Ind vs Aus, 2nd ODI LIVE: ભારતને જીતવા ઓસ્ટ્રેલિયાએ આપ્યો 390 રનનો ટાર્ગેટ, સ્મિથની સદી
પ્રથમ વનડેમાં ટીમ ઈન્ડિયાને 66 રનથી હારનો સામનો કરવો પડ્યો હતો. એવામાં ટીમ ઈન્ડિયાએ સીરિઝ જીતવા માટે આ મેચ જીતવું પડશે.
એબીપી અસ્મિતા વેબ ટીમLast Updated: 29 Nov 2020 01:07 PM

બ્રેકગ્રાઉન્ડ
IND Vs AUS: ટીમ ઈન્ડિયા અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ત્રણ મેચની વનડે સીરિઝની બીજી વનડે આજે સિડની ક્રિકેટ ગ્રાઉન્ડ પર રમાઈ રહી છે. ઓસ્ટ્રેલિયાએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો...More
IND Vs AUS: ટીમ ઈન્ડિયા અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ત્રણ મેચની વનડે સીરિઝની બીજી વનડે આજે સિડની ક્રિકેટ ગ્રાઉન્ડ પર રમાઈ રહી છે. ઓસ્ટ્રેલિયાએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો છે.પ્રથમ વનડેમાં ટીમ ઈન્ડિયાને 66 રનથી હારનો સામનો કરવો પડ્યો હતો. એવામાં ટીમ ઈન્ડિયાએ સીરિઝ જીતવા માટે આ મેચ જીતવું પડશે. જ્યારે ઓસ્ટ્રેલિયા ટીમ પહેલાથી જ મેચના લયને જાળવી રાખી સીરિઝ પોતાના નામે કરવાનો પ્રયાસ કરશે.પ્રથમ વનડેમાં ચહલ અને સૈની બન્નેએ મળીને 20 ઓવરમાં 172 રન આપી દીધા હતા. ચહલ ઈજાના કારણે સ્પેલ પૂરી કર્યા બાદ મેદાન છોડીને જતો રહ્યો હતો. જ્યારે સૈની પણ કમરમાં ખેંચ આવી હતી. પ્લેઈંગ ઈલેવનટીમ ઈન્ડિયા : શિખર ધવન, મયંક અગ્રવાલ, વિરાટ કોહલી(કેપ્ટન) શ્રેયસ અય્યર, કેએલ રાહુલ (વિકેટ કીપર), હાર્દિક પંડ્યા, રવિન્દ્ર જાડેજા, મોહમ્મદ શમી, નવદીપ સૈની,યુઝવેન્દ્ર ચહલ અને જસપ્રીત બુમરાહઓસ્ટ્રેલિયા: આરોન ફિંચ(કેપ્ટન) , ડેવિડ વોર્નર, સ્ટીવ સ્મિથ, માર્નસ લાબુશાને, એલેક્સ કેરી(વિકેટકીપર), હેનરિક્સ, ગ્લેન મેક્સવેલ, પેટ કમિન્સ, મિચેલ સ્ટાર્ક, એડમ ઝમ્પા અને જોશ હેઝલવુડ
બીજી વનડેમાં ઓસ્ટ્રેલિયન ટીમે ભારતને જીતવા માટે 390 રનોનો વિશાળ ટાર્ગેટ આપ્યો છે. કાંગારુ ટીમ તરફથી સ્મિથે આક્રમક સદી ફટકારી હતી. આ ઉપરાંત વોર્નર 83 રન, કેપ્ટન ફિન્ચ 60 રન, લાબુશાને 70 રન અને મેક્સવેલે 63 રનની ઉપયોગી ઇનિંગ રમી હતી. બીજી બાજુ ભારત તરફથી શમી, બુમરાહ અને હાર્દિક પંડ્યાને એક-એક વિકેટ મળી શકી હતી. આજની બીજી વનડે ભારત માટે કરો યા મરોનો જંગ છે, ત્રણ મેચોની સીરીઝમાં કાંગારુ ટીમ 1-0થી આગળ છે.