નવી દિલ્હીઃ વર્લ્ડકપ 2019માં ઓસ્ટ્રેલિયા સામેની મેચમાં અફઘાનિસ્તાને 38.2 ઓવણાં માત્ર 207 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. ઓસ્ટ્રેલિયાને આ મેચમાં જીત મેળવવા માટે 208 રનનો લક્ષ્યાંક મેળવવો પડશે. અફઘાનિસ્તાનની શરૂઆત ખરાબ રહી હતી અને પાંચ રન પર બે વિકેટ ગુમાવી દીધી હતી. બંન્ને ઓપનર ખાતું ખોલાવ્યા વિના  જ પેવેલિયન ભેગા થયા હતા. નાજીબુલ્લાહ જારદાને 51 , રહમત શાહે 43 રન બનાવ્યા હતા.


અફઘાનિસ્તાન તરફથી રહેમત શાહ (43), શહીદી (18) અને નબીએ સાત રન બનાવ્યા  હતા. ઓસ્ટ્રેલિયા તરફથી ઝમ્પા, કમિન્સે 3-3 વિકેટ ઝડપી હતી.