ્રેલિયાની ટીમ માટે આ જાદુ ટોણા ખુબ લકી સાબિત થયો, તે સુપર 12માં પાંચમાંથી ચાર મેચ જીતીને બીજા નંબર રહી, અને બેસ્ટ રનરેટના આધારે સેમિ ફાઇનલમાં પહોંચી હતી. બાદમાં સેમિ ફાઇનલમાં પાકિસ્તાન સામે જીત મેળવી અને ફાઇનલમાં ન્યૂઝીલેન્ડ સામે ખિતાબી જીત મેળવી હતી. 






ક્લાસિક જર્સીની સાથે કરી હતી શરૂઆત- 
ઓસ્ટ્રેલિયન ટીમ ટૂર્નામેન્ટની શરૂઆત પોતાની ક્લાસિક રેટ્રૉ જર્સી પહેરીને કરી હતી, પરંતુ તેમા બહુજ મુશ્કેલીથી જીત મળી હતી. આ પછી તે મહિલા ટીમ વાળી જર્સી પહેરીને મેદાનમાં ઉતરી અને આસાનીથી જીત મળતી રહી. આ કારણોસર કાંગારુઓએ ફાઇનલમાં પોતાની લકી જર્સી જેમાં તેમને હંમેશા આસાનીથી જીત મળતી રહેતી હતી તે પહેરીને ઉતરી અને ટી20માં પહેલીવાર ચેમ્પિયન બન્યુ.