27 માર્ચે લોન્ચ થશે શાઓમીનો Mi MIX 2S, ફિચર્ય થયા લીક
નવી દિલ્હીઃ Xiaomi પોતાનો વધુ એક શાનદાર સ્માર્ટફોન બજારમાં ઉતારવાની તૈયારીમાં છે. શાઓમીએ પોતાના એક નિવેદનમાં નવા સ્માર્ટફોન Mi MIX 2Sના લોન્ચિંગની તારીખની જાહેરાત કરી છે. કંપનીએ કહ્યું કે, એમાઈ મિક્સ 2એસ 27 માર્ચે લોન્ચ કરવામાં આવશે. જોકે કંપનીએ એ નથી જણાવ્યું કે, ફોનનું લોન્ચિંગ ઘરેલુ બજારમાં થશે કે ગ્લોબલી હશે પરંતુ કહેવાય છે કે ફોન ચીનમાં લોન્ચ થશે. એ પણ સ્પષ્ટ થઈ ગયું છે કે શાઓમી Mi MIX 2S ક્વોલકોમ સ્નેપડ્રેગન 845 પ્રોસેસર સાથે લોન્ચ થશે.
ઇન્ટરનલ ફિચર્સ ઉપરાંત ફોનમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) પણ હોવાનું માલુમ પડ્યું છે જેનાથી સીન રેકગ્નિશન સપોર્ટ માટે ફોનનું ઇમેજ સેંસર સક્રિય થઇ જાય છે. ઉપરાંત આ ફોનમાં ‘ક્રોમા ફ્લેશ’, ‘ઑટોમેટિક એચડીઆર’ અને ‘ઑબ્જેક્ટ ટ્રેકિંગ’ જેવા ફિચર્સ ધરાવતું સોની IMX363 સેંસર હોઇ શકે છે. એમઆઇનો આ પહેલો એવો સ્માર્ટફોન હશે જેમાં અંડર ડિસ્પ્લે ફિંગરપ્રિંટ સેંસર હશે. હાલમાં જ વીવોનો લૉન્ચ થયેલો એક્સ 20 પ્લસ યૂડી સ્માર્ટફોન આવી ટેક્નોલોજી વાળો પહેલો સ્માર્ટફોન હતો.
અન્ય એક રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો કે આ ફોનમાં સામેની બાજુએ આઇફોન એક્સ જેવો જ એક નૉચ હશે. એપલ ફ્લેગશિપ ફોનની જેમ આ ફોનમાં પણ ‘સ્વાઇપ અપ એન્ડ પૉઝ’ જેવા અમુક જેસ્ચર કંટ્રોલની સુવિધા પણ હોવાની માહિતી મળી છે.
ઉપરાંત Mi Mix 2Sનો અંતુતૂ બેન્ચમાર્ક સ્કોર 2,73,741 રહ્યો. અગાઉ રજૂ થયેલા એક રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે શાઓમી એમઆઇ મિક્સ 2એસ એકમાત્ર એવો ફોન હશે જેમાં સ્નેપડ્રેગન 845 પ્રોસેસર આપવામાં આવી હોય.
કંપનીએ ચીનના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ વીબો પર સત્તાવાર રીતે લૉન્ચિંગના આમંત્રણની પોસ્ટ શેર કરી છે. લૉન્ચિંગની તારીખની સાથે જ આ આમંત્રણની પોસ્ટથી અંતુતૂ સ્કોર અંગે પણ માહિતી મળી ગઇ. ઉપરાંત આ ફોનમાં 5.99 ઇંચ ફુલ એચડી પ્લસ 1080×2160 ડિસ્પ્લે આપવામાં આવી છે, 8જીબી રેમ તથા 256 જીબી ઇન્ટરનલ સ્ટોરેજ આપવામાં આવ્યું છે. એન્ડ્રોઇડ ઓરિયો 8.0 પર રન કરતા આ ફોનનો બેટરી બેકઅપ 3400mAh છે.