INDvAUS: લાયનની વિકેટ લેવાની સાથે જ ઈશાંત શર્મા સામેલ થયો ખાસ લિસ્ટમાં, જાણો વિગત
ટેસ્ટ ક્રિકેટમાં ભારત તરફથી સૌથી વધારે વિકેટ લેવામાં અનિલ કુંબલે ટોચ પર છે. કુંબલેએ 132 ટેસ્ટમાં 619 વિકેટ ઝડપી છે. બીજા નંબરે રહેલા દિગ્ગજ ઓલરાઉન્ડર કપિલ દેવે 131 ટેસ્ટમાં 434, ત્રીજા નંબરે રહેલા ઓફ સ્પિનર હરભજન સિંહે 103 ટેસ્ટમાં 417 વિકેટ, ચોથા નંબરે રહેલા રવિચંદ્રન અશ્વિને 65 ટેસ્ટમાં 342, પાંચમા નંબરે રહેલા ઝહીર ખાને 92 ટેસ્ટમાં 311 વિકેટ ખેરવી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઈશાંત શર્મા ભારત તરફથી ટેસ્ટમાં સૌથી વધારે વિકેટ લેનારો છઠ્ઠો બોલર બની ગયો છે. ઈશાંતની ટેસ્ટ ક્રિકેટમાં 267 વિકેટ થઈ ગઈ છે. આ સાથે જ તેણે દિગ્ગજ સ્પીનર બિશન સિંહ બેદીને પાછળ રાખી દીધા છે. બેદીએ 67 ટેસ્ટમાં 266 વિકેટ લીધી હતી.
હાલ ટેસ્ટ ક્રિકેટમાં ટીમ ઈન્ડિયાની ઈશાંત શર્મા, જસપ્રીત બુમરાહ અને મોહમ્મદ શમીની ફાસ્ટ ત્રિપુટી વિશ્વભરના બેટ્સમેનોને ભારે પડી રહી છે. આ ત્રણેયની જોડીએ ચાલુ વર્ષે વિદેશમાં કુલ મળીને 134 વિકેટ ઝડપીને વેસ્ટ ઈન્ડિઝના વર્લ્ડ ક્લાસ બોલર હોલ્ડિંગ, ગાર્નર અને માર્શલનો 34 વર્ષ જૂનો રેકોર્ડ તોડ્યો છે.
મેલબોર્નઃ ભારતે ત્રીજી ટેસ્ટમાં ઓસ્ટ્રેલિયાને 137 રનથી હાર આપી હતી. યજમાન ટીમની બીજી ઈનિંગ દરમિયાન ઈશાંત શર્માએ નાથન લાયનના રૂપમાં અંતિમ વિકેટ લેવાની સાથે જ એક અનોખા લિસ્ટમાં સામેલ થઈ ગયો હતો.
- - - - - - - - - Advertisement - - - - - - - - -