બોલ ટેમ્પરિંગ વિવાદ બાદ ઓસ્ટ્રેલિયાને વધુ એક મોટો ફટકો, 34 વર્ષમાં પ્રથમ વખત થયું આમ, જાણો વિગતે
જ્યારે 102 પોઈન્ટ સાથે ઓસ્ટ્રેલિયા છઠ્ઠા, 93 પોઈન્ટ સાથે બાંગ્લાદેશ સાતમાં, 77 પોઈન્ટ સાથે શ્રીલંકા આઠમાં, 69 પોઈન્ટ સાથે વેસ્ટ ઈન્ડિઝ નવમાં અને 63 પોઇન્ટ સાથે અફઘાનિસ્તાન 10માં નંબર પર છે.
આઈસીસી રેન્કિંગમાં ઈંગ્લેન્ડ 124 પોઈન્ટ સાથે પ્રથમ, ભારત 122 પોઈન્ટ સાથે બીજા, દક્ષિણ આફ્રિકા 113 પોઈન્ટ સાથે ત્રીજા, ન્યૂઝિલેન્ડ 112 પોઈન્ટ સાથે ચોથા, પાકિસ્તાન 102 પોઈન્ટ સાથે પાંચમાં નંબર પર છે.
ઓસ્ટ્રેલિયાનું રેંકિંગ ઘટવાથી પાકિસ્તાનને વધારે ફાયદો થયો છે. 32 મેચમાં પાકિસ્તાનના 102 પોઇન્ટ છે, જ્યારે ઓસ્ટ્રેલિયાના પણ 34 મેચમાં 102 પોઇન્ટ છે. પરંતુ ઓસ્ટ્રેલિયાની તુલનામાં પાકિસ્તાને ઓછી મેચ રમી હોવાથી તે પાંચમાં નંબર પર છે.
બોલ ટેમ્પરિંગ વિવાદ બાદ ઓસ્ટ્રેલિયાની ટીમનો વર્તમાન ઇંગ્લેન્ડ પ્રવાસમાં સતત બે હારના કારણે રેંકિંગમાં ઘટાડો થયો છે. લંડનમાં રમાયેલી પ્રથમ વનડેમાં ઓસ્ટ્રેલિયાની 3 વિકેટથી અને કાર્ડિકમાં રમાયેલી બીજી વનડેમાં 28 રનથી હાર થઈ હતી.
નવી દિલ્હીઃ એક સમયે ક્રિકેટ વિશ્વમાં રાજ કરનારી ઓસ્ટ્રેલિયાની ટીમ ઈંગ્લેન્ડ પ્રવાસ પર સતત બે વનડે હાર્યા બાદ આઈસીસી વનડે રેન્કિંગમાં જોરદાર ફટકો લાગ્યો છે. આઈસીસી દ્વારા જાહેર કરવામાં આવેલા વનડે રેન્કિંગમાં કાંગારુ ટીમ પાંચમાં નંબરથી એક ક્રમ નીચે ધકેલાઈને છઠ્ઠા નંબર પર પહોંચી ગઈ છે.
હાલ ઓસ્ટ્રેલિયાના 102 પોઈન્ટ છે. 34 વર્ષના ક્રિકેટ ઈતિહાસમાં ઓસ્ટ્રેલિયાની ટીમ વનડે રેન્કિંગમાં ટોપ-5માંથી બહાર થઈ હોય તેવું પ્રથમ વખત બન્યું છે. આ પહેલા ઓસ્ટ્રેલિયાની ટીમ જાન્યુઆરી 1984માં છઠ્ઠા નંબર પર હતી.