ઓસ્ટ્રેલીયાની 14 સભ્યોની વનડે ટીમમાં 3 ફેરફાર કરાયા છે. ટીમમાંથી એશ્ટન ટર્નર, ડાર્સી શોર્ટ એ પીટર હેન્ડ્સકોમ્બને બહારનો રસ્તો દેખાડવામાં આવ્યો છે અને તેમની જગ્યાએ ગ્લેન મેક્સવેલ સિવાય મેથ્યુ વેડ અને મિચેલ માર્શની વાપસી થઈ છે.
ઓસ્ટ્રેલિયાની ટીમ સાઉથ આફ્રિકા પ્રવાસની શરૂઆત ટી-20 સીરીઝથી કરશે. જેની પ્રથમ મેચ 21 ફ્રેબુઆરીના જોહાનીસ્બર્ગ, બીજી મેચ 23 ફ્રેબુઆરીના પોર્ટ એલીજાબેથ અને ત્રીજી મેચ 26 ફ્રેબુઆરીના કેપટાઉનમાં રમાશે. ટી-20 સીરીઝ બાદ બંને ટીમોની વચ્ચે ત્રણ મેચની વનડે સીરીઝ પણ રમાશે. જેની પ્રથમ મેચ 29 ફ્રેબુઆરીના પાર્લ, બીજી મેચ બ્લોમફોંટીન અને ત્રીજી અને અંતિમ મેચ 7 માર્ચના પોટચેસ્ટરૂમ રમાશે.
ઓસ્ટ્રેલિયાની વનડે ટીમ આ પ્રકાર છે : એરોન ફિન્ચ (કેપ્ટન), ડેવિડ વોર્નર, સ્ટીવન સ્મિથ,પેટ કમિન્સ (વાઈસ કેપ્ટન), ગ્લેન મેક્સવેલ, માર્નસ લેબુશેન, મિચેલ માર્શ, મેથ્યુ વેડ, એલેક્સ કૈરી (વિકેટકીપર), એશ્ટન એગર, મિચેલ સ્ટાર્ક, એડમ જામ્પા, કેન રિચર્ડસન અને જોહ હેઝલવુડ
ઓસ્ટ્રેલિયાની ટી-૨૦ ટીમ આ પ્રકાર છે : એરોન ફિન્ચ (કેપ્ટન), સ્ટીવન સ્મિથ, ગ્લેન મેક્સવેલ, પેટ કમિન્સ (વાઈસ કેપ્ટન), ડેવિડ વોર્નર, મિચેલ માર્શ, મેથ્યુ વેડ, એલેક્સ કૈરી (વિકેટકીપર), એશ્ટન એગર, મિચેલ સ્ટાર્ક, એડમ જામ્પા, શોન એબોટ, કેન રિચર્ડસન અને ઝાઈ રિચર્ડસન.