AUSvIND: શ્રેણી હારથી બચવા ઓસ્ટ્રેલિયાએ ટીમમાં સામેલ કર્યો આ ખેલાડી, જાણો વિગત
સિડનીઃ ઓસ્ટ્રેલિયાએ ગુરુવાર 3 જાન્યુઆરી, 2019થી સિડનીમાં શરૂ થઈ રહેલી ચોથી અને અંતિમ ટેસ્ટ માટે ટીમમાં લેગ સ્પિનર ઓલરાઉન્ડર માર્નસ લાબુશાંગેને ટીમમાં સામેલ કર્યો છે. બીજી ટેસ્ટ જીત્યા બાદ ઓસ્ટ્રેલિયાએ ત્રીજી અને ચોથી ટેસ્ટ માટે ટીમની જાહેરાત કરી હતી. પરંતુ હવે સિડનીમાં રમાનારી અંતિમ મેચમાં શ્રેણી હારથી બચવા યજમાન ટીમે દક્ષિણ આફ્રિકામાં જન્મેલા લાબુશાંગેને ટીમમાં સ્થાન આપ્યું છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appમાર્નસ લાબુશાંગે ઓક્ટોબર, 2018માં પાકિસ્તાન સામે ટેસ્ટ ડેબ્યૂ કર્યું હતું. 2 મેચમાં તેણે 7 વિકેટ લીધી છે. જેમાં તેનો સર્વશ્રેષ્ઠ દેખાવ 45 રનમાં 3 વિકેટ છે. 2 મેચમાં તેણે 81 રન પણ બનાવ્યા છે. જેમાં તેનો શ્રેષ્ઠ સ્કોર 43 રન છે. 2004માં માર્નસ જ્યારે 10 વર્ષનો હતો ત્યારે તેના માતા-પિતા ઓસ્ટ્રેલિયા સ્થાયી થઈ ગયા હતા.
ઓસ્ટ્રેલિયાના કેપ્ટન ટિમ પેન લાબુશાંગેને ટીમમા સામેલ કરવામાં આવ્યો હોવાની પુષ્ટિ કરતાં કહ્યું કે, અમે સિડનીની સ્થિતિને સમજીશું. અમે જે સાંભલી રહ્યા છીએ તે હિસાબે અહીંયાની પિચ સ્પિનરોને મદદ કરશે. પરંતુ એક વખત અમે પિચને સમજ્યા બાદ જ યોગ્ય સંયોજન અંગે વિચારવાનું શરૂ કરીશું.
- - - - - - - - - Advertisement - - - - - - - - -