નવી દિલ્હીઃ ઓસ્ટ્રેલિયન ઓલરાઉન્ડર નાથન કુલ્ટર નાઇલે વેસ્ટ ઇન્ડિઝ વિરુદ્ધ એક અનોખો રેકોર્ડ બનાવ્યો છે. નાઇલે આઠ નંબર પર બેટિંગ કરતા 60 બોલમાં 92 રનની ઇનિંગ રમી હતી. આ ઇનિંગના કારણે ઓસ્ટ્રેલિયા 288 રન બનાવી શક્યું હતું કારણ કે એક સમયે ઓસ્ટ્રેલિયાએ 79 રનમાં પાંચ વિકેટ ગુમાવી દીધી હતી.

31 વર્ષીય નાથન કૂલ્ટર નાઇલે આઠમા નંબર પર બેટિંગ કરતા વર્લ્ડકપમાં સૌથી વધુ રન બનાવવાનો રેકોર્ડ પોતાના નામ પર કર્યો હતો. આ અગાઉ આ રેકોર્ડ ક્રિસ વોક્સના નામ પર હતો. જેણે શ્રીલંકા વિરુદ્ધ 2016માં આઠમા નંબર પર બેટિંગ કરી 95 રન બનાવ્યા હતા. નાથને પોતાની ઇનિંગ દરમિયાન આઠ ચોગ્ગા અને ચાર સિક્સ ફટકારી હતી. તે સિવાય સ્મિથે 73 રનની ઇનિંગ રમી હતી.