રહાણે-પૂજારાને લઇને આ દિગ્ગજ પૂર્વ ઓસ્ટ્રેલિયન ક્રિકેટરે આપી કોહલીને સલાહ, જાણો શું કહ્યું
વૉગે વધુમાં કહ્યું - ‘કેપ્ટનના રૂપમાં હજુ પણ તે વિકાસ કરી રહ્યો છે અને તેને પોતાની ભાવનાઓ અને રોમાંચને કાબુમાં રાખવા તેને કેટલોક સમય જોઇએ, પણ તે આ રીતે જ રમે છે.’
સ્ટીવે કહ્યું, ‘તે અત્યારે ટીમને લીડ કરી રહ્યો છે તેની અંદર તે કરિશ્મા અને એક્ટ ફેક્ટર છે અને એટલે તે ઇચ્છે છે કે બાકીની ટીમ પણ તેનું અનુકરણ કરે. તે ઇચ્છે છે કે ટીમ હંમેશા સકારાત્મક બનીને રમે અને જેટલી બની શકે તેટલી ઝડપથી જીત મેળવે.’
તાજેતરમાં ભારતે સાઉથ આફ્રિકાના 58 દિવસીય પ્રવાસામાં પ્રભાવી પ્રદર્શન કર્યુ, જેમાં ટીમે ટેસ્ટ સીરીઝ 1-2થી ગુમાવ્યા બાદ વનડે અને ટી-20 આંતરરાષ્ટ્રીય સીરીઝ ક્રમશઃ 5-1 અને 2-1 થી જીતી લીધી છે.
સ્ટીવ વૉગે કહ્યું કે ‘મને લાગે છે કે તેને એટલું સમજવાની જરૂર છે કે ટીમમાં બધા લોકો આ રીતે નથી રમી શકતા (અજિંક્યે) રહાણે અને (ચેતેશ્વર) પૂજારા જેવા ખેલાડી ખુબ ધૈર્યવાન અને શાંત છે, એટલે તેને માત્ર એટલું સમજવાની જરૂર છે કેટલાક ખેલાડીઓ અલગ હોય છે.’
સ્ટીવ વૉગે અહીં લારેસ વિશ્વ ખેલ પુરસ્કરોના જવાબમાં પીટીઆઇને કહ્યું, ‘મે તેને સાઉથ આફ્રિકામાં જોયો અને મને લાગ્યું કે તે જરૂરિયાતથી વધારે કરી રહ્યો હતો, પણ આ કેપ્ટન માટે શીખવાની વાત છે’ વૉગે કહ્યું કોહલીને સંતુલન જાળવવાની જરૂર છે કેમકે ટીમ ઇન્ડિયામાં બધા ખેલાડી તેના જેમ પોતાને અભિવ્યક્ત કરનારા નથી.
નવી દિલ્હીઃ ભારતીય કેપ્ટન કોહલીને હવે ઓસ્ટ્રેલિયાના પૂર્વ કેપ્ટને સલાહ આપી છે, તેને કહ્યું કે, વિરાટ કોહલી જરૂરિયાતથી વધારે આક્રમક બની રહ્યો છે, તેને ધીરજ રાખવાની જરૂરી છે. તાજેતરમાં જ સાઉથ આફ્રિકા પ્રવાસમાં પોતાની આક્રમક શૈલીને લઇને ઓસ્ટ્રેલિયાના પૂર્વ ક્રિકેટર સ્ટીવ વૉગે સલાહ આપી છે.