ઓસ્ટ્રેલિયા બન્યુ ક્રિકેટનું ચેમ્પિયન, ઇંગ્લેન્ડને હરાવી ચોથી વાર જીત્યો મહિલા ટી20 વર્લ્ડકપ, જાણો વિગતે
ફાસ્ટ બૉલર મેગાન શુટે પણ 13 રન આપીને 2 વિકેટ ઝડપી, ઓસ્ટ્રેલિયાએ આના જવાબમાં 44 રન સુધી બન્ને બેટ્સમેનો એલિસા હીલી (22) અને બેથ મુની (14)એ વિકેટ ગુમાવી દીધી હતી. પણ ગાર્ડનર (અણનમ 33) અને કેપ્ટન મેગ લેનિંગ (અણનમ 28)ની વચ્ચે ત્રીજી વિકેટની 62 રનની અતૂટ પાર્ટનરશિપની મદદથી 15.1 ઓવરમાંજ ટીમે બે વિકેટ પર 106 રન બનાવીને આસાન જીત નોંધાવી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆ પહેલા ઇંગ્લેન્ડ તરફથી ઓપનર બેટ્સમેન ડેનિયલ વાટ (43) અને કેપ્ટન હીથર નાઇટ (25) જ ઓસ્ટ્રેલિયન બૉલરોનો ટકીને સામનો કરી શકી. ડેનિયલ અને હીથર ઉપરાંત ઇંગ્લેન્ડ તરફથી કોઇ બેટ્સમેન બે આંક સુધી પણ ન હતાં પહોંચી શકી જેનાથી ઇંગ્લેન્ડનું વર્લ્ડટી20 ટાઇટલ જીતવાનુ સપનુ તુટી ગયુ હતુ.
ઓસ્ટ્રેલિયાએ ઓફ સ્પિનર એશલેગ ગાર્ડનર (22 રન પર 3 વિકેટ) અને લેગ સ્પિનર જ્યોર્જિયા વેયરહેમ (11 રન પર 2 વિકેટ)ની મદદથી ઇંગ્લેન્ડને 19.4 ઓવરમાં 105 રન પર સમેટી દીધુ હતું.
એન્ટીગુઆઃ સ્પિનરોની ફિરકીના જાદુ બાદ બેટિંગના ઉમદા પ્રદર્શનથી ઓસ્ટ્રેલિયાએ એકતરફી ફાઇનલ મેચમાં ઇંગ્લેન્ડને 8 વિકેટથી હરાવીને ચોથી વાર ટી20 વર્લ્ડકપનું ટાઇટલ જીતી લીધુ છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -